સંઘ : ... અને ૧૯૪૭ની એ રાત્રે અનેક સ્વયંસેવકો દંડને હથિયાર બનાવી કાશ્મીર તરફ નીકળ્યા

    ૨૨-ફેબ્રુઆરી-૨૦૧૮

 

 
 
સંઘના સ્વયંસેવકો દેશની સુરક્ષામાં

મોહન ભાગવતજીએ બિહારના મુજફ્ફરપુરમાં સ્વયંસેવકો માટેના એક કાર્યક્રમમાં સંઘના સ્વયંસેવકોની શિસ્ત અંગે એક વાત કરી અને મીડિયાના એક ભાગે એને વિવાદ બનાવી દીધો. રાહુલ ગાંધીથી લઈને અન્ય બીજા પોતાને બુદ્ધિજીવી કહેતા લોકો પણ તરત વિવાદ માં સ્વયં ઘી બની ને કુદી પડ્યા. મોહનજીના શબ્દોને તોડી મરોડીને પોતાના મતલબની વાત લોકો સમક્ષ પીરસતા સાચો વીડિયો લોકો સમક્ષ આવશે તો લોકોની વિશ્ર્વસનીયતા પર પ્રશ્ર્ન ચિન્હ ઉભું થશે એવું પણ લોકો નહિ વિચાર્યું. ખરેખર કાર્યક્રમમાં મોહનજીએ કહ્યું હતું કે આપણું મીલીટરી સંગઠન નથી પરંતુ મીલીટરી જેવી ડિસીપ્લીન આપણી છે અને દેશને જરૂર પડે અને દેશનું સંવિધાન કહે તો સેના તૈયાર કરવામાં ૬થી મહિના થઈ જાય, સંઘના સ્વયંસેવકોને લે તો દિવસમાં સેના તૈયાર થઈ જાય. આપણી ક્ષમતા છે.

આખા નિવેદનમાં સંઘના સ્વયંસેવકોની શિસ્તની વાત છે, દેશને સેનાની અતિરિક્ત જરૂર પડે અને સંવિધાન મંજુરી આપે તો સામાન્ય નાગરિકમાંથી સેનાના જવાન બનવા સુધીમાં ૬થી મહિના નીકળી જાય પરંતુ સંઘના સ્વયંસેવકો જેમનામાં સેના જેવી શિસ્ત છે (યાદ રહે સેના થી ચડિયાતી નહિ) એટલે માત્ર દિવસમાં સ્વયંસેવકો સેનાના જવાન જેટલા કાર્યક્ષમ બની શકે. સ્વયંસેવકોની ક્ષમતા વાત છે અને ક્ષમતાના કેન્દ્રમાં શિસ્ત છે.

