દિવસમાં આ રીતે વાંચો ૮ કલાક, કંટાળો નહી આવે! ક્યારે, કેવી રીતે, ક્યા સમયે કેટલું વાચવું જોઇએ?

    ૨૩-ફેબ્રુઆરી-૨૦૧૮

 
 
પરીક્ષા થી અત્યાર સુધીનો સમય તમારા માટે ગોલ્ડન સમય છે. પરીક્ષાની કેટલી વાર છે? ખૂબ થોડી? ખૂબ ઓછો સમય છે તમારી પાસે? બસ આ સમય નો યોગ્ય ઉપયોગ કરી લો. ઈન્ટનેટ, ફિલ્મ, ટીવી, સીરીયલ, રખડપટ્ટી…આ બધું કરવા આખું જીવન છે જ. પણ હાલ સમય છે કંઇક કરી બતાવવાનો. યાદ રાખો આ સમય જો ગયો તો ફરી નહિ આવે. અને પછી જીવનભર પછતાવો રહેશે કે યાર વાંચી લીધું હોત તો સારું થાત. પણ હજી સમય ગયો નથી. જેટલો સમય છે તેનો ઉપયોગ કરો. એક દમ મન લગાવીને વાંચી નાંખો. અહિં દિવસમાં ૮ કલાક, ક્યારે, કેવી રીતે, ક્યા સમયે કેટલું વાચવું જોઇએ? એની એક રીત તમારા માટે. આ રીતે વાચશો તો કંટાળો નહી આવે! વાંચો…
 
કોઇને રાત્રે વાંચવાની ટેવ હોય છે તો કોઇને વહેલી સવારે વાંચવું ગમે છે. પણ અહિં અવું સમયપત્રક રજૂ થયું છે કે તમારે મોડા સુધી વાંચવું નહિ પડે અને વહેલા ઊઠવું પણ નહિ પડે. અને તમે દિવસમાં આરામથી હસતા-રમતા-મજા કરતા કરતા ૮ કલાક જેટલું વાચી શકશો.
 
# સૌથી પહેલા તમારે ચિંતા કરવાની નથી. નોર્મલ રહો અને આ ટાઈમ ટેબલને અનુશરો…
 
# સવારે તમારે ૮ વાગે ઉઠવાનું છે. ચાલે ને? ૮ થી ૯.૩૦ કલાક સુધીમાં તમે ફ્રેસ થઈ જાવ. ન્હાવો, બ્રેક્ફાસ્ટ કરો.
 
# સવારે ૯.૩૦ કલાકે હવે તમારે વાંચવા બેસી જવાનું છે. સવારે ૯.૩૦ થી ૧૨ વાગ્યા સુધી તમારે વાંચવાનું છે. આ અઢી કલાક તમારે એવા વિષયને વાંચવાનો છે જે તમને સૌથી કંટાળાજનક લાગતો હોય. કેમ કે આ સમયે તમે સૌથી ફ્રેસ હોવ છો. તમે પૂરતી ઊંઘ લઈને ફ્રેસ થઈને વાંચવા બેઠા છો. આ સમય ઊંઘ ન આવતી હોય તેવો દિવસનો સૌથી બેસ્ટ સમય છે. માટે કંટાજનક વિષયને વાંચવાં કંટાળો નહિ આવે.
 
# આ અઢી કલાકનું વાંચન કર્યા પછી તમારે એક અથવા દોઢ કલાકનો ફ્રેસ થવાનું છે. થોડું હેલ્દી ખવાનું ખાવ, થોડો આટો મારો, સંગીત સાંભળો. બપોરે ૧૨ થી ૧.૩૦ કલાક તમારે આ કરવાનું છે.
 
# ફરી ૧.૩૦ કલાક થી બપોરે ૩.૦૦ કલાક સુધી તમારે દોઢ કલાક વાંચવાનું છે. આ દોઢ કલાક વાંચવા માટે કોઇ એવો વિષય પસંદ કરો જે તમારો ફેવરેટ વિષય હોય. તમને ગમતો વિષય હોય. કેમ કે આ સમય ઊંધ આવે તેવો હોય છે. આ કંટાળા જનક સમય મનાય છે. માટે આ સમયમાં એવું વાંચો જે તમને ગમતું હોય.
 
# હવે તમારી પાસે બપોરે ૩ થી સાંજના ૫ વાગ્યા સુધીનો સમય છે. જે કરવું હોય તે કારો. તમને મજા આવે એ દરેક કામ કરો. થોડો આરામ કરી લો તો ઉત્તમ. આંખો ફ્રેસ થઈ જશે.
 
# સાંજે પાંચ વાગે ફરી તમારે વાંચવા બેસી જવાનું છે. સાંજે ૫ થી ૭.૩૦ સુધી એમ તમારે ૨.૩૦ કલાક વાંચવાનું છે. આ સમયમાં પણ તમને જે સૌથી મુશ્કેલ લાગતો વિષય તમારે વાંચવાનો છે. કેમ કે વાંચવા માટેનો આ પણ એક ઉત્તમ સમય છે.
 
# સાંજે ૭.૩૦ કલાક પછી તમારે એક કલાકનો ગેપ લેવાનો છે. અહિં પણ મજા કોરો. ટીવી જુવો, નેટ વાપરો, સીરીયલ જુવો, જે ગમતું હોય તે કરો. ભોજન કરો…
 
# ફરી ૮.૩૦ થી ૧૦.૩૦ સુધી વાંચવા બેસી જાવ. પછી સુઈ જાવ.
 
# રાત્રે ૧૧ થી સવારના ૮ વાગ્યા સુધી સુવો તો પણ ૯ કલાકની ઊંઘ થાય.
 
# હવે આ દિનચર્યા જુવો. હસતા-રમતા-મજા કરતા તમે ૮ કલાક કરતા વધારે વાંચી શકો છો અને વધારે આરામ પણ કરી શકો છો. હવે તમારે વધારે વાંચવું હોય તો આમાં થોડો ફેરફાર કરો. સવારે વહેલા ઊઠો. એ પણ સમય વાંચવા માટે સારો ગણાય છે. તમે આરામથી ૧૦ કલાક દિવસનું વાંચી શકો છો.
 
બસ ધ્યાન એ રાખવાનું છે કે જે સમય જે વાંચો તે એકાગ્રતાથી વાંચો. વિચારોમાં ખવાઈ ન જાવ. વાતોમા ખોવાઈ ન જવ. શક્ય હોય તો એક અગલ રૂમમાં વાંચો. વાંચતી વખતે રૂમ અંદરથી બંધ કરી લો. બધાને કહી દો આ સમયે કોઇ મને વાંચવામાં ખલેલ ન પહોંચાડો….હા આ માટે તમરી કોઇ મિત્રને (તમારી સાથે ભણતો )સાથે રાખવો હોય તો રાખી શકો.