અપરાધની આગમાં શેકાતું બાળપણ

    ૦૯-ફેબ્રુઆરી-૨૦૧૮  • ઉત્તરપ્રદેશના લખનઉના અલીગંજની બ્રાઈટલૅન્ડ શાળામાં પ્રથમ ધોરણમાં અભ્યાસ કરતા એક બાળક પર ધો. ૮ની વિદ્યાર્થિનીએ ચક્કા વડે હુમલો કરી ઉપરાઉપરી ઘા કર્યા, કારણ તે શાળામાં રજા મળે એવું ઇચ્છતી હતી.
  • હરિયાણાના યમુનાનગરની એક શાળામાં ૧૨મા ધોરણમાં ભણતા વિદ્યાર્થીએ શાળાની આચાર્યા પર ધડાધડ ગોળીઓ વરસાવી હત્યા કરી. વિદ્યાર્થી સારા સુખી ઘરનો હતો અને તે આચાર્યાના વારંવાર ઠપકાને લઈ ગુસ્સામાં હતો.
  • બંને તાજેતરમાં બનેલા કિસ્સાઓ છે. છેલ્લા એક વર્ષમાં શાળાનાં બાળકો દ્વારા પોતાના મિત્રો કે અન્ય મિત્રો દ્વારા હુમલાની અનેક ઘટનાઓ બની છે. ચકચારી પ્રદ્યુમન હત્યા કેસને કોણ ભૂલી શકવાનું... અહીંની રૅયાન ઇન્ટરનેશનલ સ્કૂલમાં સાત વર્ષના પ્રદ્યુમન નામના વિદ્યાર્થીની હત્યા શાળામાં ૧૧મા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી દ્વારા કરવામાં આવી હતી.
  • ૨૦૧૭ના જુલાઈમાં રાજસ્થાનના જોધપુરના રતકુડિયા ગામમાં ૧૫ વર્ષનો વિદ્યાર્થી વીરેન્દ્ર શાળામાંથી ઘરે આવ્યો તો તેનાં માતા-પિતા તેના મિત્રના ઘરે ગયાં, ત્યારે તે તેના મિત્રના મૃતદેહને ઘરમાંથી બહાર ફેંકી રહ્યાં હતાં.
  • ઑગસ્ટ, ૨૦૧૭ મધ્યપ્રદેશની એક શાળાની સામે શાળામાં ભણતા ૧૨મા ધોરણના વિદ્યાર્થીને તેના સાથી વિદ્યાર્થીએ ચપ્પાના ઉપરાછાપરી ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો, કારણ છેલ્લા કેટલાક દિવસથી બંને વચ્ચે કોઈ મુદ્દે તકરાર ચાલતી હતી.
  • સપ્ટેમ્બર, ૨૦૧૭ છત્તીસગઢના વાંકેર ભાનુપ્રતાપપુર વિસ્તારના એક છાત્રાલયમાં એક વિદ્યાર્થીને તેના સિનિયરોએ એટલી હદે માર માર્યો કે તે મરતો મરતો બચ્યો.
  • ગુજરાતના સુરત - લિંબાયતમાં પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓએ પ્રેમ-પ્રકરણમાં પોતાના ક્લાસમાં અભ્યાસ કરતા મિત્રની હત્યા કરી નાખી. લિંબાયતમાં બે સગીરોએ લૂંટના ઇરાદે ટ્રાવેલ કંપનીના સંચાલકોની હત્યા કરી અને જામીન મળતાં ફરી લૂંટના ઇરાદે એક યુવાનની હત્યા કરી નાખી.
  • દેશમા છેલ્લા કેટલાક સમયમાં બાળકો દ્વારા અપરાધની ઘટનાઓ આઘાતજનક રીતે વધી છે, તે જોતાં એક સવાલ જરૂર થાય છે કે, આખરે ભારતની નવી પેઢીમાં દિશાહીનતા અને આક્રમકતા વધવાનું, વિકરાળ બનવાનું કારણ શું ? આખરે આપણાં કુટુંબો, આપણો સમાજ અને શિક્ષકો કેવા પ્રકારની પેઢીનું ઘડતર કરી રહ્યા છે. ક્યાંક શાળાના આચાર્ય યુનિફૉર્મ પહેરવા મુદ્દે ટોકે તો તેમને ગોળી મારી દેવાય છે, તો ક્યાંક ચાલુ ક્લાસે શિક્ષકને ચક્કાના ઉપરાઉપરી ઘા કરી હત્યા કરી દેવામાં આવે છે.

