શિવસ્વરૂપ શંકરાચાર્ય જયેન્દ્ર સરસ્વતીજી શિવશરણમાં

    ૧૦-માર્ચ-૨૦૧૮


 

કાંચી કામકોટિ પીઠના પીઠાધિપતિ અને ૬૯મા શંકરાચાર્ય જયેન્દ્ર સરસ્વતીજીનો ૨૯ ફેબ્રુઆરીના રોજ કૈલાસવાસ થયો. હિન્દુ ધર્મમાં સૌથી મહત્ત્વના અને શક્તિશાળી કાંચીપીઠના પીઠાધિપતિની સાથે સાથે જયેન્દ્ર સરસ્વતિજીએ રાજનીતિક રૂપે પણ એક શક્તિશાળી જીવન જીવ્યું હતું. સ્વામી જયેન્દ્ર સરસ્વતીજીનું વાસ્તવિક નામ સુબ્રમણ્યમ્ મહાદેવ ઐયર હતું. તેમનો જન્મ ૧૯ જુલાઈ, ૧૯૩૫માં થયો હતો. ૬૮મા શંકરાચાર્ય ચંદ્રશેખરેન્દ્ર સરસ્વતીજીએ સુબ્રમણ્યમ્ને ૨૨ માર્ચ ૧૯૫૪માં કાંચી મઠના પીઠાધિપતિના પદ પર આસિન કર્યા હતા, ત્યાર બાદ તેઓ જયેન્દ્ર સરસ્વતી બન્યા. તેઓ વેદોના પ્રકાંડ જ્ઞાતા હતા. ભારતના પૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલબિહારી વાજપેયી પણ તેમના પ્રશંસકોમાંના એક હતા. જયેન્દ્ર સરસ્વતી પ્રત્યે રાજકારણીઓમાં કેટલો આદર હતો વાતનો અંદાજ વાત પરથી લગાવી શકાય છે કે, એક વખત જ્યારે તેઓ તત્કાલીન રાષ્ટ્રપતિ .પી.જે. અબ્દુલ કલામને મળવા રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા ત્યારે કલામને તેમના માનમાં પોતાની ખુરશી પરથી ઊભા થઈ જઈને જયેન્દ્ર સરસ્વતીજીને પોતાની ખુરશી પર બેસાડી દીધા હતા. જ્યારે જયેન્દ્ર સરસ્વતીજીએ આમ કરવાનું કારણ પૂછ્યું, ત્યારે કલામે આદરપૂર્વક જણાવ્યું હતું કે, મેં આવું એટલા માટે કર્યંુ કારણ કે ખુરશી પર આપના આશીર્વાદ હંમેશા જળવાઈ રહે.

જયેન્દ્ર સરસ્વતીજીએ અયોધ્યા વિવાદના સમાધાન માટે પણ પહેલ કરી હતી અને વખતે વિવાદ લગભગ સમાધાનમાં હતો, પરંતુ રાજકીય કાવાદાવાઓમાં નિખાલસ પ્રયાસનો ભોગ લેવાઈ ગયો અને ઊલટાનું જયેન્દ્ર સરસ્વતીજીના પ્રયાસોની ટીકા થઈ. તેઓએ સનાતન ધર્મીઓના પ્રમુખ કેન્દ્ર સમા કાંચી કામકોટી મઠને નવી શક્તિ અર્પી હતી. તેઓએ મઠ સામેએનઆરઆઈઅને રાજનૈતિક વિભૂતિઓને સાંકળી મઠમાં નવો સંચાર કરી દીધો હતો. કાંચી મઠ અનેક શાળાઓ અને હૉસ્પિટલો પણ ચલાવે છે. દેશભરમાં પ્રસિદ્ધ એવુંશંકર નેત્રાલયપણ મઠ દ્વારા ચલાવાઈ રહ્યું છે.