એટલું નહીં જ્યારે જ્યારે દેશને જરૂર પડી ત્યારે ત્યારે સ્વયંસેવકો અન્ય સૈનિકોની જેમ દેશની સુરક્ષામાં લાગી ગયા છે. દેશના મોટા ભાગના લોકો જાણે કે સંઘ અને સેના એકબીજાને સારી રીતે ઓળખે છે. સંબંધ પણ જુનો છે લગભગ દેશ આઝાદ થયો અને તરત ૧૯૪૭માં પાકિસ્તાની સેનાની કાશ્મીર સરહદે થઈ રહેલી ગતિવિધિઓ પર સંઘના સ્વયંસેવકોની નજર હતી. જ્યારે કબાલીઓના વેશમાં પાકિસ્તાનના સૈનિકો કાશ્મીરમાં ઘુસ્યા ત્યારે પંડિત નહેરુ "આપણે શું?ની સ્થિતિમાં હતા. સરદાર વલ્લભભાઈના કહેવાથી ગુરુજીએ મહારાજા હરિસિંહને ભારતમાં વિલય માટે મનાવ્યા. સેના કાશ્મીરને કબાઈલિઓથી બચાવવા તૈયાર હતી પરંતુ શ્રીનગરનું એરપોર્ટ તૈયાર નહોતું. ૧૩મી ઓક્ટોમ્બર ૧૯૪૭ના દિવસે કાશ્મીરના તત્કાલીન વડાપ્રધાન મહેરચંદજી બલરાજ મધોક પાસે રાત્રે ૧૨ વાગે મદદ માંગી. સવારે વાગ્યા સુધીમાં ૧૫૦ સ્વયંસેવકો કાશ્મીરની સરકારની મદદમાં આવી જાય એવી મહેરચંદજીની અપેક્ષા હતી. બલરાજ મધોકે રેનબાડી, પુરાના શહર અને અમીરકદલની શાખાના મુખ્યશિક્ષકોને ઊંઘમાંથી ઉઠાડીને સ્વયંસેવકોને જગાડવાનું કાર્ય સોંપ્યું. સવારે વાગ્યાથી સ્વયંસેવકો એકત્ર થવા લાગ્યા. લગભગ ૫૦૦ સૈનિકો માત્ર દંડને હથિયાર બનાવી ટ્રકોમાં બેસી બદામી બાગ છાવણી તરફ રવાના થયા. શ્રીનગરની હવાઈ પટ્ટી પણ સ્વયંસેવકોએ રાતોરાત બનાવી દીધી, કોટલીમાં વાયુસેના માટે રખાયેલ દા‚ગોળાની રક્ષા કરતા ચંદ્રપ્રકાશ અને વેદપ્રકાશ નામના બે સ્વયંસેવકો શહીદ થઈ ગયા. ફલારીમાં પણ સ્વયંસેવકો શહીદ થયા.

સંઘના સ્વયંસેવકો બીજી ઑગસ્ટ ૧૯૫૪ના દિવસે દાદરા નગર હવેલીમાં પોર્ટુગલ શાસનનો ઝંડો ઉતારી ભારતનો તિરંગો ફરકાવ્યો. યાદ રહે તિરંગો ફરકાવ્યો હતો ભગવો નહિ. ૧૯૫૪ની જુલાઈ માસમાં શરૂ થયેલ દાદરા, નગર હવેલી મુક્તિ સંગ્રામમાં ૨૧ જુલાઈને દિવસે દાદરા, ૨૮ જુલાઈના રોજ નરોલી અને ફીપારિયાને મુક્ત કરાવી અંતે પોર્ટુગીઝ શાસનની રાજધાની સેલવાસાને મુક્ત કરાવી ભારત સરકારને સંપૂર્ણ પ્રદેશ સોંપી દીધો.

૧૯૫૫માં ગોવા મુક્તિ સંગ્રામમાં સંઘ પ્રચારક જગન્નાથરાવ જોશીના નેતૃત્વમાં સંઘના કાર્યકર્તાઓ ગોવા પહોંચીને ગોવાના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ઝુકાવ્યું હતું. નહેરુ ગોવામાં સશસ્ત્ર હસ્તક્ષેપ કરવાના વિરુદ્ધમાં હતા. જગન્નાથ રાવ અને અન્ય કાર્યકર્તાઓને ગોવાની સરકારે ૧૦ વર્ષની સજા પણ કરી હતી. અંતે સ્થિતિ બદલાતા સેનાએ ગોવામાં પ્રવેશ કર્યો અને ૧૯૬૧માં ગોવા સ્વતંત્ર થયું. ૧૯૬૨ની ચીન સામેની લડાઈમાં પણ સંઘના સ્વયંસેવકો જીવની બાજી લગાવીને જોડાઈ ગયા હતા. સૈનિકોનું ટ્રાન્સપોર્ટેશન, માર્ગો પર ચોકસી, પ્રશાસનિક કાર્યોમાં મદદ, સરહદ પર સૈનિકો માટે જરૂરી માલસામાન પહોંચાડવા જેવા કાર્યોની સાથે શહીદ પરિવારોની ચિંતા પણ સ્વયંસેવકોએ કરી હતી.