 

૧૦ વર્ષમાં કિશોર અપરાધમાં ૬૨ ટકાનો વધારો

કિશોરો થકી થતા ગુનાના દેશભરના આંકડાઓ ‚રૂંવાડાં ઊભાં કરી દે તેવાં છે. નૅશનલ ક્રાઇમ રૅકોર્ડ બ્યૂરો (એન. સી. આર. બી.)ના આંકડા મુજબ ૨૦૦૫થી ૨૦૧૫ વચ્ચે બાળકો દ્વારા આચરાતા ગંભીર ગુનાઓમાં ૬૨ ટકાનો વધારો નોંધાયો છે. ૨૦૦૫માં અપરાધ ૧૮. લાખ, ૨૦૦૬માં ૧૮. લાખ, ૨૦૦૭માં ૧૯. લાખ, ૨૦૦૮માં ૨૦. લાખ, ૨૦૦૯માં ૨૧. લાખ, ૨૦૧૦માં ૨૨. લાખ, ૨૦૧૧માં ૨૩. લાખ, ૨૦૧૨માં ૨૩. લાખ, ૨૦૧૩માં ૨૬. લાખ, ૨૦૧૪માં ૨૮. લાખ અને ૨૦૧૫માં ૨૯. લાખ બાળઅપરાધના ગુના નોંધાયા છે.

દેશભરમાં બાળઅપરાધ પર નજર કરીએ તો યાદીમાં દિલ્હી સૌથી વધુ અપરાધની સાથે બાળ અપરાધની રાજધાની સાબિત થાય છે. ૨૦૧૫માં દિલ્હીમાં પ્રતિલાખ આબાદીમાં ૧૪. કિશોરની ધરપકડ થઈ હતી, જ્યારે બીજા નંબરે અરુણાચલ પ્રદેશ રહ્યું હતું, જ્યાં આંકડો પ્રતિલાખે ૧૨નો હતો, ત્યારબાદ મધ્યપ્રદેશ ૧૦., છત્તીસગઢ ., સિક્કિમ ., મહારાષ્ટ્ર . નો આંકડો નોંધાયો હતો. સમગ્ર ભારતની વાત કરીએ તો પ્રતિલાખ આબાદી પર .% કિશોર અપરાધ માટે દોષિત ઠર્યા છે.

બાળકો અપરાધી કેમ બની રહ્યા છે...?

જાણીતા મનોવૈજ્ઞાનિક અવધેશ શર્મા કહે છે કે, આજ-કાલ કિશોરો સમય કરતાં પહેલાં વયસ્ક બની રહ્યા છે અને તેમની મનોસ્થિતિ ઝડપી બદલાઈ રહી છે. કારણે તે દરેક પ્રકારના ગંભીર ગુનાઓને અંજામ આપતાં અચકાતા નથી અને એવું નથી કે પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિ માત્ર કિશોર છોકરાઓમાં જોવા મળે છે, પરંતુ કિશોરીઓ પણ સમય અગાઉ યુવાન થઈ રહી છે અને આવી અનેક ઘટનાઓમાં તે પણ સામેલ હોય છે. કિશોર અને યુવા વયમાં વચ્ચે એક સમય હોય છે, તેનેઍડોલસેન્ટ સ્ટેજકહેવામાં આવે છે, એટલે કે અડધા યુવા અને અડધા વયસ્ક આવા સમયે પ્રકારની ઘટનાઓ ઘટવાની આશંકા અનેકગણી વધી જાય છે, માટે માતા-પિતા અને શિક્ષકોએ સમયગાળા દરમિયાન વિશેષ સાવધાની રાખવાની જરૂર છે.

૧૬થી ૧૮ વર્ષમાં સંભાવનાઓ વધી જાય છે

અવધેશ શર્મા કહે છે કે, ૧૬થી ૧૮ વર્ષની ઉંમરમાં ભલે ગમે તેટલા ગંભીર ગુના કરવામાં આવે, પરંતુ તેના બદલામાં કિશોર અપરાધીને થવી જોઈએ એટલી સજા થતી નથી અને આજની પેઢીને અનેક સ્રોતો પાસેથી ખબર પડી જાય છે કે, તે સમયગાળા દરમિયાન ગમે તેટલા ગંભીર ગુના કરશે તો પણ આસાનીથી બચી જશે અને પ્રકારની ઘટનાને અંજામ આપનાર મોટાભાગના કિસ્સાઓમાં કિશોરે પહેલાં ક્યારેક ને ક્યારેક નાના-મોટા અપરાધને અંજામ આપ્યો હોય છે, પરંતુ ત્યારે પરિવાર અને કુટુંબ દ્વારા અપરાધને કાં તો નજરઅંદાજ કરી દેવાયો હોય છે કે પછી દબાવી દેવામાં આવ્યો હોય છે, જ્યારે જરૂર હોય છે, તે બાળકનું તે સમયે યોગ્ય કાઉન્સિલિંગ નથી થતું, તેથી કમનસીબે મોટાભાગના કિસ્સાઓમાં કાઉન્સેલિંગ થતું નથી, પરિણામે એક દિવસ બાળક એવો અપરાધ કરી બેસે છે જે માફ કરવાને લાયક હોતો નથી.

