કોઈ હિન્દુત્વને ત્યજે છે તો ભારત સાથે તેનો સંબંધ તૂટી જાય છે : મા. શ્રી મોહનજી ભાગવત

    ૦૯-ફેબ્રુઆરી-૨૦૧૮


 

 
આસામના ગૌહાટીમાં ૩૫૦૦૦ સ્વયંસેવકોનું સંમેલન ૯૨ વર્ષની સાધનાના અંતેલૂઈટ પોરિયા હિન્દુ સમાવેશ

"જો કોઈ હિન્દુત્વ સાથે પોતાનો સંબંધ તોડે છે, તો ભારત સાથે પણ તેનો સંબંધ તૂટી જાય છે. દેશમાં અનેક વિવિધતાઓ અને મતભેદ છતાં હિન્દુત્વ ભારતના લોકોને એક સૂત્રમાં બાંધી રાખે છે. હિન્દુત્વની મહાનતા છે કે તે તમામ વિવિધતાઓનો સ્વીકાર કરે છે. શબ્દો છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ડૉ. મોહનજી ભાગવતના. તાજેતરમાં તેઓ આસામના ગૌહાટીમાંલૂઈટ પોરિયા હિન્દુ સમાવેશને સંબોધન કરી રહ્યા હતા. તેઓએ કહ્યું હતું કે, હિન્દુત્વ તમામ દર્શનોને સ્વીકારે છે અને જે તેમાં સામેલ થાય છે, તે તમામને અપનાવે છે. સંમેલનમાં ૩૫,૦૦૦ જેટલા સ્વયંસેવકોને સંબોધતાં તેઓએ જણાવ્યું હતું કે, ૯૨ વર્ષની સાધનાના પરિણામે આપણે ગૌહાટીમાં એકત્રિત થયા છીએ. અદ્ભુત દૃશ્ય જેટલું આનંદદાયક તમારા માટે છે, તેટલું મારા માટે પણ છે. ૯૨ વર્ષ પહેલાં દેશના મધ્યભાગમાં સાધના શરૂ થઈ હતી, જે આજે સમગ્ર દેશમાં ફેલાઈ ચૂકી છે.

દેશવાસીઓએ હવે જાગવાની જરૂરિયાત છે અને માત્ર એક વ્યક્તિની જવાબદારી નથી. ઉત્કૃષ્ટ ભારતના નિર્માણ માટે પોતાના સાથીઓને જગાડવાની જવાબદારી સૌ ભારતવાસીઓની છે, જ્યાં સુધી ભારતમાં હિન્દુત્વ છે, ત્યાં સુધી ભારતનું અસ્તિત્વ છે. આપણે ત્યાં હિન્દુત્વ આધારિત આંતરિક એકતા છે અને એટલા માટે ભારત હિન્દુરાષ્ટ્ર છે. ભારત સમગ્ર વિશ્ર્વને માનવતાનો સંદેશ આપે છે. પોતાના આચરણ થકી અન્યને પ્રેરણા આપે છે અને આપણા સ્વભાવને વિશ્ર્વ હિન્દુત્વનું નામ આપે છે, માટે ભારતના લોકો હિન્દુત્વની ભાવના ભૂલે છે, તો તેનો સંબંધ ભારત સાથે ખતમ થઈ જાય છે. પાકિસ્તાનના વિભાજન બાદ બાંગ્લાભાષી બાંગ્લાદેશ ભારતમાં સામેલ કેમ થયું...? કારણ કે ત્યાં હિન્દુત્વની ભાવના નથી.

