કવર સ્ટોરી : પદ્મ પુરસ્કાર : છેવાડાની વ્યક્તિના પરિશ્રમને સન્માન

    ૦૮-ફેબ્રુઆરી-૨૦૧૮ 

પદ્મ પુરસ્કાર દર વર્ષે આપવામાં આવે છે. વર્ષે પણ આપવામાં આવ્યા. યોગ્યતાને લઈ લગભગ દર વખતે કોઈના કોઈ નામને લઈ વિવાદ થયા છે, પરંતુ વર્ષે આપવામાં આવેલ પદ્મ પુરસ્કારો પરંપરાગત વિવાદોથી અને ટીકાઓથી દૂર રહ્યા છે, માટે વખતના પદ્મ પુરસ્કારો રેખાંકિત કરવા લાયક છે. દર વખતની જેમ વખતે પણ યાદીમાં કલા, સાહિત્ય અને રમત ક્ષેત્રનાં મોટાં મોટાં નામ છે, પરંતુ કેટલાંક નામોએ દેશવાસીઓને સુખદ આશ્ર્ચર્ય આપ્યું છે, કારણ કે એવાં નામો છે, જેમના વિશે યાદી જાહેર થયા અગાઉ ભાગ્યેજ કોઈએ સાંભળ્યું હશે, કારણ કે માધ્યમોમાં વિભૂતિઓને કાં તો જગ્યા નથી મળી કે, પછી મળવા બરોબર જગ્યા મળી છે, પરંતુ લોકોનાં કામ અને સામાજિક યોગદાને તેમને ખરા અર્થમાં નાયક બનાવ્યા છે. લોકોની ચર્ચા ભલે ખૂબ ઓછી થઈ હોય, પ્રથમ નજરે તે સાધારણ ભલે લાગતા હોય, પરંતુ સમાજ અને માનવતાના હિતમાં કરાયેલ તેમનાં કામ અને કામો માટેના તેમના ત્યાગ અને સંઘર્ષે તેમને અસાધારણ બનાવી દીધા છે. દેશના આવા નાગરિકોને સન્માનિત કરવા પુરસ્કારોનું અસલી ધ્યેય છે. વખતના પુરસ્કારોનાં નામની પસંદગી તેની મૂળભાવનાથી એકદમ નજીક જણાય છે. વખતે પદ્મશ્રી મેળવનારાઓમાં ગરીબોની સેવા કરનારા, મફત શિક્ષણ માટે શાળાઓ ખોલનાર અને વનવાસી કલાઓને વૈશ્ર્વિક રૂપે લોકપ્રિય બનાવનાર સાવ સામાન્ય લોકો સામેલ છે. આમ, સમાજના છેવાડાના નાગરિકોને દેશના ચોથા સૌથી મોટા સન્માનથી સન્માનિત કરી એક રીતે સન્માનનું સન્માન કરવામાં આવ્યું છે. સૌપ્રથમ વાત દેશના પરમ પુરસ્કારોની કરીએ.

પદ્મ પુરસ્કારને જાણીએ

પદ્મ પુરસ્કાર ભારતના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારોમાંનો એક છે. કલા, સમાજસેવા, લોકકાર્ય, વિજ્ઞાન, વ્યાપાર ઉદ્યોગ, ચિકિત્સા, સાહિત્ય, શિક્ષા, રમત-ગમત સહિતનાં વિવિધ ક્ષેત્રોમાં સન્માન આપવામાં આવે છે. સન્માન દર વર્ષે ૧૫મી ઑગસ્ટના રોજ જાહેર કરવામાં આવે છે અને સામાન્ય રીતે માર્ચ - એપ્રિલ મહિનામાં રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત સન્માન સમારોહમાં આપવામાં આવે છે. ૧૯૫૪માં સૌપ્રથમ વખત પરમ સન્માનની જાહેરાત કરવામાં આવી હતી. ૧૯૭૮, ૧૯૭૯, ૧૯૯૩, ૧૯૯૭ના વર્ષ સિવાય પુરસ્કારો દર વર્ષે અપાયા છે. એક વર્ષમાં ૧૨૦ વ્યક્તિઓને પુરસ્કારો આપવામાં આવે છે.