અવધેશ શર્મા કહે છે કે, કિશોરવયે અપરાધમાં વધારા માટે કોઈ એક બાબત જવાબદાર ઠેરવી શકાય નહીં. આજે જે રીતે ટેલિવિઝન પર કોઈ સામાન્ય ઘટનાને પણ ખૂબ સનસનીપૂર્વક તેનું નાટ્ય‚પાંતર કરી બતાવવામાં આવે છે, તે પણ કુમળાં બાળકોના માનસ પર વિકૃત અસર પાડે છે. વિદેશોમાં ક્રાઇમ આધારિત ઘટનાઓનું ખૂબ સંક્ષિપ્ત રિપૉર્ટિંગ કરવામાં આવે છે, પરંતુ આપણે ત્યાં ક્રાઈમ આધારિત ઘટનાને વધારી-ચઢાવી રજૂ કરવામાં આવે છે.

તૂટતા પરિવારો પણ એટલા જવાબદાર

આપણી સંસ્કૃતિ સંયુક્ત કુટુંબની હતી, જેમાં બાળકો પર અનેક લોકોનું ધ્યાન-નજર રહેતી, પરિણામે બાળક કુસંગતમાં ભાગ્યે સપડાતું, પરંતુ વર્તમાન સમયમાં આપણે આપણી પરંપરા અને સંસ્કૃતિથી વિમુખ થયા છીએ. સમાજમાં એકલ પરિવારોની સંખ્યા વધી રહી છે અને આવા પરિવારોમાં નોકરી કરતાં માતા-પિતા પોતાનાં બાળકોને પૂરતો સમય આપી શકતાં નથી. બાળકોની ગતિવિધિઓ-વર્તન તરફે ધ્યાન આપી શકતાં હોવાથી બાળક વધુ ને વધુ સ્વતંત્ર બનતું જાય છે. ફોન, ઇન્ટરનેટ જેવી સુખ-સવલતનાં સાધનો આપી પોતાની જવાબદારી પૂર્ણ થઈ હોવાનું મા-બાપ મન મનાવી લે છે, પરંતુ સુખસુવિધાનાં સાધનો ક્યારેક તેમના વ્હાલસોયાની બરબાદીનું કારણ બને છે. ટી. વી., ઇન્ટરનેટ પર ઉપલબ્ધ હિંસક સામગ્રી, વીડિયો અને હિંસાથી ભરેલ વીડિયો ગૅમ્સ બાળકોને હિંસાના દલદલમાં ધકેલી દે છે. એક સમય હતો જ્યારે કિશોરાવસ્થામાં બાળકોને મૃત્યુનો અર્થ પણ ખબર નહોતો, જ્યારે આજે તેઓ મોતને કોઈ સમસ્યાના કાયમી ઉપાય તરીકે જુએ છે, પોતાનું ધાર્યું ર્યું થતાં બાળકો મરવા મારવા પર ઊતરી આવે છે.

ભણતરનો ભાર પણ બાળકોને અપરાધી બનાવી શકે છે

હાલના હરીફાઈ અને અપેક્ષાઓના યુગમાં બાળકો પર ક્યારેક પરિવાર તરફથી તો ક્યારેક શાળા તરફથી પરિણામ ઊંચું લાવવાનું સતત દબાણ થતું હોય છે, જેને કેટલાંક માતા-પિતા અને શાળાઓ કોઈ બાળક ધાર્યું પરિણામ લાવે તો તેમને કડક સજા પણ આપે છે, પરિણામ સ્વરૂપ ડર અને ગુસ્સાને કારણે કોઈ બાળક ગંભીર અપરાધ પણ કરી બેસે છે. માટે ભારતની ભાવિ પેઢીને અપરાધથી બચાવવા માટે જરૂર છે ભાર વગરના ભણતરની, પારિવારિક હૂંફની, શાળાઓએ પણ દરેક શાળામાં એક કાઉન્સેલર મનોવૈજ્ઞાનિક અચૂક રાખવો જોઈએ, જેથી કરીને સમય રહેતાં આવા કિશોરોનું યોગ્ય કાઉન્સેલિંગ થાય અને બાળકોને અપરાધની ગર્તામાં જતું અટકાવી શકાય.