સરસંઘચાલકજીએ જણાવ્યું હતું કે, ગૌરક્ષા અને ગૌનિર્ભરતા આધારિત ખેતી ભારતીય ખેડૂતોને સંકટમાંથી ઉગારવા માટેનું એકમાત્ર સમાધાન છે. લોકો દિશામાં કામ કરે. પાકિસ્તાને એવું કેમ ના કહ્યું કે, ભારતનું તમામ અહીં પેદા થયું છે, માટે ભારત બીજું નામ અપનાવે. પાકિસ્તાને આવું કહ્યું, કારણ કે તે આપણાથી અલગ થવા માંગતું હતું. તે જાણતું હતું કે ભારત નામમાં હિન્દુત્વ જોડાઈ જાય છે, માટે અહીં હિન્દુત્વ છે, માટે ભારત છે. સંઘની તાકાત કોઈને ડરાવવા કે ધમકાવવા માટે નથી. બલ્કે દરેકની પ્રગતિ માટે, સમાજને મજબૂત કરવા માટે છે, માટે માત્ર તમાશાબીન અને હમદર્દ બની રહેશો, નિર્ણયો લેતાં શીખો અને સંઘની સંસ્કૃતિને ઓળખો. માતા - બહેનો પોતાનાં બાળકોને સંઘની શાખાઓમાં મોકલે અને અમારા દર્શનથી પરિચિત કરાવે. સંઘ પોતાની ઊર્જા અને શક્તિ સમાજસેવાનાં કામોમાં વાપરે છે.

વિશ્ર્વશાંતિ માટે દુનિયા આજે ભારત તરફ મીટ માંડી રહી છે. સંઘનું લક્ષ્ય ભારતને તેના ખુદના પગ પર ઊભો કરવાનું છે અને તેમાં કોઈ છૂપો સ્વાર્થ નથી. બલ્કે આજે તેની તાતી ‚રિયાત છે. હિન્દુત્વનો અર્થ સ્વાર્થસાધનાનો ઉદ્યમ નથી. સ્વહિત, સ્વદેશહિત અને વિશ્ર્વહિતની ત્રિવેણી સાધના સંઘનો ઉદ્દેશ છે. પાછલાં હજાર વર્ષોથી માનવતા અને વિશ્ર્વશાંતિ માટે પ્રયત્નો થઈ રહ્યા છે, પરંતુ સફળતા મળી નથી. ભારત વિશ્ર્વનું પ્રાચીનતમ રાષ્ટ્ર છે, ત્યારે ભારતે પ્રાચીનતમ રાષ્ટ્ર હોવાની તેની જવાબદારી નિભાવવાની છે. ભારતે વિશ્ર્વને નવો રાહ બતાવવાનો છે. કાર્ય કઠિન જરૂર છે, પરિસ્થિતિઓ પ્રતિકૂળ પણ છે, પરંતુ અશક્ય નથી. સૂર્ય સતત સમગ્ર વિશ્ર્વને પ્રકાશ આપે છે. ક્યારેય અવકાશ (રજા) લેતો નથી. માત્ર એક પૈડા પર ચાલે છે, ક્યાંય કોઈ રસ્તો નથી. સારથિના પગ પણ નથી છતાં દરરોજ નિયમપૂર્વક નીકળે છે. અમારા કહેવાનો મતલબ છે કે, સાધન મહત્ત્વપૂર્ણ નથી, સત્ય મહત્ત્વપૂર્ણ છે અને સત્યના આધારે કાર્યસિદ્ધિ થાય છે. આપણે સત્યને પ્રત્યેક ભારતીયમાં જગાવવાનું છે અને કામ રા. સ્વ. સંઘ દ્વારા થઈ રહ્યું છે.

મંચ પર સરસંઘચાલકની સાથે સહસરકાર્યવાહ ડૉ. કૃષ્ણ ગોપાલજી, સહસરકાર્યવાહ વી. ભૈયાજી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આસામમાં સન ૧૯૪૭થી સંઘકાર્યની શરૂઆત થઈ હતી, ત્યારથી માંડી હાલ સુધી જેટલા પ્રચારકોએ અહીં કામ કર્યું હતું, તે તમામ કાર્યમાં ઉપસ્થિત રહ્યા હતા, સાથે નાગાલૅન્ડ, મેઘાલય અને અસમની ૧૨ જનજાતિઓના રાજા અસમના તમામ સત્રો(મઠ)ના સત્રાધિકારી વિવિધ ધર્મના ધર્મગુરુઓ અને નાગરિકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