૧૯૬૩ની ૨૬મી જાન્યુઆરીની પ્રજાસતાક દિવસની પરેડમાં પંડિત નહેરુની ઇચ્છાને માન આપી ૩૫૦૦ સ્વયંસેવકોએ પૂર્ણ ગણવેશમાં ભાગ લીધો હતો. નહેરુએ ત્યારે કહ્યું હતું કે "માત્ર લાઠીના બળ પર સફળતાપૂર્વક બોમ્બ અને ચીની સૈનિકોની સામે લડી શકાય છે બતાવવા માટે પરેડમાં ભાગ લેવા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને આકસ્મિક આમંત્રણ અપાયું હતું.

૧૯૬૫ની પાકિસ્તાન સામેની લડાઈના સમયે તત્કાલીન પ્રધાનમંત્રી લાલબહાદુર શાસ્ત્રી દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થા અને ટ્રાફિક નિયંત્રણને સ્વયંસેવકોના હસ્તક મૂકી હતી, અને એવી સેવાઓ બજાવતા પોલીસ કર્મીઓને સેનાની મદદ માટે મોકલ્યા હતા. ૧૯૭૧ના યુદ્ધમાં ફરીથી કાશ્મીરના એરપોર્ટ પરથી બરફ હટાવીને સેનાના ઉપયોગ માટે સ્વયંસેવકો તૈયાર કર્યા હતા. લેહનું એરફિલ્ડ પણ સ્વયંસેવકો બનાવ્યું હતું.

૧૯૬૫ યાદ આવે એટલે યુદ્ધની પરિસ્થિતિને પહોંચી વળવા તત્કાલીન પ્રધાનમંત્રી લાલબહાદુર શાસ્ત્રી કેટલાક અગ્રણીઓ ની બોલાવેલી બેઠક યાદ આવે, જેમાં ગુરુજીને પણ આમંત્રણ હતું. એક સજ્જન સાતત્યપૂર્વક શાસ્ત્રીજીને યોર આર્મી, યોર આર્મી કહી ને સવાલો કરી રહ્યા હતા ત્યારે ગુરુજીએ સજ્જનને લતાડતા કહ્યું હતું કે યોર આર્મી નહિ આપણી આર્મી કહો. ગુરુજી Our Army શબ્દોનો ઉચ્ચાર ભારતીય સેના સાથેના તાદામ્યને કારણે જેટલી સહજતા કર્યો હતો, એટલી સહજતાથી દિવસ માં સેના માટે જવાન તૈયાર કરવાની વાત મોહનજી કરી હતી.. મોહન ભાગવતજી ૧૯૯૩માં પણ નિવેદન આપીને સ્પષ્ટ કહ્યું હતું કે દેશ ને જયારે પણ જરૂર પડશે સ્વયંસેવકો સેના માં જોડવા તૈયાર છે. અને ખરેખર જ્યારે પણ દેશને જરૂર પડી સંઘ છે ત્યારે સ્વયંસેવકો પોતાના જીવની પરવા કર્યા વગર આગળ આવ્યા છે. સ્વયંસેવકોના મિજાજને ફિલ્ડ માર્શલ માણેકશા, ફિલ્ડ માર્શલ કરીઅપ્પા, જનરલ થીમૈયા અને જનરલ થોરાંતે પોતાની આત્મકથામાં સ્થાન આપ્યું છે. સુપ્રીમ કોર્ટના નિવૃત ન્યાયાધીશ જસ્ટીસ કે ટી થોમસે પણ હમણાં એક નિવેદનમાં કહ્યું હતું કે સંવિધાન, લોકતંત્ર અને સેના પછી ભારતીયો ને કોઈ સુરક્ષા આપી શકે એમ છે તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ છે.

* * *

(લેખક : રા.સ્વ.સંઘના ગુજરાત પ્રાંતના પ્રચાર પ્રમુખ છે)