ધોનીએ સાબિત કરી દીધુ કે તે દુનિયાનો નંબર વન કીપર છે…

    ૦૮-ફેબ્રુઆરી-૨૦૧૮

 
 
મહેન્દ્રસિંહ ધોની વગરની ટીમની કલ્પના કરો? કંઈક ખૂટતું હોય તેવું લાગશે. જેમ કે સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટમાં થયું. સાહા અને પાર્થિવ બન્ને અસરકારક ન રહ્યા. ઘણાના મનમાં થયુ કે ધોની ટેસ્ટમાં પણ હોવો જોઇએ. ઠીક છે! એ શક્ય નથી પણ ધોની વન-ડેમાં તો છે. અને તે તેનું કામ બરાબર કરી રહ્યો છે અને તે ટીમના ધુરંધરો પણ કહી રહ્યા છે અને મેદાનમાં તે જે કરી રહ્યો છે તેનાથે પણ સાબિત થાય છે.
 
પહેલી વાત ટીમના બે ધુરંધર સ્પીનર. કૂલદીપ અને ચહેલ. તે પોતાની દરેક વાતમાં એક ખેલાડીનું નામ અચૂક લે છે અને એ નામ છે મહેન્દ્રસિંહ ધોની. આવું કેમ? કેમ કે વિકેટ પાછળથી ધોની દ્વારા અપાતી સલાહ તેમના માટે ગોલ્ડન ગેફ્ટ સાબિત થઈ રહી છે. હાલ ટીમમાં કેપ્ટન ભલે વિરાટ હોય પણ મેદાનમાં મોટા ભાગનું કામ ધોનીના માર્ગદર્શન હેઠળ થતુ હોય તેવુ તમને લાગ્યા જ કરશે.
 
બુધવારે કેપટાઉનમાં જે ભારત અને સાઉથ આફ્રિકા સામે વન-ડે મેચ રમાઈ તેમાં ધોનીએ સ્ટપિંગમાં ૪૦૦નો આંકડો સિધ્ધ કર્યો. ૧૪ વર્ષમાં ૪૦૦ શિકાર. અને એ ૪૦૦મો એટલે સાઉથ આફ્રિકાનો કેપ્ટન મર્કારમ. એ વિડીઓ તમે જોવો તો લાગે કે આનાથી ઝડપી સ્ટપિંગ કોઇ કરી જ ન શકે. આમ પણ ધોની વિકેટ પાછળ સૌથી ઝડપી કીપર ગણાય છે અને કાલે તેણે સાબિત પણ કરી દીધુ. જુવો તમેન પણ એ વીડિઓ…