હમણાં સુધી કોઈ પણ સંસ્થા, સાંસદ, ધારાસભ્ય, મંત્રી કે સરકાર કોઈ નામની ભલામણ કરે અને પદ્મ પુરસ્કારોની યાદી બની જતી હતી. ૧૫૦થી ૨૦૦ લોકોની યાદી બનતી અને તેમાંથી વધુમાં વધુ ૧૨૦ લોકોની પસંદગી થતી, પરંતુ નવી સરકારે સન્માનના દ્વાર સામાન્ય(આમ) જનતા માટે પણ ખોલી દીધાં અને લોકો ખુદ પોતાનાં નામ સન્માન માટે મોકલી શકે એવી વ્યવસ્થા કરવામાં આવી. પરિણામે ઉમેદવારોની સંખ્યામાં ૧૦ ગણો વધારો થયો છે. વર્ષે પદ્મ પુરસ્કારો માટે સરકારને ૧૫,૭૦૦થી વધુ અરજીઓ મળી હતી, જેમાંથી ૮૫ લોકોને સન્માન આપવામાં આવ્યું છે, જેમાં ૩ને પદ્મ વિભૂષણ, ૯ને પદ્મભૂષણ તો ૭૩ને પદ્મશ્રી પુરસ્કાર આપવામાં આવ્યા છે.

પદ્મ વિભૂષણ

પદ્મ પુરસ્કાર ભારતરત્ન બાદ ભારતનું બીજું સૌથી મોટું નાગરિક સન્માન છે. સન્માન કોઈ પણ ક્ષેત્રમાં વિશિષ્ટ અને ઉલ્લેખનીય સેવા માટે આપવામાં આવે છે. સન્માનમાં પુરસ્કાર ‚પે ૧૩/૧૬ ઈંચનો કાંસાનો એક બિલ્લો આપવામાં આવે છે, તેનાં કેન્દ્રમાં એક કમળનું ફૂલ હોય છે, તેમાં સફેદ રંગની પાંદડીઓ હોય છે. ફૂલની ઉપર નીચે પદ્મવિભૂષણ લખેલું હોય છે. બિલ્લાના પાછલા ભાગમાં અશોક ચિહ્ન હોય છે.

પદ્મભૂષણ

પદ્મભૂષણ પુરસ્કાર ભારતરત્ન અને પદ્મવિભૂષણ બાદ ભારતનું ત્રીજું સૌથી મોટું સન્માન છે. સન્માન ભારત સરકાર દ્વારા ઉત્કૃષ્ટ કોટિની વિશિષ્ટ સેવા માટે આપવામાં આવે છે. સન્માનમાં પણ કાંસાનો બિલ્લો આપવામાં આવે છે, તેમાં પણ વચ્ચે કમળનું ફૂલ બનેલું હોય છે, જેની ત્રણ પાંખડીઓ તેને આવરી રાખે છે, તેની ઉપર નીચે પદ્મભૂષણ લખેલું હોય છે.

પદ્મશ્રી

પદ્મશ્રી પુરસ્કાર ભારતરત્ન, પદ્મવિભૂષણ અને પદ્મભૂષણ બાદ ભારતનું ચોથું સૌથી મોટું નાગરિક સન્માન છે. સન્માન ભારત સરકાર દ્વારા કોઈ પણ ક્ષેત્રમાં વિશિષ્ટ સેવા પ્રદાનના ફળસ્વરૂપે આપવામાં આવે છે. સન્માનમાં પણ કાંસાનો બિલ્લો આપવામાં આવે છે, જેમાં કમળનું ફૂલ બનેલું હોય છે.

કેવી રીતે અપાય છે પદ્મ પુરસ્કાર

સન્માનનાં નામો પર વિચાર કરવા માટે પ્રધાનમંત્રી દ્વારા દર વર્ષે એક સમિતિનું ગઠન કરવામાં આવે છે. પદ્મ પુરસ્કારોની ભલામણ રાજ્ય સરકાર, સંઘ રાજ્ય પ્રશાસન, કેન્દ્રીય મંત્રાલય વિભાગ સાથે-સાથે ઉમદા સંસ્થાનો વગેરે પાસેથી મેળવવામાં આવે છે, ત્યાર બાદ સમિતિ નામો પર વિચાર કરે છે. પુરસ્કાર સમિતિની ભલામણ બાદ પ્રધાનમંત્રી, ગૃહમંત્રી અને રાષ્ટ્રપતિ તેના પર વિચાર કરે છે, ત્યાર બાદ ગણતંત્ર દિવસની પૂર્વસંધ્યાએ નામોની જાહેરાત કરવામાં આવે છે.

