આ મોડલે આવો ફોટો પડાવવા લીધું જોખમ, શું થયુ આ ફોટોશૂટ પછી…!

    ૨૦-ફેબ્રુઆરી-૨૦૧૮

 
આ ફોટો જોઇને શું લાગે? એવું જ લાગએ ને કે હશે કેમેરાની કે ફોટોશોપની કમાલ. એટલે કે ફોટો રીયલ નહિ બનાવટી છે. તમેન નહિ આ ફોટો જોઇ કોઇને પણ આવું જ લાગે. પણ આ સચું નથી. કારણ કે આ ફોટો કેવી રીતે પડાયો તેનો વીડિયો પણ સામે આવ્યો છે.
 
 
 
પણ પહેલા આ મોડલ વિષે પણ જાણી લો. આ રશિયન મોડલ છે જેનું નામ વોક્ટોરિયા ઓડિનકોવા છે. ૨૨ વર્ષની આ મોડલ ઈન્ટાગ્રામ પર ખૂબ પ્રસિધ્ધ છે. હવે પ્રસિધ્ધ છે એટલે કઈ તો જોરદાર કરવું આડે. તો જ આપણે તેને જાણીએ ને! આ બેન ને લોકો જાણે તેના ન્યુઝ બને, ચર્ચા થાય તે માટે તેણે એક ખતરનાક કામ કર્યુ.
 
દુબઈની એક ખૂબ ઊંચી ઇમારત પર જઈ તેના એક સાથીની મદદથી તે ડર્યા વગર લટકી, પોસ આપ્યા અને એ પણ કોઈ સેફ્ટી વગર. ફોટો તો ખૂબ સારો આવ્યો પણ આ ખતરનાક સ્ટંટ તેને ભારી પણ પડી શકતો હતો. જો થોડું બેલેન્સ અમ તેમ થયુ હોત તો તે જાનલેવા સાબિત થાત. જોકે આવું થયું નથી. ફોટોસૂટ શાંતિથી પૂરૂ થયું છે. પણ આ ફોટો અનેક પ્રશ્ન ઉભા જરૂર કરી જાય છે. શું આવા ફોટા પડાવવા જરૂરી છે. આવું કરી ને આ મોડલ શું દેખાદવા માગે છે? આવું જોઇને બીજો કોઇ વ્યક્તિ આવું કરવાની ભૂલ કરશે તો તે માટે કોણ જવાબદાર?
 
જો કે, લોકો એ આ કામ બદલ આ મોડલને સાથ નથી આપ્યો એ સારી વાત છે. એક વ્યક્તિએ તો એ એ પણ ટ્વીટ કરી કે ભગવાને વિક્ટોરીયાને સુંદરતા તો આપી છે પણ મગજ આપ્યું નથી.