બાળક લાગણીના તત્ત્વથી વંચિત

બાળકને સૌપ્રથમ લાગણી, વાત્સલ્ય અને હૂંફ તેમના માબાપ અને અન્ય વડીલો પાસેથી પ્રાપ્ત થાય છે, તેમાં જ્યારે આનો અભાવ હોય ત્યારે તેમની માઠી અસરો જોવા મળે છે. બાળકની પ્રાથમિક ‚રિયાતો જો પરિવારમાંથી સંતોષાય તો તે માનસિક રીતે તનાવ અનુભવે છે જો તેમને તેમની ‚રિયાત મુજબ આર્થિક સવલતો આપવામાં આવે અથવા તો અપૂરતી આપવામાં આવે ત્યારે તેનામાં અસંતોષની લાગણી અનુભવાય છે, તેના કારણે તે બાળકને તેનાં માબાપ તરફ ઘૃણા ઉત્પન્ન થાય છે. ઘણીવાર માતા-પિતા વચ્ચેના આંતરિક ઘર્ષણના કારણે બાળક પોતે એવી લાગણી અનુભવે છે કે તે નકામું છે, તેમજ તેમનામાં હતાશા, નિરાશા, આક્રમકતા જેવા વિચારો મનમાં ઉકળાવે છે. આવા વિચારો તથા આવા વાતાવરણના કારણે બાળક ગુનાહિત પ્રવૃત્તિમાં ધકેલાઈ જાય છે, ત્યાં તેમને નઠારાં તત્ત્વો શરૂઆતમાં એટલો બધો પ્રેમ આપે છે કે બાળકને પ્રેમની ભૂખ જે તે સમયે ત્યાં પૂરી થતી હોય તેમ લાગે છે અને અને સારું કે ખોટું છે, તે અંગેની સમજ જ્યારે તેમને પ્રાપ્ત થાય ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે. રીતે બાળપણમાં બાળકને પૂરતી લાગણી આપવામાં આવે તો બાળક ગુનાહિત પ્રવૃત્તિમાં ધકેલાય છે.

ગુનાખોરીનું વાતાવરણ

આપણી સમાજ-વ્યવસ્થામાં ગુનાખોરી જૂનાં દૂષણો પૈકીનું એક દૂષણ છે. ઘણાં કુટુંબો અને સમાજમાં ગુનાખોરીનું વાતવરણ હોય છે, તેને કારણે બાળક ગુનાખોરીમાં સરળતાથી પ્રવેશી જાય છે. રવિશંકર મહારાજના "માણસાઈના દીવા નામના પુસ્તકમાં એવા ઉલ્લેખો જોવા મળે છે કે ચોક્કસ જ્ઞાતિઓમાં ચોરી, લૂંટ કરવી તે તેમની શરૂઆતનો ભાગ ગણવામાં આવતો અને કોઈક કુટુંબમાં તો તેમની પ્રવૃત્તિને લગ્નનો દરજ્જો પણ ગણવામાં આવતો. રીતે ચોરીનું દૂષણ બાળકને તેમના કુટુંબમાંથી પ્રાપ્ત થઈ જતું. ઘણા વ્યવસાયી ચોરો પોતાના બાળકોને અંગેની સીધી કે આડકતરી ટ્રેનિંગ પણ આપતા હોય છે. આમ બાળકોમાં ગુનાખોરીનો પ્રવેશ જલદીથી થાય છે.

ગરીબાઈના કારણે

ભારતમાં અનેક સમસ્યાઓ છે તેમાંથી એક સમસ્યા છે તે બેરોજગારી. અને બેરોજગારીના કારણે માણસ ગરીબ બની જાય છે, કારણ કે માણસ પાસે આવડત હોય, શક્તિ હોય, પરંતુ તેને તે પ્રકારે કામ મળે તો માણસમાં હતાશા અને નિરાશા ઉત્પન્ન થાય છે. આપણા દેશમાં લાખો લોકો ગીચ તથા ગરીબ વિસ્તારોમાં રહે છે, તેમનાં કેટલાંકનાં સંતાનો ગુનેગાર કે બિનગુનેગાર તરીકે ઉછેર છે. માણસોની જીવન જીવવાની અનેક પદ્ધતિઓ હોય છે. ઘણાની પદ્ધતિઓ ખૂબ હાઈફાઈ તો ઘણાની પદ્ધતિ અતિ સરળ હોય છે, પરંતુ ઘણા માણસને મજબૂરીથી કે સાદાઈથી જીવન જીવવાની જરૂર પડે છે. જે વ્યક્તિની આવક ઓછી હોય તેમજ તેના વસવાટ પણ અતિ ગરીબ વિસ્તારોમાં હોવાની ‚આત ઘણી વધી જાય છે. વિસ્તારમાં માણસને જીવવા માટે પ્રાથમિક સગવડતાઓ પણ હોય તેવા વિસ્તારમાં મા-બાપ પોતાના સંતાનોને સારી રીતે ઉછેરી શકે તે સમજી શકાય તેવી બાબત છે. આજે અનેક નાનાં મોટાં શહેરોમાં, ગામડાંઓમાં લોકોને આરોગ્યની પ્રાથમિક સગવડો પણ ઓછામાં ઓછી પણ પ્રાપ્ત થતી નથી. ગરીબાઈ અને ગરીબ વિસ્તારમાં નિવાસસ્થાનને કારણે ત્યાંના વાતાવરણની અસર બાળક ઉપર જલદી થાય છે અને તેના લીધે બાળક જાણે-અજાણે પણ ગુનાખોરી તરફ ધકેલાઈ જાય કે પ્રવેશી જાય તે અંગેનો ખ્યાલ બાળક કે તેમના પરિવારને પણ રહેતો નથી.

