એક્શનથી ભરપૂર છે ફિલ્મ બાગી-2નું ટ્રેલર..તમે જોયું કે નહિ?

    ૨૧-ફેબ્રુઆરી-૨૦૧૮

 
 
ટાઇગર શ્રોફની નવી ફિલ્મ બાગી-2નું ટ્રેલર રિલીઝ થયુ છે. ફિલ્મનાં ડાયરેક્ટર અહેમદ ખાન છે. ફિ્લ્મમાં દિશા પટણી, રણદીપ હુડ્ડા, મનોજ બાજપેયી અને પ્રતિક બબ્બર મુખ્ય ભૂમિકામાં છે. બાગી-2 વર્ષ 2016માં આવેલ ફિલ્મ બાગીની સિક્વલ છે. બાગી ફિલ્મમાં શ્રધ્ધા કપૂર હતી પણ આ ફિલ્મમામ દિશા પટણી હીરોઈન છે. આ પહેલા ટાઇગર શ્રોફને પહેલાથી પણ વધારે મસ્કુલર દેખાડવામાં આવી શકે છે. આ ફિલ્મ 30 માર્ચ 2018નાં રોજ રિલીઝ થશે. ટ્રેલર જોતા સાઇ કહી શકાય છે કે, બાગી-2 પહેલાથી પણ વધારે શાનદાર અને દમદાર હશે.
 
જુવો ટ્રેલર...