તેઓ તમિલનાડુમાં હિન્દુત્વના ચહેરા સમાન હતા. હિન્દુ હિત ખાતર તેઓ અહીંના સ્થાનિક પક્ષોડીએમકેઅનેએઆઈડીએમકેને પણ ઝપટમાં લેતાં ખચકાતા હતા. પરિણામે બન્ને સ્થાનિક પક્ષોનાં નિશાન પર તે હંમેશા રહ્યા હતા. ૧૧ નવેમ્બર, ૨૦૦૪માં તત્કાલીન જયલલિતા સરકાર દ્વારા શંકરરમન હત્યાકાંડના બહાને દિવાળીના આગલે દિવસે તેમને જેલમાં પૂરી દીધા હતા. જો કે ૨૦૧૩માં પંડુચેરી અદાલતે તેઓને નિર્દોષ જાહેર કરી મુક્ત કર્યા હતા.

કાંચીપુરમ્ મઠના ૮૨ વર્ષીય શંકરાચાર્ય જયેન્દ્ર સરસ્વતી છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા અને શ્ર્વાસ લેવાની સમસ્યા બાદ તેઓને કામાક્ષી અમ્માન હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમનો ૨૮ ફેબ્રુઆરીના રોજ સ્વર્ગવાસ થયો હતો.

ભારતમાં શંકરાચાર્ય પરંપરા

પ્રાચીન ભારતીય સનાતન પરંપરાના વિકાસ અને ધર્મના પ્રચાર-પ્રસારમાં આદિ શંકરાચાર્યનું મહત્ત્વનું યોગદાન રહ્યું છે. તેઓએ સનાતન પરંપરાને સમગ્ર ભારતમાં પહોંચાડવા માટે ભારતની ચારેય દિશાઓમાં મઠોની સ્થાપના કરી હતી.

ધાર્મિક માન્યતાઓ મુજબ આદિ શંકરાચાર્યને ભગવાન શંકરનો અવતાર માનવામાં આવે છે. તેઓએ સમગ્ર ભારતની યાત્રા કરી હતી. તેઓ અદ્વૈત વેદાંતના પ્રણેતા, સંસ્કૃતના વિદ્વાન, ઉપનિષદ વ્યાખ્યાતા અને સનાતન ધર્મસુધારક હતા. પ્રાચીન ભારતીય સનાતન પરંપરાના વિકાસમાં તેમનું યોગદાન મહત્ત્વનું માનવામાં આવે છે. ભારતભ્રમણ દરમિયાન તેઓએ ચારેય ખૂણામાં મઠોની સ્થાપના કરી હતી. ત્યારથી માંડી આજ દિન સુધી મઠોનું સંચાલન શંકરાચાર્ય દ્વારા કરવામાં આવે છે.

આદિ શંકરાચાર્યજીએ કેરલથી માંડી કાશ્મીર, પુરી (ઓરિસ્સા)થી દ્વારકા (ગુજરાત), શ્રૃંગેરી (કર્ણાટક)થી બદ્રીનાથ (ઉત્તરાખંડ) અને કાંચી (તમિલનાડુ)થી માંડી કાશી (ઉત્તર પ્રદેશ) સુધી યાત્રા કરી. હિમાલયની તળેટીઓથી માંડી નર્મદા-ગંગાના ઘાટો સુધી પૂર્વથી માંડી પશ્ર્ચિમના ઘાટોની યાત્રા કરી અને સમગ્ર દેશને પોતાનાં દર્શન થકી એક સૂત્રમાં પરોવવાનો પ્રયાસ કર્યો. સમય હતો જ્યારે દેશમાં અંધવિશ્ર્વાસ અને પરધર્મી આક્રમણો ચરમ પર હતાં. સનાતન ધર્મનું મૂળ રૂ લગભગ નષ્ટ થઈ ગયું હતું. એવા સમયે તેઓએ સનાતન ધર્મને પડકારનારા વિવિધ ધર્મો-સંપ્રદાયના લોકોને શાસ્ત્રાર્થ કરવા માટે આમંત્રિત કર્યા અને પરાજિત કર્યા. તેઓએ લોકોના ભ્રમને દૂર કરવા માટે સંપ્રદાયવાળી વ્યવસ્થા ‚ કરી. તેઓએ દેશનાં પ્રમુખ મંદિરો માટે નિયમ બનાવ્યા. તેઓએ સંન્યાસી સમુદાયમાં સુધારા માટે દેશના પૂર્વમાં ગોવર્ધન જગન્નાથપુરી ઓરિસ્સા, પશ્ર્ચિમમાં શારદામઠ (ગુજરાત) ઉત્તરમાં જ્યોતિર્મઠ (બદ્રનાથ-ઉત્તરાખંડ) અને દક્ષિણમાં શ્રૃંગેરી મઠ રામેશ્ર્વરમ્ (તમિલનાડુ)ની સ્થાપના કરી. ઈસાપૂર્વે ચારેય મઠો સ્થાપિત કરવામાં આવ્યા હતા. આજે પણ મઠોનો શંકરાચાર્યોના નેતૃત્વમાં ચલાવવામાં આવી રહ્યા છે. મઠોમાં ગુરુ-શિષ્ય પરંપરાનું નિર્વહન કરવામાં આવે છે. સમગ્ર ભારતમાં સંન્યાસી અલગ-અલગ મઠ સાથે જોડાયેલા હોય છે. જ્યાં તેઓને સંન્યાસની દીક્ષા આપવામાં આવે છે. વિશેષ વાત છે કે અહીં સંન્યાસ લીધા બાદ દીક્ષા લેનારના નામ સાથે દીક્ષિત વિશેષણ લગાવવાની પરંપરા પણ છે. વિશેષણ થકી સંકેત મળે છે કે, સંન્યાસી કયા મઠના છે અને વેદની કઈ પરંપરાનો વાહક છે. આદિ શંકરાચાર્યે ચારેય મઠોમાં સૌથી વધુ યોગ્યતા ધરાવતા શિષ્યને મઠાધીશ બનાવવાની પરંપરા ‚ કરી હતી જે મઠોના મઠાધીશ બને છે તે શંકરાચાર્ય કહેવાય છે. શંકરાચાર્યજી પોતાના જીવનકાળમાં પોતાના સૌથી યોગ્ય શિષ્યને ઉત્તરાધિકારી તરીકે જાહેર કરી દે છે.