બાળમજૂરીથી બાળગુનાખોરી સુધી

આજે પણ આપણા રાષ્ટ્રની અનેક સમસ્યાઓ છે, તેમાંથી એક સમસ્યા બાળમજૂરીની સમસ્યા છે. ગરીબીને કારણે કેટલાક પરિવારો પોતાનાં સંતાનને બાળપણથી મજૂરી કરવા લગાવી દે છે, તેનાથી બાળકનું કુમળું માનસ ઘવાય છે, તે અંદર ને અંદર ઘૂંટાય છે. રમવાની ઉંમરે તે નોકર-મજૂર બનીને રહી ગયો તેનો તેને અફસોસ થાય છે, તેની જરૂરિયાતો પણ સંતોષાતી નથી. લોકો તેને હડધૂત કરે છે. વાતાવરણમાં બાળક ક્યારેક ગુનો કરી ઝડપથી પોતાનાં સપનાં પૂરા કરવાની રાહ પર દોડી જાય છે. આમ બાળમજૂરી પણ બાળગુનાખોરીનું એક કારણ બને છે.

શું કહે છે વિશેષજ્ઞો

વાલીઓ ખુદને શિક્ષિત કરે


 

વરિષ્ઠ મનોવૈજ્ઞાનિક અરવિંદ ઓત્તા જણાવે છે કે વર્તમાન સમયમાં મા-બાપ પાસે એટલો સમય નથી હોતો કે, તે પોતાનાં બાળકોમાં તનાવના લક્ષણોને જાણી શકે. અને તણાવ બાળકોને અપરાધી બનાવે છે ત્યારે સમસ્યાને પહોંચી વળવા માતા-પિતાએ ખુદને શિક્ષિત કરવાં પડશે અને પણ ધ્યાન રાખવું પડશે કે તમારા બાળકની તુલના અન્ય સાથે કરો.

બાળકોને એકલતાથી બચાવો


 

ડબલ્યુ એચ ઓના દક્ષિણ એશિયા ક્ષેત્રના નિર્દેશક પૂનમ ક્ષેત્રપાલ સિંહ કહે છે કે, એકલતા બાળકોના મસ્તિક પર ગંભીર અસર પહોંચાડે છે અને માનસિક તણાવમાં ધકેલી દે છે. માટે તમારા બાળકને પૂરતો સમય આપો. અને તેમની દરેક સમસ્યાઓને સાંભળો. આમ કરવાથી આવી ઘટનાઓ પર કેટલેક અંશે કાબૂ લાવી શકાશે.

જવાબદારી સંભાળવી પડશે


 

જાણીતા સમાજશાસ્ત્રી અનિતા મિશ્રા કહે છે કે, બાળકો માટે સમાજમાં જવાબદેહી જેવી કોઈ ચીજ નથી. શિક્ષકો પાસે બાળકોને સાંભળવાની આશા રાખવામાં આવે છે, પરંતુ તેઓ બાળક સાથે કઠોરતા વાપરી શકતા નથી ત્યારે વિશેષ જવાબદારી મા-બાપ અને પરિવારે ઉઠાવવી પડશે.

સોશિયલ સાઈટ્સ અને ગેમ રમવાથી હિંસક બને છે બાળકો

આધુનિક સમયમાં બાળકો પોતાનો મોટાભાગનો સમય ઘરમાં બેસીને ઈન્ટરનેટ પર ગેમ, ફિલ્મો અને પોર્ન સાઈટ જોવામાં પસાર કરે છે. ઈન્ટરનેટ પર પોર્નસાઈટો પર અશ્ર્લીલ અને હિંસક સામગ્રી પીરસવામાં આવે છે. સોશિયલ નેટવર્કિંગ સાઈટ પર અશ્ર્લીલ ચિત્રોની આપ-લે કરવામાં આવે છે. અશ્ર્લીલ ચિત્રો અને હિંસક ફિલ્મો તથા ગેમ રમવાથી બાળક હિંસા કરવા પ્રેરાય છે. જુવેનાઈલ જસ્ટિસ એક્ટની જોગવાઈઓ અટપટી હોવાથી કેસનો નિકાલ કરવામાં લાંબો સમય લાગે છે. જુવેનાઇલ જસ્ટિસ એક્ટમાં કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકને તરત જામીન મળી જાય છે, તેને જેલમાં રાખવાને બદલે જુવેનાઈલ હોમ અને ચિલ્ડ્રન ઓબ્ઝર્વેશન હોમમાં રાખવામાં આવે છે. સુરતમાં ગત વર્ષે ૨૦૧૬માં બાળગુનાના ૨૭૮ કેસ નોંધાયા હતા. વર્ષે ચાર માસમાં ૧૨૨ બાળગુનાઓ નોંધાઈ ગયા છે. ૨૦૧૪માં સૌથી વધુ ૩૧૫ બાળગુનાઓ નોંધાયા હતા.