પદ્મ પુરસ્કારોની પસંદગીમાં વધુ પારદર્શિતા લાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ૨૦૧૭માં પદ્મ પુરસ્કારોની અરજી માટેના નિયમોમાં પરિવર્તન કરવામાં આવ્યું. સરકાર દ્વારા એક પોર્ટલ શરૂ કરાયું, જ્યાં વ્યક્તિગત‚પે, મંત્રાલયો, રાજ્ય સરકારો દ્વારા કરવામાં આવેલી ભલામણો સ્વીકારવામાં આવે છે. પોર્ટલ સિવાય કોઈ પણ બીજી રીતે કરાયેલ અરજી સ્વીકારવામાં આવતી નથી. ભલામણ કરનારને તેનું નામ અને આધારકાર્ડ લખવાં ફરજિયાત છે.

આગળ ઉલ્લેખ થયો છે તેમ, વખતના પદ્મશ્રી પુરસ્કારોમાં નામી અને પ્રસિદ્ધ વ્યક્તિત્વની સાથે-સાથે દેશના એવા સામાન્ય નાગરિકોનો પણ સમાવેશ કરવામાં આવ્યો, જેઓ ભલે ચર્ચામાં ના રહ્યાં હોય પરંતુ ગુમનામીમાં રહીને પણ દેશ માટે અને સમાજ માટે અપ્રતિમ કાર્ય અને સેવા કરી રહ્યા છે. વાત આવા કેટલાક ગુમનામ નાયકોની જેમણે દેશના ચોથા સૌથી મોટા સન્માન પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે.

પ્રાકૃતિક ઉપચારનાં જડીબુટ્ટી પદ્મશ્રી લક્ષ્મીકુટ્ટી

કેરળનાં ૭૫ વર્ષીય લક્ષ્મીકુટ્ટી નામનાં વૃદ્ધા દેશના કોઈ અંતરિયાળ વનવાસી વિસ્તારના વૃદ્ધા જેવાં દેખાય છે. સામાન્ય દેખાવ, સામાન્ય પહેરવેશ અને અત્યંત સાદાઈભર્યું જીવન જીવનાર વૃદ્ધા અહીંના વનવાસી વિસ્તારના ગરીબ લોકો માટે સંજીવની જડીબુટ્ટીથી કમ નથી. પ્રકૃતિની મદદથી તેઓ છેલ્લા કેટલાય દાયકાઓથી લોકોની બીમારીઓ દૂર કરી રહ્યાં છે. તિરુવનંતપુરમ્ના કલ્લાર ફૉરેસ્ટ એરિયામાં રહેતા લક્ષ્મી અમ્મા છેલ્લાં ૫૦ વર્ષોથી પારંપરિક ઔષધિઓથી લોકોનો ઇલાજ કરી રહ્યાં છે. પોતાના વડવાઓના અનુભવ અને પોતાના અનુભવથી જંગલમાં ઊગતી વનસ્પતિઓમાંથી ૫૦૦ જેટલી દવાઓ બનાવી છે. તેમની દવાઓ જંગલી જંતુઓના ડંખ અને સાપના ડંખ સામે અકસીર માનવામાં આવે છે, તેમના સ્વાસ્થ્ય ક્ષેત્રે અપ્રતિમ યોગદાન બદલ કેરળ સરકારે તેમને નટૂ વૈદ્યરત્ન પણ આપ્યું છે. લક્ષ્મી કહે છે કે, પ્રકૃતિ આપણને તમામ બીમારીઓની દવા આપે છે. મને પારંપરિક ઔષધીઓનું જ્ઞાન મારી મા પાસેથી મળ્યું છે. લોકો મારી પાસે ઝેરના મારણની દવા લેવા આવે છે. ભલે ગમે તેટલો ઝેરી સાપ કરડ્યો હોય, હું તેનો ઇલાજ સહેજમાં કરી લઉં છું, તેઓ કહે છે કે, રસ્તો હોવાથી અહીંના ગરીબ લોકોને તાત્કાલિક ઇલાજ માટે શહેર જવામાં મોડું થઈ જાય છે, તેવામાં દર્દીનું મૃત્યુ થઈ જાય છે. ખુદ મારો દીકરો પણ રસ્તાના અભાવે સારવારમાં મોડું થતાં મૃત્યુ પામ્યો હતો, ત્યાર બાદ મેં અહીંના લોકોને ‚રી સારવાર માટે બહાર જવું પડે તેને મારું મિશન બનાવી દીધું હતું.

