પંજાબમાંથી મળ્યા છે ચીની બનાવટના હથિયાર!

    ૦૭-ફેબ્રુઆરી-૨૦૧૮
 
 પ્રતિકાત્મક ફોટો
 
 મંગળવારે બીએસએફના જવાનોને પંજાબના ગુરદાસપૂરના ડેરા બાબા નાનક પાસેથી ખૂબ મોટી સંખ્યામાં ચીનમાં બનેલા એટલે કે મડ ઈન ચાઈના હથિયાર મળ્યા છે. બીએસેફના કહ્યા મુજબ ૬ મેગેજીન, ત્રણ એકે- ૪૭ અને ૧૫૦ ગોળીઓ મળી આવી છે જે ચીની બનાવટની છે. આ ઉપરાંત ૩૦ બોરની બે પિસ્તોલ, ૧૦૦ ગોળીઓ સહિત ૬ હેન્ડબોંબ પણ મળી આવ્યા છે. જો કે બીએસએફનું કહેવું છે કે આ હથિયારોને પાકિસ્તાનથી અહિં લાવવામાં આવ્યા છે.