તંત્રી સ્થાનેથી : નવા ભારત સાથે નવા વિશ્ર્વનું નિર્માણ કરીએ

    ૦૯-ફેબ્રુઆરી-૨૦૧૮


 

૧૯૯૭માં વડાપ્રધાન દેવેગૌડાએ દાવોસની મુલાકાત બાદ વીસ વર્ષ પછી શ્રી નરેન્દ્ર મોદીએ દાવોસની મુલાકાત લઈ વર્લ્ડ ઈકોનોમિક ફૉરમને સંબોધન કર્યું. દાવોસમાં ઉદ્ઘાટન-સત્રનાં વક્તા પાસે બે અપેક્ષાઓ હોય. તેનાં દેશને વિદેશી કંપનીઓના રોકાણકારો આગળ પ્રભાવી રીતે રજૂ કરવા અને તેનાં દેશની તથાસ્વની રજૂઆત અંગે વૈશ્ર્વિક સંદર્ભે, મુશ્કેલીઓ, પડકારોનો સામનો કરવા અંગે ચિંતન રજૂ કરવું. વડાપ્રધાને બંને અપેક્ષાઓ અભૂતપૂર્વ રીતે સાર્થક કરી. તેમણે તૂટતા જતા વિશ્ર્વની તિરાડોમાં સૌજન્યસભર સિમેન્ટ ભરવાની વાત કરીને વિશ્ર્વને ચેતવણી આપી કે, ‘ સ્થિતિ માટે આપણે હવે પછીની પેઢીને શું જવાબ આપીશું ?’ વિજ્ઞાન, ટેક્નોલોજી અને આર્થિક વિકાસના માપદંડને જવાબદાર ગણાવી વડાપ્રધાને કહ્યું કે, ‘ડેમોક્રેસી, ડિમોગ્રાફી અને ડાયનેમીઝમ ભારતનું ભવિષ્ય ઘડી રહ્યાં છે. ભારત જોડવા માગે છે તોડવા નહીં.’

૨૦ વર્ષ પહેલાં ભારતનું અર્થતંત્ર ૪૦૦ અબજ ડૉલરનું હતું. આજે ,૬૦૦ અબજ ડૉલરથી પણ આગળ પહોંચી ચૂક્યું છે. એક અભ્યાસ પ્રમાણે ૨૦૨૫ની સાલ સુધીમાં ભારતનું અર્થતંત્ર પાંચ હજાર અબજ ડૉલર પર પહોંચવાની શક્યતાઓ છે. ભારત, વિશ્ર્વની સૌથી તીવ્ર ગતિએ આગળ વધતી અર્થવ્યવસ્થા છે. દાવોસ ખાતે ભારતને મળેલા આવકાર પાછળ નવી ઊભરતી આર્થિક તાકાત છે.

આર્થિક તાકાતને મહાત્મા ગાંધીનાં શબ્દોમાં, ‘મહાત્મા ગાંધી ક્યારેય નહોતા ઈચ્છતા કે મારા ઘરની દીવાલો અને બારી-બારણા બંધ રહે. મારા ઘરમાં સમગ્ર વિશ્ર્વની સંસ્કૃતિની હવા પ્રવેશવી જોઈએ, પણ ગાંધીજી ક્યારેય નહોતા ઈચ્છતા કે હવાઓ મને મૂળસોતો ઉખેડી નાખે.’ તેમ કહી વિશ્ર્વના ઉદ્યોજકો અને રોકાણકારોને વૈચારીક સ્પષ્ટતા કરી જે તેમના આવકારવા સાથે અત્યંત મહત્ત્વનું છે. એફ. ડી. આઈ.ની તરફેણ કરતાં, લગામ દેશના હાથમાં રહેશે તે પણ સ્પષ્ટ થયું. "તમારે વેલ્થ સાથે વેલનેસ જોઈએ અને સમૃદ્ધિ અને શાંતિ જોઈએ છે, તો ભારતમાં આવો. રેડ ટેપિઝમનો જમાનો ગયો છે અને વેપાર ઉદ્યોગો માટે રેડ કાર્પેટ બિછાવાઈ છે. ૨૦૨૫ સુધીમાં ભારતને પાંચ ટ્રિલિયન ડૉલરની ઈકોનોમી બનાવવાનો લક્ષ્યાંક નક્કી કરાયો છે.

