બાળકોને આકર્ષવા માટે બિહારમાં બની રેલવેના ડબ્બા જેવી સ્કૂલ

    ૨૨-ફેબ્રુઆરી-૨૦૧૮


 
 
બિહારના સમસ્તીપુરમાં બાળકો સવારે સ્કૂલ જવાના સમયે રેલગાડીના ડબ્બામાં જઈને બેસી જાય છે. ડબ્બા તેમને કયાંય લઈ જતા નથી, પરંતુ તેમની સ્કૂલ છે સમસ્તીપુરની એક સ્કૂલમાં બાળકોને સ્કૂલમાં આવવા આકર્ષવા માટે એને પેઈન્ટ કરવામાં નવીનતા લાવવામાં આવી છે બહારથી જુઓ તો અદલ રેલવેના ડબ્બા લાગે એવી ડિઝાઇન થઈ છે. નવીનીકરણ પછી વિદ્યાર્થીઓને પણ સ્કૂલમાં મજા આવી રહી છે એટલું નહીં, આસપાસના લોકોમાં પણ આકર્ષણનું કેન્દ્ર છે.