પ્રાકૃતિક ચિકિત્સા-યોગ અંગે રાષ્ટ્રીય સંમેલન

    ૦૯-ફેબ્રુઆરી-૨૦૧૮૧૦ રાજ્યોમાંથી ૬૦૦ કરતાં વધુ પ્રતિનિધિઓએ ભાગ લીધો

૨૭-૨૮ જાન્યુઆરી, ૨૦૧૮નાં રોજ અમદાવાદનાં સરખેજ-ગાંધીનગર હાઈવે અડાલજ ખાતેહાર્ટફુલનેશ ઈન્સ્ટિટ્યૂટ’, ‘શ્રી રામચંદ્ર મિશન આશ્રમખાતે દ્વિદિવસીયપ્રાકૃતિક ચિકિત્સા-યોગઅંગે રાષ્ટ્રીય સંમેલન યોજાયું હતું. ‘ઈન્ટરનેશનલ નેચરોપેથી ઑર્ગેનાઈઝેશન’ (INO) દ્વારા આયોજિત રાષ્ટ્રીય સંમેલનમાં ઉદ્ઘાટન પ્રસંગે લકુલીશ યોગ યુનિવર્સિટીનાં પ્રમુખ ડૉ. દિનેશભાઈ અમીન અધ્યક્ષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા, તો મુખ્ય અતિથિ તરીકે રા. સ્વ. સંઘના પૂર્વ પ્રાંત સંઘચાલક શ્રી ડૉ. અમૃતભાઈ કડીવાલા ઉપસ્થિત રહ્યા હતા.

૨૮ જાન્યુઆરીના રોજ સંમેલનનો સમાપન સમારોહ યોજાયો હતો, જેમાં અધ્યક્ષ તરીકે ગુજરાત સરકારના મહેસૂલમંત્રી શ્રી કૌશિકભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

સદ્ગુરુ યોગીરાજ શ્રી શ્રી મંગેશ દા, આયુર્વેદાચાર્ય રાજશ્રી મુનિ તથા ભોપાલ, જામનગર, દિલ્હી, વડોદરા અને પૂનાના વિશેષ મહાનુભાવોની હાજરી પ્રેરક બની રહી.

ઉલ્લેખનીય છે કે બે દિવસના પ્રાકૃતિક ચિકિત્સા-યોગ અંગેનાં રાષ્ટ્રીય સંમેલનમાં ગુજરાતના વિવિધ દેશના ૧૦ રાજ્યોના વિવિધ જિલ્લાઓમાંથી ૬૦૦થી વધુ ચિકિત્સક અને વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સંમેલનમાં INOના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ. અનંત બિરાદર. INO ગુજરાતના અધ્યક્ષ મુકેશભાઈ શાહ, INO ગુજરાતનાં સલાહકાર મોહનભાઈ પંચાલ, INO ગુજરાતના કાર્યકારી અધ્યક્ષ ડૉ. જિતુભાઈ પંચાલ, INO ગુજરાતનાં મહાસચિવ હસમુખભાઈ શાહ સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા.

સંમેલનમાં પારિત પ્રસ્તાવો

પ્રાકૃતિક ચિકિત્સા-યોગ અંગેનાં રાષ્ટ્રીય સંમેલનમાં રાજ્યમાં યોગ-પ્રાકૃતિક ચિકિત્સાના સમગ્ર વિકાસ હેતુ સેમિનાર યોજાયો હતો, જેમાં કેટલાક પ્રસ્તાવો પારિત કરવામાં આવ્યાં હતાં, જે મુજબ છે.

 • રાજ્યમાં પ્રાકૃતિક ચિકિત્સા-યોગના વિકાસ માટે એડવાયઝરી (સલાહકાર) સમિતિનું ગઠન કરવામાં આવે.
 • પ્રાકૃતિક ચિકિત્સા યોગ માટે રાજ્ય સરકાર દ્વારા કાઉન્સિલ બનાવી તેમાં વિશેષજ્ઞોની તત્કાલીન ધોરણે નિમણૂંક કરવામાં આવે.
 • ગુજરાતનાં વિવિધ જિલ્લાઓમાં અનેક વર્ષોથી પ્રાકૃતિક ચિકિત્સાનું કાર્ય સફળતાપૂર્વક ચાલી રહ્યું છે. નેચરોપેથીમાં ઇક્ષુત અને અનુભવી પ્રાકૃતિક ચિકિત્સકોના અનુભવને આધારે રજિસ્ટ્રેશન(નોંધણી) કરાવવામાં આવે.
 • આયુષ મંત્રાલયના સહયોગથી જિલ્લાસ્તરે પ્રાકૃતિક ચિકિત્સા-યોગના ઉપચાર કેન્દ્રની સ્થાપના કરવામાં આવે.
 • રાજ્યના પર્યટન ક્ષેત્રમાં પ્રાકૃતિક ચિકિત્સા યોગને પ્રાથમિકતા આપવામાં આવે.
 • આયુષ મંત્રાલય, ભારત સરકારને રાજ્ય સ્વાસ્થ્ય મંત્રાલય, આયુષ વિભાગ દ્વારા મોકલાતાં પ્રૉજેક્ટ ઈમ્પિલમેન્ટ પ્લાન (PIP)માં યોગ નેચરોપેથીને સામેલ કરી પ્રસ્તાવને કેન્દ્ર સરકારને મોકલવામાં આવે.

 

વિષયો પર નિષ્ણાતોના પ્રવચનો થયા

 • કાચો આહાર અને ઉપવાસનું વૈજ્ઞાનિક તથ્ય તથા મહત્વ
 • આકૃતિ વિજ્ઞાન દ્વારા નેચરોપેથી ટ્રીટમેન્ટ
 • જીવન શક્તિ (Immunity)નો વૈજ્ઞાનિક આધાર, ક્રિયા યોગ અને તેનું મહત્ત્વ
 • એક્યુપ્રેશર દ્વારા નેચરોપેથીમાં તાત્કાલિક સારવાર
 • પેથોલોજી અભ્યાસ દ્વારા નેચરોપેથી ટ્રીટમેન્ટ
 • ડાયાબીટીસ પર જીત મેળવો.
 • ઊંચા રક્તચાપ અને હૃદયરોગની સારવાર
 • મેનોપેઝમાં એલોપેથી તથા નેચરોપેથી સારવાર