આ વાંચી લો, આટલું વાંચ્યા પછી તમારા અક્ષર સુધરી જશે. અક્ષર સુધારવાની એક અસરકારક ટીપ્સ.

    ૨૬-ફેબ્રુઆરી-૨૦૧૮
 
 
પરીક્ષા આવી ગઈ છે. બધા તૈયારીમાં હશો. મિત્રો તમે જાણો છો તેમ ઘણા પરીક્ષાર્થીઓને એક સમસ્યા હશે. ખરબ અક્ષરની. પણ આ સુધરી શકે છે. તમને એ પણ ખબર હશે જ કે ખરાબ અક્ષરની પરીક્ષામાં , તમને મળતા માર્ક્સમાં ફરક પડે છે.
જરા વિચારો. તમારી ઉત્તરવહી તપાસવા બેસનાર શિક્ષક કેવો હશે. જ્યારે તમારી ઉત્તરવહી તે શિક્ષક તપાસતો હાશે ત્યારે તેનો મૂળ કેવો હશે. બની શકે કે તે ગુસ્સામાં હોય, ઉદાસ હોય, કંટાળેલો હોય. આવા સમયે જો તે તમારી ઉત્તરવહી તમાપસ્તો હોય તો તેના મૂળની અસર તમને માળનારા માર્ક્સ પર પડવાની. અને એમાય જો તમારા અક્ષર ખરાબ હશે તો નક્કી તમને તે શિક્ષક ઓછા માર્ક આપવાનો જ. પણ જો તમારા અક્ષર સારા અને ઉત્તરવહી સ્વચ્છ હશે તો તેનો ખરાબ મૂળ આપો આપ સારઓ થઈ શકે છે.
 
આજ કાલ ઓછા માર્ક આવે તો RTI દ્વારા પેપર રી ચેક કરાવવાની ફેસન ચાલી છે. પણ યાદ રહે કે જો માર્ક ઓછા મળે એટલે કે જો ૫ માંથી ૩ માર્ક મળે તો તે વધી ન શકે. જો તમારો જબાવ સાચો હોય અને શિક્ષકે માર્ક ન આપ્યા હોય તો જ તે માર્ક વધે છે.
માટે જો તમારા અક્ષર સારા હોય તો તમારા થોડા માર્ક વધી શકે છે એ નક્કી. એટલે અહિં તમારા માટે અક્ષર સુધારવાની એક નાનકડી પણ અસરકારક ટીપ્સ…
 
 
 
 
 
આ રહી ટીપ્સ…
 
યાદ કરો તમારા અક્ષર ખરાબ હોય એટલે તેને સુધારવા આપણા માતા પિતા કે શિક્ષક આપણે પ્રેક્ટીસ કરાવવા બેસાડી દેતા. પણ ધ્યાન રાખો. પ્રેક્ટીસથી ઝડપથી અક્ષર ન સુધરે. તેમાં ધીરજ જોઈએ. ખૂબ સમય પણ જાય. પણ તમારે પ્રેક્ટીસ નથી કરવાની…
 
તમારે માત્ર તમારી પેન પકડવાની સ્ટાઈલ બદલવાની છે.
આ સ્ટાઈલ કેવી હોવી જોઈએ તો જુવો આ આદર્શ ફોટો…
અનેક રીસર્ચ કહે છે કે દુનિયામાં કે લોકોના અક્ષર સારા આવે છે તે બધા મોટાભાગે આ રીતે પેન પકડે છે.
 

 
 
# ત્રણ આંગળી વડે જ પેન પકડેલી હોવી જોઇએ.
  
# આ ત્રણ આંગળી એટલે પહેલી આંગળી, બીજી આંગળી અને અંગૂઠો
 
# ધ્યાન રાખો પહેલી આંગળી અને અંગૂઠાથી તમારે પેનને પકડવાની છે અને બીજી આંગળી વડે તમારે પેનને નીચેથી સપોર્ટ આપવાનો છે.
 
# પેન પકડતી વખતે પહેલી આંગળીનો વળાંક અંદરની તરફ નહિ પણ બહારની તરફ હોવો જોઈએ.
 
# પેન પકડતી વખત બહું દબાણ પણ આપવાનું નથી અને બહું ઢીલી પણ પકદવાની નથી.
 
બસ આ રીતે પેન પકડી લખી જુવો, તમારા ખરાબ અક્ષર આવશે જ નહિ.
યાદ રાખો આ સારી રીતે લખવાની વિજ્ઞાની રીત છે. અનુસરો, માત્ર એક પાનું લખી જુવો, સરળતાથી ગ્રીપ આવી જશે….