બાળસુરક્ષા અધિકારી - સુરત

માનસિક રૂપે વ્યથિત બાળકો માત્ર બીજાનો જીવ નથી લઈ રહ્યાપોતાનો જીવ પણ દઈ રહ્યા છે

રાષ્ટ્રિય અપરાધ રેકોર્ડ બ્યુરોના આંકડા મુજબ ભારતમાં ૧૪ વર્ષ સુધીના દરરોજ બાળકો આત્મહત્યા કરે છે. છેલ્લાં વર્ષમાં કિશોર અપરાધમાં ૫૦%નો વધારો થયો છે. ૨૦૧૬માં ૮૨૯ હત્યાના કેસો અને ૯૨૩ જેટલા હત્યાની કોશિશના કેસો જુનેવાઈલ કોર્ટમાં પહોંચ્યા છે. વિશ્ર્વ સ્વાસ્થ્ય સંગઠનના આંકડા મુજબ ૧૦ એશિયાઈ દેશોમાં ભારતમાં દર ૪માંથી એક કિશોર માનસિક તનાવગ્રસ્ત છે. જ્યારે ભારતમાં આત્મહત્યાનો દર પણ દેશો કરતાં વધારે છે.

શું કહે છે કાયદો ?

જુવેનાઈલ જસ્ટિસ એક્ટ-૨૦૧૫

કેન્દ્ર સરકારે આખરે સગીર ન્યાય (બાળકોની દેખભાળ અને સંરક્ષણ) ખરડાને વર્ષ ૨૦૧૫માં મંજૂરી આપી છે. જે સંસદમાં પસાર થશે તો ૧૬-૧૮ વર્ષની વયજૂથના ગુનેગારોને પણ કઠોર સજા થઈ શકશે. વર્તમાન કાયદા અંતર્ગત આવા આરોપીઓ પર સામાન્ય કોર્ટને બદલે જુવેનાઈલ જસ્ટિસ બોર્ડમાં કેસ ચાલે છે. દોષી સાબિત થાય તો તેને વધુમાં વધુ ત્રણ વર્ષ માટે કિશોર સુધારગૃહમાં મોકલી શકાય છે. વીતેલાં વર્ષોમાં જે ઝડપથી આવા ગુનેગારોની સંખ્યામાં વધારો થયો છે, તેને ધ્યાનમાં રાખીને જોગવાઈઓનો વિરોધ વધ્યો છે. ખાસ કરીને ડિસેમ્બર, ૨૦૧૨માં દિલ્હીમાં થયેલા નિર્ભયા દુષ્કર્મ કાંડ બાદ વર્તમાન કાયદામાં ફેરફારની ‚ અનુભવાઈ હતી.

નિર્ભયાની સાથે સૌથી વધુ પાશવી અત્યાચાર જે ગુનેગારે ગુજાર્યો હતો, તેની ઉંમર ૧૮ વર્ષથી ઓછી હતી. રાષ્ટ્રીય અપરાધ બ્યુરોના આંકડા પ્રમાણે વર્ષ ૨૦૧૨માં દેશભરમાં ૪૮૪ સગીરો પર મહિલાઓ વિરુદ્ધ ગુનાખોરીમાં સંડોવાયેલા હોવાના આરોપ લાગ્યા હતા. જ્યારે ૨૦૧૧માં સંખ્યા ૧૧૪૯ પર પહોંચી હતી. હકીકતોને આધારે પણ જુવેનાઈલ જસ્ટિસ એક્ટમાં ફેરફારની માંગને બળ મળ્યું હતું. હવે પ્રસ્તાવિત સંશોધન અંતર્ગત ૧૬-૧૮ વર્ષના આરોપીઓ અંગે પરિસ્થિતિ પ્રમાણે એક મહિનાની અંદર જુવેનાઈલ જસ્ટિસ બોર્ડ નક્કી કરશે કે તેને પુખ્ત માનવો કે સગીર. આરોપીને પુખ્ત ઠેરવવામાં આવે તો તેના પર સામાન્ય કોર્ટમાં ભારતીય દંડ સંહિતાની ધારાઓ અંતર્ગત કેસ ચાલશે. સરકારનો સાહસિક નિર્ણય છે.