 

આપણી સંસ્કૃતિ આપણી ઓળખ

સુખની ઇચ્છામાં આપણે જે કાંઈ ભેગું કરી રહ્યા છીએ તેમાંથી કેટલુંક ‚રિયાતમંદ લોકોમાં વહેંચવાની જરૂર છે. ભારતનો ચહેરો કોઈ પંથ કે સંપ્રદાય હોઈ શકે. આપણી સનાતન સંસ્કૃતિ આપણી ઓળખ છે. વિચારોને આત્મસાત્ કરીશું તો દુનિયાની કોઈ તાકાત આપણને અલગ કરી શકવાની નથી. શબ્દો છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મા. સરસંઘચાલક ડૉ. મોહનજી ભાગવતના. તેઓશ્રી તાજેતરમાં રાયપુરના એક સ્થાનિક વિદ્યાલયના પ્રાંગણમાં આયોજિત મકરસંક્રાંતિ ઉત્સવમાં સ્વયંસેવકો અને નાગરિકોને સંબોધિત કરી રહ્યા હતા.

મકર સંક્રાંતિનું મહત્ત્વ સમજાવતાં તેઓશ્રીએ કહ્યું હતું કે, પ્રકૃતિ પણ પોતાનો સ્વભાવ સૃષ્ટિના હિતમાં બદલે છે. ત્યારે આપણે પણ આપણો સ્વભાવ ગરીબોના હિતમાં બદલવો જોઈએ. જરૂરિયાતમંદોને દાન આપી મદદ કરાવીને સ્વભાવ વિકસાવવો જોઈએ. બાળકોમાં પણ દાન આપવાની આદત પાડવી જોઈએ. વિશ્ર્વભરમાં આજે પોતપોતાના પંથ અને સંપ્રદાયને અન્યથી શ્રેષ્ઠ સર્વોપરી બનાવવાની સ્પર્ધા ચાલી છે, જે ખોટું અને અસ્વીકાર્ય છે. ભારતમાં પણ અનેક જાતિઓ, બોલીઓ અને દેવી-દેવતા છે, છતાં પણ ૪૦ હજાર વર્ષોથી ભારતની ઓળખ તેની સંસ્કૃતિ રહી છે. તેના પૂર્વજ રહ્યા છે. તેઓશ્રીએ જણાવ્યું હતું કે, આદિવાસી પણ આપણા ભાઈ છે. તેમનો સમગ્રતયા વિકાસ કરવા અને તેમને પોતાને સાથે લઈ ચાલવાની ચિંતા ભારતે કરવી જોઈએ. જ્યારે જ્યારે આપણે ભારત માટે લડ્યા ત્યારે આપણી એકતા વધારે મજબૂત બની છે, આપણી સામે કોઈ ટકી શક્યું નહીં, પરંતુ જેમ જેમ આપણે પંથ, સંપ્રદાય, ભાષા વગેરે મુદ્દે લડવા લાગ્યા, તેમ તેમ આપણો દેશ વિભાજિત થતો ગયો. રાજનીતિ તોડે છે, જ્યારે સમાજ અને સંસ્કૃતિ વ્યક્તિને જોડે છે. તેઓએ જણાવ્યું હતું કે, અફઘાનિસ્તાનથી બર્મા સુધી, ચીનના તિબેટથી લઈ શ્રીલંકાના દક્ષિણ સુધી જેટલા લોકો રહે છે તે તમામના ડીએનએ એક છે. તેમના પૂર્વજો સમાન છે અને બાબત આપણને જોડનારી છે. આજે આપણે એકબીજાને ભૂલી ગયા છીએ. એકબીજા સાથે સંઘર્ષ કરી રહ્યા છીએ. જ્યારે વાસ્તવિકતા છે કે આપણે એક પરિવારના છીએ.