કાર્ટૂન ચેનલો પર જંક ફૂડની જાહેરખબરો હવે જોવા નહિ મળે!

    ૦૮-ફેબ્રુઆરી-૨૦૧૮

 
ભારત સરકારે બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખતા મોટો નિર્ણય લીધો છે. હવે કાર્ટૂન ચેનલો પર જંક ફૂડની જાહેરાતો બતાવવામાં આવશે નહીં. લોકસભામાં વિનાયક રાઉતના એક સવાલના જવાબમાં સૂચના અને પ્રસારણ મંત્રી રાજ્યવર્ધનસિંહ રાઠૌડે આ જાણકારી આપી હતી. કે, આ નિર્ણય બાળકોને જંક ફૂડથી બચાવવાનો એક પ્રયાસ છે. 9 જાણીતી ફૂડ કંપનીઓએ બાળકોની ચેનલો પર આ પ્રકારની જાહેરાત નહી કરવાનું વચન આપ્યું છે.
 
મંત્રીએ કહ્યું કે, આ સંદર્ભમાં FSSAI અને ભારતીય જાહેરખબર માનક પરિષદ વચ્ચે કરાર થયા છે. તેમણે કહ્યું કે, નવ મોટી કંપનીઓએ વિશ્વાસ અપાવ્યો છે કે તેઓ કાર્ટૂન ચેનલો પર આ પ્રકારની જાહેરાતો આપશે નહીં.