ભારતના એ ૧૦ માર્ગ જ્યાં લોકોને ભૂત હોવાનો અહેસાસ થયો છે…

    ૧૬-ફેબ્રુઆરી-૨૦૧૮

 
ફિલ્મોમાં ભૂત જોયુ હશે પણ ભૂત હોય છે કે નહિ તે હજી એક પહેલી છે. પણ તેમ છતાં ભારતમાં પણ એવા રસ્તાઓ છે જ્યાં લોકો જતા ડરે છે. અહિં અનેક લોકોને ખરાબ અનુભવ થયો છે…
 

 
 
#1 સ્ટેટ હાઈવે – NH49, ઈસ્ટ કોસ્ટ રોડ. આ ટુ લાઈન હાઈવે છે, જે પ.બંગાળને તમિલનાડું સાથે જોડે છે. ચેન્નઈથી પોંડિચેરીની વચ્ચેનો માર્ગ આ માટે જાણીતો છે. અહિંથી પસાર થનારા અનેક ડ્રાઈવરોનું માનવું છે કે એક સફેદ સાડી પહેરેલી મહિલા અમને અનેક વાર જોવા મળી છે…
 

 
 
#2 રાંચી-જમશેદપૂર – NH33 આ દેશનો એક માત્ર હાઈવે છે જ્યાં સૌથી વધારે અકસ્માત થાય છે. અહિં અકસ્માત પણ નવાઈ પમાડે તેવા થાય છે. આ રોડની બન્ને બાજું મંદિર છે. એવી માન્યતા પણ છે કે જે આ રોડ પરથી મંદિરની પૂજા કર્યા વગર પસાર થાય છે તેને ભૂત હેરાન કરે છે.
 

 
 
#3 મુંબઈ નાસીક હાઈવે. અહિંનો કસારા ઘાટ ભૂત પ્રેતેની વાર્તાના કારણે વધારે પ્રખ્યાત છે. અહિં ક્યારેક કોઈને ઝાડ પર બેઠેલો એક માણસ જોવા મળે છે તો ક્યારેક માથા વગરની કોઈ મહિલા ભટકતી જોવા મળે છે. આ રોડની બન્ને બાજુએ ખૂબ જ ઝાડ હોવાથી આ જગ્યા વધારે ભાયાનક લાગે છે.
 

 
 
#4 મુંબઈ – ગોવા હાઈવે. અહિં પણ અનેક અકસ્માતો થાય છે. અહિંથી પસાર થનારા અનેક લોકોનું કહેવું છે કે આ રોડ પર અચાનક તમારી સામે કોઇ આવી જાય છે અને ગાડી ઉભી રાખવાના ઈશારા કરે છે. જેનાથી તમારો ગાડી પરનો કાબુ જતો રહે છે. અને અકસ્માત થાય છે
 

 
 
#5 દીલ્હી કંટોનમેન્ટ રોડ. દીલ્હીનો આ રોડને ભૂતિયા રોડ માનવામાં આવે છે. લોકોનું કહેવું છે કે, રાતના સમયે અહિં એક મહિલા સફેદ સાડીમાં ફરે છે. અનેક ને તેનો અનુભવ થયો છે…
 

 
 
#6 માર્વે-મડ આઈલેન્ડ રોડ. મુંબઈનો આ મડ આઈલેન્ડ જેટલો સુંદર છે તેના માર્ગો એટલા જ ભયાનક છે. લોકોનું માનવું છે કે અહિં રાત્રે દુલ્હનના વેશમાં એક મહિલા ફરતી જોવા મળે છે.
 

 
 
#7 સત્યમંગલમ વાઈલ્ડલાઈફ સેંચુરી કોરીડોર – NH209. આ જંગલના માર્ગેથી પસાર થનારા લોકોને પહેલા અહિં ચંદનચોર વીરપ્પનથી ડર લાગતો હતો પણ હવે અહિંથી પસાર થનારા લોકોને અને અહિં સંભળાતી ભયાનક અવાજથી ડર લાગે છે. કોઈનો પડછાયો અને અવાજનો આ રોડ પર અનેક લોકોને અનુભવ થયો છે.
 

 
 
#8 બ્લુ ક્રોસ રોડ. ચેન્નઈના આ રોડ પર અચાનક આત્મહત્યાઓ વધી ગઈ છે. લોકોનું કહેવું છે કે અહિં આત્મહત્યા કરનારા લોકોની આત્મા ભટકી રહી છે.
 

 
 
#9 બેંસેન્ટ એવન્યુ રોડ, આ પણ ચેન્નઈનો એક રોડ છે. અહિં સાંજ થતા જ ડરનો માહોલ ઉભો થઈ જાય છે. અનેક લોકોનું મનવું છે કે અચાનક કોઇ તમને થપ્પડ મારી જાય છે. કોઇ અદ્રશ્ય શક્તિ હોવાનો અનુભવ અનેક લોકોને અહિં થયો છે.
 

 
 
#10 દિલ્હી-જયપુર હાઈવે. અહિંના ડરાવનારા કિસ્સા અનેક લોકોએ સાંભળ્યા હશે. અહિંથી પસાર થનારા ડ્રાઈવરોનું કહેવું છે કે કંઈક તો ગડબડ છે. કહી ન શકાય, સમજાવી ન શકાય તેવો અનૂભવ અમને થાય છે.
 
 
નોંધ – આ લેખ દ્વાર એવું સાબિત કરવાનો ઈરાદો નથી કે ભૂત-આત્મા હોય છે. આવું હજી સુધી સાબિત થયુ નથી. આ લેખનો ઉદ્દેશ માત્ર માહિતી આપવાનો છે. જોકે ગુજરાતમાં પણ અનેક જગ્યાએ આવી વાતો, સ્થળો પ્રચલિત છે.