૯૯ વર્ષની ઉંમરે ૧૮ શાળાઓ ચલાવે છે : સુધાંશુ બિશ્ર્વાસ

સ્વતંત્રતા સેનાની સુધાંશુ બિશ્ર્વાસને પદ્મશ્રી સન્માન તેમની અભૂતપૂર્વ સામાજિક સેવાને કારણે મળ્યું છે. સ્વતંત્રતા સેનાની એવા સુધાંશુજી ૯૯ વર્ષની ઉંમરે પણ ૧૮ જેટલી શાળાઓ ચલાવે છે, જેમાં તેઓ બાળકોને શિક્ષણથી માંડી જમવાનું તદ્દન મફત આપે છે.

સુધાંશુજી કહે છે કે, ત્યારે હું સાતમા ધોરણમાં હતો, જ્યારે હું પ્રથમવાર સ્વતંત્રતા સેનાની નૃપેન ચક્રવર્તીને મળ્યો અને સ્વતંત્રતા આંદોલનમાં જોડાયો. ૧૯૩૯માં હું મેટ્રિકની પરીક્ષા આપી રહ્યો હતો, ત્યારે મારી ધરપકડ થઈ, ત્યારથી મારા મનમાં બાળકોને નિર્બાધ શિક્ષણ આપવાનાં બીજ રોપાઈ ગયાં હતાં. હું ૧૯૪૮માં વિવેકાનંદથી એટલો તો પ્રભાવિત થયો કે, હિમાલયમાં સાધુઓ પાસે રહેવા ચાલ્યો ગયો અને ૧૪ વર્ષ સુધી સાધના કરી સમાજસેવા કરવા પરત ફર્યો. સમાજસેવા માટે પણ પૈસાની ‚ તો પડે , માટે ૧૯૬૨માં નાનો ધંધો ‚ કર્યો અને તેમાં થોડુંઘણું કમાતાં તેઓએ એક શાળા અને આશ્રમનું નિર્માણ કર્યું. તેમની શાળા પશ્ર્ચિમ બંગાળના અંતરિયાળ વિસ્તારમાં શ્રી રામકૃષ્ણ સેવાશ્રમના નામે ‚ થઈ, જ્યાં બાળકોને મફત શિક્ષણ અને જમવાનું આપવામાં આવતું. ધીરે ધીરે શાળામાં આવતાં બાળકોની સંખ્યા વધતી ગઈ અને નવી આશ્રમશાળાઓ ખૂલતી ગઈ. આજે તેઓ આવી ૧૮ શાળાઓ ચલાવે છે. એક સમયે તેમને માટે સરકાર ભંડોળ આપતી હતી, પરંતુ તેમણે હવે સરકારી સહાય લેવાનું પણ બંધ કરી દીધું છે. હાલ તેઓ ખુદના ખર્ચે સમાજસેવાનું કામ કરી રહ્યા છે.

શાકભાજી વેચી ગરીબો માટે હૉસ્પિટલ બનાવી : સુભાષિની મિસ્ત્રી

સુભાષિની મિસ્ત્રી પશ્ર્ચિમ બંગાળનાં રહેવાસી છે, તેઓ કહે છે : ૧૯૪૩માં મારા જન્મ વખતે પશ્ર્ચિમ બંગાળમાં કારમો દુષ્કાળ પડ્યો. ૧૪ ભાઈબહેનોમાં ૭નાં મૃત્યુ થયાં. કુમળી વયે તેમનાં લગ્ન થઈ ગયાં. દારુણ ગરીબીમાં ૧૯૭૧માં સારવારના અભાવે તેમના પતિનું પણ મૃત્યુ થયું. અત્યંત ગરીબ પરિસ્થિતિમાં જીવતી સુભાષિની પર બાળકોનાં પેટ ભરવાની જવાબદારી આવી પડી, તે શાકભાજી વેચી તેનું અને બાળકોનું પેટ ભરવા લાગી, પરંતુ સારવારના અભાવે ઉજડેલ સુહાગનું દુ: તેમને સતત ડંખ્યા કરતું. ડંખે તેમના મનમાં ગરીબો માટે હૉસ્પિટલ ઊભી કરવાના વિચારને જન્મ આપ્યો, પરંતુ માત્ર દિવાસ્વપ્ન જોવાથી કાંઈ મોટાં-મોટાં કામ થતાં નથી, તે માટે અધધ પૈસાની જરૂર પડે અને પૈસા માટે પરિશ્રમ કરવો પડે, પરંતુ હાર માને તો સુભાષિની શેના ? તેઓએ ૨૦ વર્ષ સુધી શાકભાજી વેચી, બૂટ પૉલિશ કરી અને એક એક ‚પિયો બચાવ્યો.

