રાજસ્થાનના કોટા-ચિત્તોડ હાઈવે પર જશોદાબેન મોદીની ગાડીને નડ્યો અકસ્માત

    ૦૭-ફેબ્રુઆરી-૨૦૧૮

 
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પત્ની જશોદાબેનનો રાજસ્થાનના કોટા-ચિત્તોડ હાઈવે પર એક્સિડન્ટ થયો હતો. એક અહેવાલ મુજબ, જશોદાબેન ભત્રીજાના લગ્ન પ્રસંગમાં હાજરી આપી ગુજરાત પરત જઈ રહ્યા હતા જ્યાં તેઓ માર્ગ અકસ્માતનો થયો હતો. મીડિયાના અહેવાલ મુજબ, આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું છે. જશોદાબેનને ચિત્તોડની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, જશોદાબેન બિલકુલ સુરક્ષિત છે અને માર્ગ અકસ્માત બાદ તે પોલીસકર્મીઓની સાથે ચાલીને ગાડીમાં બેઠા. ત્યારબાદ તેમને હોસ્પિટલ મોકલવામાં આવ્યા.મીડિયાથી મળેલી માહિતી પ્રમાણે જશોદાબેનની ગાડીને ટ્રેક્ટર ટ્રોલી સાથે સવારે 10 વાગતા એક્સિડન્ટ થઈ ગયો હતો. આ ઘટનામાં જશોદાબેનની ગાડીના ડ્રાઈવર બસંતનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું.