આસપાસ : તમે હિન્દુઓના પક્ષ ભાજપને સમર્થન આપ્યું છે, માટે હવેથી મસ્જિદમાં આવવાની જરૂર નથી

    ૨૨-ફેબ્રુઆરી-૨૦૧૮


 

ત્રિપુરામાં ચાલી રહેલા ચૂંટણી ઘમસાણમાં એક ગામ એવું પણ છે, જે રાજકીય પક્ષોના સમર્થનમાં એટલી હદે વિભાજિત થઈ ગયું છે કે ભાજપનું સમર્થન કરનારા લોકોને બહિષ્કૃત કરી દેવાયા છે અને પણ એમના સમુદાયના લોકો દ્વારા. એટલું નહીં લોકોને અહીંની મસ્જિદમાં નમાજ પણ પઢવા દેવામાં આવતી નથી. વાત દક્ષિણ ત્રિપુરાના શાંતિબજાર વિધાનસભા વિસ્તારમાં મોઈડાટીલા નામનું ગામ છે તેની છે. ગામમાં ૧૦૦ જેટલા ખેડૂત પરિવાર રહે છે, જેમાંથી ૮૩ પરિવાર મુસ્લિમ છે. ૮૩ પરિવારોમાંથી ૨૫ જેટલા પરિવારોએ થોડા સમય પહેલાં ભારતીય જનતા પક્ષને સમર્થન આપવાનો નિર્ણય લીધો હતો. વાત વાયુવેગે નાનાઅમથા ગામમાં ફેલાઈ. ગામમાં હાહાકાર મચ્યો. ભાજપને તો કાંઈ સમર્થન કરાય... તો હિન્દુઓનો પક્ષ છે. વર્ષોથી મા..પા. અને કૉંગ્રેસનું સમર્થન કરી રહેલા મુસ્લિમોએ આગને વધુ ભડકાવી. ભાજપ સમર્થિત તમામ ૨૫ પરિવારોને ભાજપને સમર્થન પાછું ખેંચી લ્યો નહીં તો પરિણામ ભોગવવા તૈયાર રહોની ધમકી અપાઈ. આમ છતાં તેઓ એકના બે થતાં તેમને ગામની જાહેર મસ્જિદમાં નમાજ પઢવા પર પ્રતિબંધ લગાવી દેવાયો. આજે ગામમાં બે મસ્જિદો છે. એક જૂની જ્યાં ભાજપના કટ્ટર વિરોધીઓ નમાજ પઢે છે, જ્યારે બીજી એક અસ્થાયી રૂપે બનાવવામાં આવી છે, જ્યાં ભાજપનું સમર્થન કરનારા ૨૫ મુસ્લિમ પરિવારો નમાજ પઢે છે.

ઇન્ડિયન એક્સપ્રેસને અહીંનો એક મુસ્લિમ વ્યક્તિ જણાવે છે કે, અમે ૧૬ મહિના પહેલાં ભાજપ સાથે જોડાયા હતા, તેના થોડાક દિવસો બાદ મસ્જિદના લોકોએ અમને કહ્યું કે, તમે હવે અહીં ઈબાદત માટે આવતા, તમે લોકો હિન્દુઓના પક્ષનું સમર્થન કરો છો, માટે હવેથી મસ્જિદમાં આવવાની જરૂર નથી. તમારે હિન્દુઓ સાથે જવું હોય તો તમે જઈ શકો છો. પરિણામે ૨૫ મુસ્લિમ પરિવારોએ હાલ અસ્થાયીરૂપે પતરાના છાપરાવાળી મસ્જિદ બનાવી છે. પરિવારોએ ઈબાદત કરાવવા માટે અલગ ઈમામની પણ વ્યવસ્થા કરી છે.

ભાજપમાં આવેલા ૨૫ પરિવારો પહેલાં મોટેભાગે કૉંગ્રેસનું સમર્થન કરતા હતા, તો કેટલાક સી. પી. એમ.નું પણ સમર્થન કરતા હતા. લોકોનું કહેવું છે કે, કૉંગ્રેસ અહીં સંપૂર્ણપણે સાફ થઈ ચૂકી છે. ૨૫ વર્ષના સી. પી. એમ.નાં રાજમાં પણ અમને કંઈ નથી મળ્યું, ત્યારે અમારા માટે ભાજપ નવી આશાનું કિરણ લઈ આવ્યો છે. અહીં તો વીજળી છે, કે તો પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા છે. મુશ્કેલીઓથી પીછો છોડાવવા અમે ભાજપને સમર્થનની જાહેરાત કરી છે.

મને હિન્દુઓથી ક્યારેય કોઈ સમસ્યા નથી થઈ : કાલ્બે સાદિક

લખનઉના શિયા ધર્મગુરુ મૌલાના કાલ્બે સાદિકે કહ્યું છે કે, મને ક્યારેક કોઈ સમસ્યા થઈ છે, તો તે મુસ્લિમોના કારણે થઈ છે. હિન્દુઓ તરફથી મને ક્યારેય કોઈ સમસ્યા થઈ નથી. હિન્દુઓ તરફથી મને હંમેશાં ઇજ્જત અને પ્યાર મળ્યો છે. મુસલમાનોને પૂછો કે દીન શું છે ?, ધર્મ - મજહબ શું છે ? તો તે તરત કહેશે કે, ‘નમાજ પઢવી, રોજા રાખવા, હજ કરવીપરંતુ બધી તો ધાર્મિક પ્રથાઓ છે, ‘દીનનથી. મુસ્લિમોની કટ્ટર ધાર્મિકતા પર ટોણો મારતાં કાલ્બે સાદિકે કહ્યું હતું કે, મુસ્લિમો મસ્જિદ બનાવવી હોય તો તે યહૂદીઓની જેમ બનાવે. મંદિર - ચર્ચની પાસે શિક્ષણસંસ્થા કે શાળા બની શકે તો મસ્જિદની બાજુમાં કેમ બની શકે. એમાં એમની મદદ હિન્દુ પણ કરશે. માત્ર મસ્જિદ મુસ્લિમોને કંઈ આપી શકવાની નથી. કોઈ શિક્ષણસંસ્થા તમને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપશે. આધુનિક શિક્ષણ થકી મુસ્લિમોની સમાજમાં ઇજ્જત વધશે, માન-મરતબો મળશે. આમ થશે તો મુસ્લિમો દેશના નહીં, દેશ મુસ્લિમોનો મોહતાજ બનશે. ઉલ્લેખનીય છે કે, અયોધ્યામાં બાબરી મસ્જિદના સ્થાને શ્રીરામ મંદિરની વકીલાત કરવાને લઈ ઑલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડના મૌલાના મદનીને બોર્ડ દ્વારા પહેલાં બહારનો રસ્તો બતાવી દેવામાં આવ્યો છે, ત્યારે હવે બોર્ડના ઉપપ્રમુખ અને શિયા ધર્મગુરુ એવા મૌલાના સાદિકે પણ શ્રીરામ મંદિરના નિર્માણની માંગ કરી છે. એટલું નહીં, તેઓએ મુસ્લિમોને દીન, મઝહબના નામે સીધેસીધા આડે હાથે લીધા છે, ત્યારે જોવાનું છે કે, મુસ્લિમ જગત તરફથી તેમના અંગે કેવી પ્રતિક્રિયા આવે છે.