૧૯૯૨માં તેઓએ હંસપુરકર ગામમાં ૧૦,૦૦૦ ‚પિયામાં એક એકર જમીન ખરીદી. જમીન પર કામચલાઉ ધોરણે એક શેડ બનાવ્યો અને લાઉડ સ્પીકર દ્વારા શહેરના તબીબોને અહીં આવી મફત સેવા આપવાની અપીલ કરી. તેમની મહેનત રંગ લાવી અને પ્રથમ દિવસે અહીં ૨૫૨ લોકોએ સારવાર લીધી. દિવસે દિવસે હૉસ્પિટલમાં સુધારા થતા ગયા.

આજે હૉસ્પિટલ ,૦૦૦ સ્ક્વેર ફિટમાં વિસ્તરી ચૂકી છે. હૉસ્પિટલમાં ગરીબોની મફતમાં સારવાર કરવામાં આવે છે અને ગરીબી રેખા ઉપરના લોકો પાસેથી માત્ર ૧૦ રૂપિયા જેવી નજીવી ફી લેવામાં આવે છે.

સુભાષિની હૉસ્પિટલમાં ૨૪ કલાક સારવાર આપવા માંગે છે. તે કહે છે કે હૉસ્પિટલને તમામ સુવિધાઓથી સંપન્ન કરવાનું મારું સ્વપ્નું છે. અથાગ મહેનત અને ગરીબો માટે કંઈક કરી છૂટવાની ગરીબીમાં રહીને પોતાની જાત ઘસી નાખનાર સુભાષિની મિસ્ત્રીને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યાં છે.

બેકાર વસ્તુઓમાંથી રમકડાં બનાવનાર : અરવિંદ ગુપ્તા

૬૪ વર્ષના અરવિંદ ગુપ્તા મહારાષ્ટ્રમાં રહે છે. તેઓને શિક્ષણ અને સાહિત્ય ક્ષેત્રમાં પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે. અરવિંદ ગુપ્તા ઘરના નકામા કચરામાંથી રમકડાં બનાવવામાં મહારત છે. આઈ.આઈ.ટી.નો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેઓએ પોતાનું સમગ્ર જીવન શિક્ષણ માટે સમર્પિત કરી દીધું છે. છેલ્લા ચાર દાયકામાં તેઓ ,૦૦૦ શાળાઓનો પ્રવાસ કરી ચૂક્યા છે. રમકડાં બનાવવા પર તેઓ ૧૮ ભાષાઓમાં ૬૨,૦૦૦ ફિલ્મો બનાવી ચૂક્યા છે, એટલું નહીં, તેઓ પોતાની વેબસાઈટ પર ૧૨ પુસ્તકો મફતમાં ઉપલબ્ધ કરાવે છે. તેઓના કાર્યની દૂરદર્શન પર ૮૦ના દાયકામાં પ્રસારિત થતા શો તરંગમાં પણ પ્રશંસા કરવામાં આવી હતી. ઘરના કચરામાં અને નકામી વસ્તુઓમાંથી રમકડાં કેવી રીતે બનાવી શકાય, મુદ્દે તેમની સાથેનો ટેડ ટોક વિશ્ર્વમાં ખાસ્સો ચર્ચિત રહ્યો હતો.

૯૭ વર્ષનાં દાયી : સુલગટ્ટી નરસમ્મા

મા બનવું એક મહિલાનો બીજો જન્મ ગણાય છે. સુરક્ષિત પ્રસવ કરાવવો એક મોટી જવાબદારી હોય છે. કર્ણાટકના ૯૭ વર્ષના સુલગટ્ટી નરસમ્મા આવાં એક મહિલા છે, જેઓએ સુરક્ષિત પ્રસૂતિ કરાવી હજારો જિંદગીઓ બચાવી છે. ૯૭ વર્ષનાં દાયી કર્ણાટકના દુમકુરમાં રહે છે, તેઓએ ગત ૭૦ વર્ષમાં ૧૫,૦૦૦થી વધુ પારંપરિક પ્રસૂતિઓ સુરક્ષિત રૂપે કરાવી છે. કર્ણાટકના પછાત ગણાતા વિસ્તારમાં મેડિકલ સુવિધાઓ લગભગ હોવા બરાબર છે, ત્યારે કોઈ પણ પ્રકારના આધુનિક સાધનો વગર તેઓ વર્ષોથી અહીંની ગરીબ મજદૂર પરિવારની મહિલાઓની સફળ અને સુરક્ષિત પ્રસૂતિ કરાવી રહ્યાં છે. સુલગટ્ટી કહે છે કે, ૧૯૪૦માં હું જ્યારે ૨૦ વર્ષની હતી, ત્યારે મેં સૌપ્રથમ વખત કોઈનો પ્રસવ કરાવ્યો હતો, ત્યારે મને નહોતી ખબર કે મારું કામ એક દિવસ મને આટલું મોટું સન્માન અપાવશે. તેમના સેવાકાર્ય બદલ તેમને ટુમકુર વિશ્ર્વવિદ્યાલય દ્વારા માનદ ડૉક્ટરની પદવી આપવામાં આવી છે. ૨૦ વર્ષથી શરૂ થયેલ તેમની સેવાસફર ૯૭ વર્ષે પણ ચાલુ છે. તેઓ આજે પણ કર્ણાટકના પછાત વિસ્તારોમાં નિ:શુલ્ક પ્રસવ કરાવે છે. તેમની પરંપરાગત પ્રસૂતિપ્રક્રિયાને ૧૮૦ તાલીમાર્થીઓને શીખવાડાઈ રહી છે.

