દુનિયાની પહેલી રોબોટ નાગરિકે કહ્યું, શાહરુખ ખાન મારરો મનગમતો અભિનેતા

    ૨૧-ફેબ્રુઆરી-૨૦૧૮


 
 
દુનિયાની પહેલી રોબોટ નાગરિક સોફિયાએ હૈદરાબાદમાં આયોજીત એક ઇવેન્ટમાં જણાવ્યું કે શાહરૂખ ખાન મારો મનગમતો ભારતીય અભિનેતા છે. મહત્વની વાત એ છે કે સોફિયા, એ માનવ સ્વરૂપનો રોબોટ છે જે હેન્સન રોબોટિક્સ કંપનીએ બનાવ્યો છે.
 
એનું નામ સોફિયા છે. એ દેખાવે એકદમ હોલીવૂડ અભિનેત્રી ઓડ્રે હેપબર્ન જેવી લાગે છે અને વાતચીત કરતી વખતે ચહેરા પર હાવભાવ પણ પ્રદર્શિત કરે છે. એની પાસે દરેક સવાલનો જવાબ છે. આ છે, સાઉદી અરેબિયાનું નાગરિકત્વ પ્રાપ્ત કરનાર પ્રથમ રોબોટ. સાઉદી અરેબિયાના પાટનગર રિયાધમાં એક પરિષદમાં બિઝનેસ ક્ષેત્રના લેખક, પત્રકાર અને કાર્યક્રમના મોડરેટર એન્ડ્રૂ રોસ સોર્કિને એનો ઈન્ટરવ્યૂ લીધો હતો. હ્યુમનોઈડ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ રોબોટ – સોફિયાએ પોતાને નાગરિકત્વ આપવા બદલ સાઉદી અરેબિયાની સરકારને થેંક્યૂ કહીને એનો આભાર માન્યો હતો.