"વિશ્ર્વ એક પરિવાર બનાવવાના મંત્ર સાથે અહીં ત્રણ પડકારોની ચર્ચા થઈ. ક્લાઈમેટ ચેન્જ, ત્રાસવાદ અને રક્ષણવાદ. માનવ સભ્યતા સામેનાં પડકારોનો આખા વિશ્ર્વએ સંગઠિત બનીને સામનો કરવાનો છે. ભારતે ૨૦૨૨ સુધીમાં ૧૭૫ ગિગાવૉટ રિન્યૂએબલ એનર્જીનું ઉત્પાદન કરવાનું નક્કી કર્યું છે, જેમાં ત્રીજા ભાગનું લક્ષ્યાંક હાંસલ કરાઈ ચૂક્યું છે.

પડકારોનો ભારત સફળતાપૂર્વક સામનો કરી શકે તેમ છે. બધાએ કાર્બન સ્રાવ ઘટાડવું છે, છતાં વિકસિત દેશો ટેક્નોલોજી ટ્રાન્સફર કરવા તૈયાર થતાં નથી. વધુમાં ભારતે પૂરવાર કર્યું છે કે કોઈ પણ વિવાદ ચર્ચાથી ઊકેલી શકાય છે અને ભારત કદી અન્ય કોઈ દેશનાં સંશાધનોનો ગેરફાયદો ઊઠાવવામાં માનતું નથી.

આતંકવાદ સામે પણ એકજૂટ થઈને લડવાનું છે. આતંકવાદથી ભારત સૌથી વધુ ત્રસ્ત છતાં . લાખ કરતાં પણ વધારે સૈનિકો ઞગની શાંતિસેનામાં જોડાયેલ છે.

અમેરિકાનો રક્ષણવાદ અયોગ્ય, હવે વૈશ્ર્વિકરણનાં બદલે રક્ષણવાદ માથું ઊંચકી રહ્યો છે. ઝીંગપીંગે ગયા વરસે વૈશ્ર્વિકરણમાં ચાઈનાનો ઉત્સાહ દાખવ્યો હતો. ચીન અને અમેરિકા બાદ ભારતનું અર્થતંત્ર ઝડપથી વિકસીત મનાય છે ત્યારે ઈન્ફ્રાસ્ટ્રક્ચર, હેલ્થકેર, વેલનેસ, એજ્યુકેશન, એનર્જી સહિત અનેકવિધ ક્ષેત્રે મૂડીરોકાણ કરવા માટે ભારત બેસ્ટ ડેસ્ટિનેશન છે. ભારતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુધરેલી છે. ટેક્સ સ્ટ્રક્ચર ધોરણસરનું છે અને ઇઝ ઑફ ડુઈંગ સાનુકૂળ માહોલ સાથે ભારત ઈઝ ઑફ લિવિંગ અંગે પણ યોજનાઓ ઘડી રહ્યું છે. વર્લ્ડ બઁકના અહેવાલોય ભારતમાં મૂડીરોકાણ માટેનો માહોલ બહેતર બનવાનું દર્શાવે છે.

અનેક દેશોના આત્મકેન્દ્રી અભિગમથી વૈશ્ર્વિકરણ ઘટી રહ્યું છે. ભારત વિશ્ર્વનું નેતૃત્વ કરી શકે જે ચીન તેની આપખુદશાહીને કારણે કરી શકે. અમેરિકા અંતર્મુખી થઈ રહ્યું છે, યુરોપ તૂટી રહ્યું છે. વૈશ્ર્વિક સલામતી માટે ખૂબ સતર્ક રહી તથા ક્લાઈમેટ ચેન્જથી થતાં નુકસાનને ઘટાડવા પ્રતિબદ્ધતા. સાથે ચીન તથા ભારત, અમેરિકાએ ઊભા કરેલ ખાલીપાને ભરી શકે તેમ છે.

ભારત પણ રોજગારી, ઉત્પાદન અને સમૃદ્ધિને ધ્યાનમાં રાખી એન્ટી ડમ્પીંગ ડ્યૂટી અવારનવાર આયાતી માલ પર લગાડે છે તેવા આરોપો સામે અમેરિકાએ ચીનનાં સેલફોન પર ૩૦% ડ્યૂટી લગાડી છે તે જોવું રહ્યું. ભારતે જમીન, મજૂરી અને મૂડી અંગે જરૂરી સુધારા કરવા રહ્યાં, જેથી સ્થાનિક ઉદ્યોગોને ઘણી સહાય મળે તથા મેઈક ઈન ઈન્ડિયા સફળ થાય.

આવનારો સમય ભારતનો હશે નક્કી છે. આવો, આપણે સૌ એકજૂટ થઈને નવા ભારત સાથે નવા વિશ્ર્વનું નિર્માણ કરીએ.