શું ભારત – સાઉથ આફ્રિકા વચ્ચેની વન-ડે મેચ ફિક્સ હતી? આફ્રિકાના આ બે બોલરોએ સંકેત આપ્યો છે!

    ૧૬-ફેબ્રુઆરી-૨૦૧૮

 
 
ભારતીય ટીમ હાલ સાઉથ આફ્રિકાના પ્રવસે છે. જેમાં ત્રણ મેચેની ટેસ્ટ સીરિજ ૨-૧થી સાઉથ આફ્રિકાએ જીતી લીધી છે અને ૬ વન-ડેની સીરિજમાં ભારતીય ટીમ ૪-૧ થી આગળ છે. પાંચમી મેચ આજે રમાવાની છે અને પછી આ બન્ને ટીમ વચ્ચે ટી૨૦ સીરિજની શરૂઆત થાવાની છે.
 
૧૪ ફેબ્રુઆરીએ આ બન્ને ટીમો વચ્ચે પાંચમી વન – ડે રમાઈ હતી. જમાં ભારતની શાનદાર જીત થઈ. આ મેચની રાત્રે આફ્રિકા ના બે યુવા અને શાનદાર બોલરોએ એકે જેવી જ ટ્વેટ કરી અને એ પણ રાત્રે ૨ થી ૩ વાગ્યાની વચ્ચે. આ ટ્વીટના શબ્દો શંકા પેદા કરે છે કે આ મેચો ફિક્સ હતી. જેની ચર્ચા હવે આફ્રિકાના મીડિયામાં થાવા લાગી છે.
 

 
 

 
 
આ ટ્વીટ કરનાર સાઉથ આફ્રિકાના બે હોન્હાર બોલર છે કશિગો રબાડા અને લુંગી નગિડી. બન્ને એ એક જેવા જ શબ્દોને ટ્વીટર પર લખ્યા. મેચ હાર્યા પછી મોડી રાત્રે આ બન્ને ટ્વીટ લખાઈ. બન્ને એ લખ્યું Money is tha root of ALL evil…જેનો અર્થ થાય છે કે દુનિયાના દરેક ખરાબ કામની જડમાં છે પૈસા….બન્ને બોલરોની આ ટ્વીટ પછી ત્યાં મીડિયામાં આ શંકાની ચર્ચા થવા લાગી છે. જોકે ચર્ચા પછી બન્ને બોલરોએ આ ટ્વીટ ડીલિટ પણ કરી નાખી અને રબડાએ એક નવી ટ્વીટ પણ લખી. એ ટ્વીટમાં તેણે લખ્યું કે અમારી ટ્વીટને ક્રિકેટ સાથે કોઇ લેવા દેવા નથી. આ વાતને પછી નગિડીએ પણ શેર કરી હતી.