ચિત્રકામ થકી આદિવાસી કલાને વિશ્ર્વ સમક્ષ મૂકનાર : ભજ્જૂ શ્યામ

મધ્યપ્રદેશના ૪૬ વર્ષના ભજ્જૂ શ્યામ વનવાસી સમુદાયના ગોંડ કલાકાર તરીકે ઓળખાય છે. ભારતમાં ભલે તેઓને મળવા બરાબર પ્રસિદ્ધિ મળી હોય, પરંતુ પોતાની કલાને કારણે તેઓ સમગ્ર યુરોપમાં પ્રસિદ્ધ બની ચૂક્યા છે. તેમના વનવાસી કલાનાં અનેક ચિત્રો પુસ્તકનું ‚ લઈ ચૂક્યાં છે. ‘ લંડન જંગલ બુકની ૩૦,૦૦૦ નકલો વેચાઈ ચૂકી છે અને તેમનું પુસ્તક વિદેશી ભાષાઓમાં છપાયું છે. ભારતીય પરંપરાગત કલાને તેઓએ નેધરલેન્ડ, જર્મની, ઇંગ્લૅન્ડ, ઈટલી, કિર્ગિઝસ્તાન, ફ્રાન્સ સહિતના દેશોમાં પહોંચાડી છે. વનવાસી ગરીબ પરિવારમાં તેમનો જન્મ થયો હતો. જીવન ચલાવવા તેઓ રાત્રે ચોકીદારની નોકરી કરવા મજબૂર હતા, ઇલેક્ટ્રિશિયનનું કામ પણ કર્યું. આજે તેઓ ગોંડ કલાકારના રૂપે વિશ્ર્વ આખામાં પ્રસિદ્ધ છે.

અનેક વિશેષ મહાનુભાવો

સિવાય પણ એવાં અનેક નામો છે જે ઓછા જાણીતા પણ સમાજમાં કંઈક વિશિષ્ટ કરી રહ્યા છે કે કરી રહ્યા છે. આવાં એક છે