બાળકોને ગુનાખોરી તરફ વળતા અટકાવવાના ઉપાયો

ફિલ્મ, ટી. વી., મોબાઈલ, ઇન્ટરનેટથી દૂર

જમાનો બદલાઈ રહ્યો છે. જો આવતીકાલે આપણે આપણાં બાળકોને દુનિયામાં અડીખમ ઊભું રાખી સફળ બનાવવા હશે તો ટેક્નોલોજી સાથે તેમનું અનુસંધાન સાધવું પડશે, તેમને ફિલ્મ, ટી. વી. મોબાઈલ, ઇન્ટરનેટ, કમ્પ્યૂટરથી દૂર નહીં રાખી શકાય. પ્રકારની ચર્ચા આપણા સમાજમાં નિરંતર ચાલે છે અને વાત પણ વાજબી છે, પરંતુ મૂળ મુદ્દો છે પ્રમાણભાનનો. આજના બાળકને આપણે ઉપર દર્શાવેલ બધું આપીએ, પણ તેનો અતિરેક ના થાય તે જોવું જોઈએ. બાળક કઈ ફિલ્મ જુએ છે, મોબાઈલ - ઇન્ટરનેટમાં શું સર્ચ કરે છે, કેટલો સમય બગાડે છે. ગેઈમ્સમાં તે માત્ર માર-ધાડવાળી ગેઈમ રમે છે કે બીજી ? રમતી વખતે તેનું વર્તન, એક્સપ્રેશન વગેરે કેવાં છે. બધી બાબતે મા-બાપની સતત કાળજી હોવી જોઈએ. બાળક બધાં માધ્યમોના વધારે સંપર્કમાં આવી જાય, માધ્યમો તેના પર હાવી થઈ જાય તે ધ્યાન રાખવું રહ્યું. જો સાધનો તેના પર હાવી થઈ જશે પછી બાળક ભણવામાં ધ્યાન નહીં આપે અને ધીમે ધીમે હાથમાંથી સરકતો જશે. આથી બાળકને બધાં માધ્યમોનો સંપર્ક ‚રિયાત જેટલો કરાવીને તેમને અવળા રસ્તે જતાં અટકાવી શકાય છે.

પરિવારની સક્રિયતા

આપણે જાણીએ છીએ કે બાળક જન્મ વખતે સામાજિક વ્યક્તિ તરીકે તો અવતરતું હોતું નથી, તે કુટુંબીજનો તથા આસપાસના આંતરસંબંધો મારફત સામાજિક વ્યક્તિત્વ થતું હોય છે, તેમાં તેમના બાળમંદિર, પ્રાથમિક શાળા વગેરેનો પ્રભાવ તેના જીવનના વિકાસમાં ઘણા પ્રમાણમાં રહે છે. બાળક કુટુંબ તથા શાળા મારફત કેટલાક નિયમો શીખે છે અને રીતે તે બહારની દુનિયાથી પરિચિત થાય છે. સારા સંસ્કારથી બાળક પોતાના અધિકાર ઉપરાંત સમાજના બીજા કેટલાક અધિકાર રક્ષણ, મિલકત, વિવેક, સાચું બોલવાની ટેવ, વિશ્ર્વાસ, તેમજ અન્ય સારા ગુણો તેમનામાં વિકસાવવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. બાળકનો સામાજિક વિકાસ મોટે ભાગે કુટુંબના સામાજિક સ્તરે સંકળાયેલો છે. બાળક સામાન્ય રીતે માતા-પિતાના સામાજિક દરજ્જાને અનુરૂપ ટેવાય છે, તેમ બાળકનો ઉછેર યોગ્ય કાળજી પ્રમાણે થયો હોય તે પ્રમાણે તે સારો નાગરિક બને છે.

પરિવારના સંસ્કારો અને ઉત્તમ ચરિત્રો રોકી શકે

આપણા ભારતીય સમાજના વ્યવસાયમાં એક વ્યક્તિના જીવન ઉપર તેના કુટુંબની ઊંડી અને લાંબાગાળાની ખૂબ મોટી અસર હોય છે. બાળક પ્રથમ તબક્કામાં પરિવારના સભ્યો સાથે ગાઢ સંપર્કમાં આવે છે, તે પોતાની નાની ઉંમરમાં કુટુંબ પાસેથી ચોકસાઈ, રક્ષણ, નીતિશિક્ષણ, શારીરિક અને માનસિક ઇચ્છાઓનો સંતોષ વગેરે મેળવે છે અને તેના દ્વારા તે વિવિધ ટેવો, મનોવલણો, ચારિત્રની ખાસિયતો અને સારા-નરસા પારખવાની સમજ મેળવે છે.