શંકરાચાર્યજી હંમેશા આપણા દિલમાં જીવિત રહેશે. તેઓએ સમાજ માટે ખૂબ કામ કર્યાં છે.

- નરેન્દ્ર મોદી (વડાપ્રધાન)

વિજયેન્દ્ર સરસ્વતી ૨૫૦૦ વર્ષ જૂના કાંચી કામકોટી પીઠના નવા શંકરાચાર્ય બનશે

કાંચી કામકોટી પીઠના શંકરાચાર્ય સ્વામી જયેન્દ્ર સરસ્વતી બ્રહ્મલીન થયા બાદ વિજયેન્દ્ર સરસ્વતી ૨૫૦૦ વર્ષ જૂની પીઠના ૭૦મા શંકરાચાર્ય બનશે. વિજયેન્દ્ર સરસ્વતી જયેન્દ્ર સરસ્વતીના શિષ્ય છે. વિજયેન્દ્ર હવે કાંચી કામકોટીના પીઠાધિપતિ બનશે. પીઠના વડા શંકરાચાર્ય કહેવાય છે. પીઠ .. પૂર્વે ૪૮૨માં સ્થપાઈ હતી. આદિ શંકરાચાર્યએ તેની સ્થાપના કરી હતી. કાંચીના શંકરાચાર્ય હોવાને કારણે હવે વિજયેન્દ્ર સરસ્વતી સનાતન અદ્વૈત વેદાંતના પ્રવર્તક બનશે. તેમનો જન્મ ૧૯૬૯માં કાંચીપુરમ્ નજીકના થંડલમ્ ખાતે થયો હતો.

અનેક રાજકીય નેતાઓ દ્વારા શ્રદ્ધાંજલિ

પ્રધાનમંત્રી સહિત અન્ય નેતાઓએ પણ શંકરાચાર્ય સદ્ગત જયેન્દ્ર સરસ્વતીજીના સ્વર્ગવાસ પર દુ: વ્યક્ત કર્યું હતું. ભાજપના નેતા રામમાધવે ટ્વીટ કરી શ્રદ્ધાંજલિ પાઠવતાં કહ્યું હતું કે, જયેન્દ્ર સરસ્વતી સુધારાવાદી સંત હતા. તેઓએ સમાજ માટે અનેક કામો કર્યાં છે. જયેન્દ્ર સરસ્વતીજીને શ્રદ્ધાંજલિ આપવામાં કેન્દ્રીય મંત્રી સુરેશ પ્રભુ, બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ સામેલ હતાં.