  • નેત્રરોગ વિશેષજ્ઞ સંયુક્ત રુડત, તેઓએ મોતિયાની સર્જરી પર થતા ખર્ચમાં ૯૦ ટકા ઘટાડવાનું કામ કર્યું છે, તેઓ મોતિયાના ઑપરેશનમાં ઉપયોગમાં લેવાતા નજીવી કિંમતના લૅન્સની ૩૦થી વધુ દેશોમાં નિકાસ(નિર્યાત) કરે છે. તેઓ દર અઠવાડિયે ,૫૦૦ જેટલા દર્દીઓનું ઑપરેશન કરે છે અને ગરીબ કે પૈસા ચૂકવવામાં અસમર્થ દર્દીઓ પાસેથી પૈસા પણ વસૂલતા નથી.
  • સમ્યત રામટેકેએ ૧૯૯૧માં સિકલસેલ બીમારીને લઈને એક અભિયાન ચલાવ્યું હતું. કોઈ ચિકિત્સકની પૃષ્ઠભૂમિ હોવા છતાં પણ તેઓએ બીમારીની જાણકારી મેળવી અને સમય સાથે તેના વિશેષજ્ઞ બની ગયા.
  • લેટિના . ઠક્કર સ્થાનિક લોકો લેટિનાને ઉત્સૂ, ઉર્ફ દાદી તરીકે ઓળખે છે. પ્રખર ગાંધીવાદી લેટિના નાગાલેન્ડના ચુયુઈમલાંગ ગામ સ્થિત ગાંધી આશ્રમમાં દાયકાઓથી સેવા આપી રહ્યાં છે. પોતાના ગામની સૌપ્રથમ ૭મું પાસ કરનાર મહિલા ટાઢ, તડકો હોય કે પછી વરસાદ નાગાલૅન્ડની પહાડીઓમાં અહિંસા અને ગાંધીવિચારોનો પ્રચાર કરે છે.
  • યેશી ઘોંદેન તિબેટિયન ચિકિત્સા પદ્ધતિનો પાયો નાખનાર ડૉ. યેશી ઘોદેન પુરાતન તિબેટિયન ચિકિત્સા પદ્ધતિથી લોકોનો ઇલાજ - સેવા કરે છે. ૮૫ વર્ષનાં યેશી ૧૯૬૦ થી ૧૯૮૦ દરમિયાન દલાઈ લામાના ખાસ ચિકિત્સક રહી ચૂક્યાં છે. તેઓ ગાયક અને મ્યુઝિક કંપોઝર આદેશ શ્રીવાસ્તવના કૅન્સરનો ઇલાજ કરી ચૂક્યાં છે. તેઓ માત્ર નાડી, ચહેરાના હાવભાવ, જીભ, આંખો અને વ્યક્તિના મૂત્રને આધારે તેને થયેલા રોગ વિશે જણાવી દે છે.
  • બાંગ દંપતી મહારાષ્ટ્રના નક્સલ પ્રભાવિત એવા ગઢચિરૌલીમાં છેલ્લાં ૩૦ વર્ષથી સ્વાસ્થ્યસેવાઓ આપી રહ્યાં છે. અહીંનાં ગરીબ વનવાસીઓ દંપતીને ભગવાન માને છે. નક્સલવાદીઓ પણ ચિકિત્સક દંપતીને માનની નજરે જુએ છે.

 

મૂઠી ઊંચેરા ગુજરાતીઓને પદ્મશ્રી સન્માન

ગણતંત્ર દિવસની પૂર્વસંધ્યાએ કેન્દ્ર સરકારે જાહેર કરેલા પદ્મ ઍવોર્ડમાં ત્રણ અમદાવાદીનો પણ ગર્વભેર સમાવેશ કરવામાં આવ્યો હતો. પત્રકારત્વમાં ઊંડું ખેડાણ કરનારા ફોટોજર્નાલિસ્ટ ઝવેરીલાલ મહેતા, ગુજરાતના સિનિયર મૉસ્ટ કેન્સર નિષ્ણાત ડૉ. પંકજભાઈ શાહ અને વરિષ્ઠ સનદી અધિકારી એસ. એસ. રાઠોડ તથા અભિનેતા શ્રી મનોજ જોશીનો સમાવેશ થાય છે.

લોકોને ફોટો વાંચતા કરનારા ઝવેરીલાલ મહેતા

૯૦ વર્ષની ઉંમરે કેમેરા પર અદ્ભુત કમાન્ડ જો કોઈનો હોય તો તે એકમાત્ર ઝવેરીલાલ મહેતાનો છે એવું કહેવામાં ગુજરાતી પત્રકારત્વ સાથે જોડાયેલી કોઈ વ્યક્તિ અતિશયોક્તિ અનુભવે નહીં. અખબારમાં કોઈ એક વ્યક્તિનો ફોટોગ્રાફ છપાય તેની કોઈ રાહ જોવામાં આવતી હોય અને એક ઉપન્યાસ કરતાં પણ વધારે ઊંડાણપૂર્વકની તેમની ફોટોલાઇન વાંચવામાં માણસ ડૂબી જાય એવી પરંપરા ઊભી કરનારા ઝવેરીલાલ મહેતાને કેન્દ્ર સરકારે ગુરુવારે પદ્મશ્રી પુરસ્કારથી નવાજ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, ‘મને ગુજરાતની જનતાએ તો ક્યારનોય ઍવોર્ડ આપી દીધો છે. કેન્દ્ર સરકારે મારા કામની કદર કરી બદલ તેમનો ખૂબ ખૂબ આભારી છું. કારકિર્દીની શરૂઆત સમાચારોના ફોટોગ્રાફ સાથે કરી. મોરબીના પૂરથી લઈને ૨૦૦૧ના ભૂકંપ સુધી સતત સમાચારોની સાથે રહ્યો. છેલ્લાં ૨૦ વર્ષથી માનવીય સંવેદનાઓને હચમચાવતા વિષયો પર ફોટોગ્રાફી કરવાનો આનંદ અનેરો રહ્યો છે.’