બાળગુનેગારીનું એક કારણ પણ છે કે કુમળા બાળકો સમક્ષ રજૂ થતાં પૌરાણિક, ઐતિહાસિક ઉત્તમ બાળચરિત્રો આપણા અભ્યાસક્રમમાંથી અને પરિવારમાંથી બાકાત થઈ ગયા છે. ધ્રુવ, પ્રહ્લાદ, હકીકતરાય જેવા ચરિત્રો બાળમાનસ પર ખૂબ પ્રભાવ પાડે છે. પણ આવી કથાઓ પરિવારના વડીલો ક્યારેય કહેતા નથી. પરિણામે બાળકના મનોજગતમાં ખાલીપો ઊભો થાય છે. જે ટી.વી., સિનેમાના ગુનાહિત પાત્રો ખાલીપો ભરી દે છે. જેવું વાતાવરણ ત્યાંથી પ્રાપ્ત થાય તે રીતે આગળ વધે છે. બાળકો સમક્ષ પ્રકારના પ્રભાવી પાત્રો નિયમિત રીતે રજૂ કરવામાં આવે તો તેના બાળમાનસમાં સંસ્કારો રોપાય છે અને તે ગુનેગાર બનતા અટકે છે. ગુનાખોરીની શરૂઆત ક્યારેક ઘરનાં સંસ્કારોમાંથી થાય છે, માટે બાળકને ગુનેગાર બનતા પરિવારનાં સંસ્કાર અટકાવી શકે.

પરિવાર દ્વારા શિસ્ત, તાલીમ, હૂંફ અને પ્રેમ

બાળકની પ્રથમ નિશાળ એટલે એમનું ઘર અને તેમના પ્રથમ શિક્ષક એટલે તેમનાં માતા અને ત્યાર પછીના શિક્ષણમાં તેમના પિતા તથા અન્ય કુટુંબના સભ્યો હોય છે. જ્યારે શાળામાં બાળક જાય તે પૂર્વે તેમણે તેમના પરિવારમાંથી તો ઘણું શિક્ષણ પ્રાપ્ત કરી લીધેલું હોય છે. ગુનાખોરીની બાબતમાં જો બાળકને તેમના ઘરમાંથી સારું જ્ઞાન યાને શિસ્તમય રીતે જીવન જીવવાનું શીખવાડવામાં આવે તો બાળકના મનમાં ગુનાખોરીને ક્યારેય સ્થાન મળી શકે, તે રીતે બાળકને યોગ્ય તાલીમ આપવામાં આવે કે સાચું શું, સારું શું અને ખોટું શું અને ખરાબ શું તે અંગેની તાલીમ આપવામાં આવે તો તે બાળકના મનમાં ક્યારેય દૂષણ કે કુટેવ પ્રવેશશે નહિ અને તે બાળક હંમેશાં સારા બનવાનો પ્રયત્ન કરશે તેમ બાળમનોવિજ્ઞાન પણ જણાવે છે. તે રીતે બાળકને સતત હૂંફ અને પ્રેમ આપવાં, તેની નાની નાની ભૂલો પર ધ્યાન ભલે દોરીએ પણ તેના પર એવો ગુસ્સો ના કરીએ કે બાળકના મનમાં ભરાઈ જાય. રીતે હૂંફ દ્વારા બાળકને ગુનાખોરીની દુનિયામાં જતું અટકાવી શકાય છે.

સમાજમાં દિવસે ને દિવસે બાળગુનાખોરીનું પ્રમાણ આશ્ર્ચર્યજનક રીતે વધી રહ્યું છે તે આપણા સૌ માટે એક ચિંતાનો વિષય છે. એક મોટું દૂષણ છે જે ભવિષ્યની પેઢીને ભરખી જાય છે. આજનું બાળક આવતીકાલના ભારતનું ભવિષ્ય છે. એને ગુનાખોરીની ખાઈમાં પડતાં અટકાવવાની જવાબદારી માત્ર મા-બાપ, શિક્ષક, મિત્રો કે સગા-સંબંધીઓની નથી પરંતુ સમાજના એક એક નાગરિકે ધ્યાન રાખવાનું છે કે સમાજનો કોઈપણ બાળક પ્રકારની ગુનાઈત પ્રવૃત્તિ કરવા પ્રેરાઈ નહીં. આજના બાળકને આપણે સૌ સાથે મળીને એક એવું વાતાવરણ પૂરું પાડીએ કે જેનાથી તે આવી પ્રવૃત્તિઓથી દૂર રહે. આવરણકથામાં બાળકો શા માટે ગુનાખોરી તરફ ધકેલાઈ છે તે અને ગુનાખોરી તરફથી તેમને પાછા વાળવાના મુદ્દાઓની વિશદ છણાવટ કરી છે. બધા મુદ્દાઓ ધ્યાનમાં રાખી આપણે સૌ સાથે મળી આજના બાળકના ભવિષ્યને ઉજ્જ્વળ બનાવીએ - તેને ગુનાખોરી તરફ ધકેલાતા અટકાવીએ અને ઉજ્જ્વળ ભારતનું નિર્માણ કરીએ.

* * *

(નોંધ :  લેખમાં લીધેલ બાળકોની તસવીરો પ્રતિકાત્મક છે)