હવે રાજસ્થાન, મધ્યપ્રદેશ , ગુજરાતમાં પણ રિલિઝ થશે 'પદ્માવત'?

    ૦૩-ફેબ્રુઆરી-૨૦૧૮

 
 
પદ્માવત હવે જયાં કરણી સેનાનો વિરોધ ત્યાં એટલે કે હવે રાજસ્થાન, મધ્યપ્રદેશ , ગુજરાતમાં પણ રિલિઝ થશે. આ પ્રકારના સંકેતો સ્વયં રાષ્ટ્રીય રાજપુત કરણી સેનાએ આપ્યો છે. એટલુ જ નહિ કરણી સેના તરફથી ભણસાલી પ્રોડકશનને ભરોસો પણ અપાયો છે કે અમે રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાતમાં વિરોધ નહી કરીએ. આ બધુ કરણી સેનાએ એક પત્રના માધ્યમથી કહ્યુ છે.
 
આ પત્ર રાષ્ટ્રીય કરણી સેનાના મુંબઈના અધ્યક્ષ યોગેન્દ્રસિંહએ લખ્યો છે. જેમા તેમણે લખ્યું છે કે કરણી સેનાના કેટલાક સભ્યોએ મુંબઈમાં આ ફિલ્મ જોઇ છે અને ફિલ્મ જોયા પછી એમ કહી શકાય કે ફિલ્મ અપમાન જેવું કશું નથી. ફિલ્મમાં રાજપૂતોની વીરતા અને બલિદાનની વાત કરવામાં આવી છે. ફિલ્મ જોઇ રાજપૂતો ગર્વ અનુભવશે. આથી અમે અમારો વિરોધ પાછો લઈએ છીએ અને અમે આ ફિલ્મને રાજસ્થાન, મધ્યપ્રદેશ , ગુજરાતમાં પણ રિલિઝ કરવા મદદ કરીશું.