કૅન્સરની સારવારમાં ગુજરાતની ઓળખ - ડૉ. પંકજ શાહ

ડૉ. પંકજભાઈએ કહ્યું હતું કે, ગુજરાત કૅન્સર સોસાયટી અને સદ્વિચાર પરિવારમાં મને તબીબી ક્ષેત્રે સામાજિક સેવા કરવાની જે તક મળી માટે હું ઓન્કોલોજી ક્ષેત્રના તમામ સાથીદારો ખાસ કરીને સ્વ. ડૉ. ટી. બી. પટેલનો આભારી છું. પંકજભાઈએ કહ્યું હતું કે મેં કારકિર્દીની શરૂઆત ફિઝિશિયન તરીકે કરી હતી, પરંતુ ડૉ. ટી. બી. પટેલે મારી ટેલેન્ટની કદર કરી મને જર્મનીમાં ઓન્કોલોજીની ટ્રેનિંગ લેવા મોકલ્યો ત્યારે ક્ષેત્રમાં માત્ર ફક્ત બે અન્ય તબીબો હતા. આજે સમગ્ર દેશમાં ૩૦૦થી વધુ તજ્જ્ઞો મારા ક્ષેત્રમાં છે, જે પૈકી ૧૦૦ જેટલા વિદ્યાર્થીઓને તૈયાર કરવાનું શ્રેય મારી સંસ્થાને સાંપડ્યું છે અને ભગીરથ કાર્યમાં મારાં પત્ની ડૉ. પ્રવીણાબહેન ઉપરાંત મને તક આપનાર જયકૃષ્ણભાઈ, અરવિંદભાઈ, પ્રશાંત કિનારીવાલા અને પંકજભાઈ પટેલ સર્વેનો આભારી છું. ગુજરાત કૅન્સર સોસાયટી શ્રેષ્ઠ સંસ્થા બની શકી તેનું શ્રેય મહાનુભાવોને જાય છે.

અદ્ભુત કલાકાર મનોજ જોષી

અભિનેતા મનોજ જોષીને પણ પદ્મશ્રીથી સન્માનવામાં આવ્યા છે. ફિલ્મ નાટકમાં અભિનય થકી ક્ષેત્રે ઊંચાઈનાં નવા શિખરો સર કરનાર મનોજ જોષીએ ગુજરાતી, હિન્દી, મરાઠી ફિલ્મોમાં પણ અભિનયનાં ઓજસ પાથર્યાં છે. મનોજ જોશીને લોકો તેમના નામ કરતાં ચાણક્યના નામથી વધારે ઓળખે છે. તેઓએ પાત્ર થકી આજની પેઢીને ચાણક્ય નીતિ શીખવી છે.

નર્મદા યોજનાની સફરના શિલ્પી એસ. એસ. રાઠોડ

નર્મદા નિગમના ચૅરમૅન અને મૅનેજિંગ ડિરેક્ટર એસ. એસ. રાઠોડે પદ્મશ્રી ઍવોર્ડ અંગે પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે ભારત સરકારે નર્મદા નિગમ ઉપરાંત અગાઉ ગુજરાતના સિંચાઈ વિભાગ તથા રોડ્સ ઍન્ડ બિલ્ડિંગ્સમાં એડિશનલ ચીફ સેક્રેટરી તરીકે મારી કામગીરીની તથા સેવાની કદર કરીને ખિતાબ આપ્યો છે બદલ હું સરકારનો આભારી અને ઋણી છું. ગુજરાત કેડરના સુરતના ભૂતપૂર્વ મ્યુનિ. કમિશનર એસ. આર. રાવ બાદ પદ્મશ્રી મેળવનાર રાઠોડે કહ્યું હતું કે મારા પરિવાર અને મિત્રો ઉપરાંત સરકારના સાથીદારો, ખાસ કરીને ઇજનેરો તથા અધિકારીઓએ આપેલા સાથ અને સહકારના કારણે ગુજરાતે સિંચાઈ, માર્ગ અને મકાન તથા નર્મદા યોજનામાં બેનમૂન કામગીરી કરી છે, તેમાં સહભાગી થવા બદલ હું ગૌરવ અનુભવું છું. નર્મદા યોજનાના છેલ્લા તબક્કામાં બંધના ગેટ્સ બનાવવા, યોજના અતિરિક્ત પાણીનો સદુપયોગ કઈ રીતે કરી શકાય આયોજનમાં પણ રાઠોડની મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહી છે.