છિંડવાડાના પ્રકાશ ટાટા નાનના આયુર્વેદ ડોક્ટરે સનથ જયસૂર્યાને 72 કલાક ચાલતો કર્યો

    ૧૫-ફેબ્રુઆરી-૨૦૧૮

 
 
શ્રીલંકાના પૂર્વ ક્રિકેટર સનથ જયસૂર્યાને છિંડવાડાના જુન્નારદેવના આયુર્વેદ ડોક્ટર પ્રકાશ ટાટાએ સારવાર કરી 72 કલાકમાં તેને પોતાના પગ પર ઉભો કરી દીધો હતો. મહત્વપૂર્ણ છે કે શ્રીલંકન ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી સનથ જયસૂર્યાએ પોતાના કમર અને પગમાં બીમારીઓને કારણે તે ચાલી પણ શકતો ન હતો. તેને ચાલવા માટે પણ લાકડીનો સહારો લેવો પડતો હતો. આ માટે તેણે વિદેશમાં અનેક ઓપરેશન કરાવ્યા પણ કોઇ સારુ પરિણામ ન મળ્યું અંતે પૂર્વ ક્રિકેટર અઝરુદ્દીનની સલાહ મુજબ જયસૂર્યાએ છિંડવાડાના પ્રકાશ ટાટા નાનના આયુર્વેદ ડોક્ટર પાસે ગયા અને મહત્વની વાત એ છે કે થોડા જ દિવસમાં તે ચાલતો થઈ ગયો છે…
 
મહત્વની વાત એ છે કે છિંડવાડાના પ્રકાશ ટાટા નાનના આયુર્વેદ ડોક્ટર અનેક જાણીતી હસ્તીઓનો ઇલાજ કરી ચુક્યા છે. તે ઇલાજ માટે એક રૂપિયો પણ લેતા નથી. ડો.પ્રકાશ ઇન્ડિયન ટાટા આયુર્વેદના મોટા જાણકાર ગણાય છે.