આ સેનાની સ્વયંસેવકો સાથેની નહિ સામાન્ય સમાજ અને સ્વયંસેવકો વચ્ચેની તુલના છે.

    ૧૨-ફેબ્રુઆરી-૨૦૧૮

 
 
બિહારના મુજ્જફરનગરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મા. સરસંઘચાલક મોહનજી ભાગવતે એક બયાન આપ્યુ અને તેના પર વિવાદ શરૂ થઈ ગયો છે. જો તેમનાં શબ્દો બરાબર સાંભળો તો તેમાં વિવાદ જેવું કંશુ જ નથી. તેમણે શું કહ્યું ?
 
પહેલા એ જુવો…
 
હમારા મિલિટ્રી સંગઠન નહિ હૈ,
 મિલિટ્રી જેસી ડિસિપ્લીન હમારી હૈ, ઔર અગર દેશ કો જરૂરત પડે, ઔર દેશ કા સંવિધાન, કાનૂન કહે તો,
સેના તૈયાર કરને કો છે-સાત-દસ મહિના લગ જાયેગા,
સંઘ કે સ્વયંસેવકો કો લેંગે , તીન દિન મેં તૈયાર હોંગે…
યે હમારી ક્ષમતા હૈ, લેકિન હમ મિલિટ્રી સંગઠન નહિ હૈ, પેરા મિલિટ્રી ભી નહિ હૈ,
હમ તો પારિવારીક સંગઠન હૈ…..
 
 
 
આ વાત સાંભળ્યા પછી કોઇ પણ કહી દે કે આ વિવાદીત છે, તો સાચું કઈ રીતે મનાય?
 
મોહનજીનું સ્પષ્ટ કહેવું છે કે જો ખરાબ સ્થિતિ પેદા થાય તો સેનાને આ સમાજને તૈયાર કરવામાં થોડો સમય લાગે પણ તેઓ સ્વયંસેવકોને માત્ર ત્રણ દિવસમાં જ પ્રશિક્ષિત કરી શકે છે, કેમ કે સેનાની જેમ ડિસિપ્લીનમાં સ્વયંસેવકો રહે છે…
આ બધાને સમજાય તેવુ સરળ છે પણ આ મીડિયાને નહિ સમજાય.
 
આ ભારતીય સેનાની સ્વયંસેવકો સાથેની તુલના નથી. આ સામાન્ય સમાજ અને સ્વયંસેવકો વચ્ચેની તુલના છે.
 
સંઘના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ મનમોહન વદ્યજીનું વક્તવ્ય…