વિશ્વપ્રવાહ : જોર્ડન ભારત માટે કેમ ભરોસાપાત્ર સાથી બની શકે ?

    ૧૦-માર્ચ-૨૦૧૮


 

કેન્દ્રમાં ભાજપની સરકાર આવી અને નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા પછી ભારતની વિદેશ નીતિને એક નવી દિશા મળી છે. અગાઉ દુનિયા માટે ભારત એક કરોડોની વસતી ધરાવતો દેશ હતો કે જેનો ઉપયોગ પોતાના માટે માર્કેટ તરીકે કરવાનું બધા દેશો વિચારતા. મોદીએ માન્યતા બદલી છે અને ભારતને એક મજબૂત લોકશાહી રાષ્ટ્ર તરીકે પ્રસ્થાપિત કર્યું છે. ભારતનો પોતાનો અવાજ છે ને વિશ્ર્વને સ્પર્શતી બાબતોમાં અવાજને અવગણી શકાય તેમ નથી તેનો અહેસાસ મોદીએ પોતાના શાસનના પોણા ચાર વર્ષમાં દુનિયાને કરાવ્યો છે. તેના કારણે અત્યાર લગી આપણાથી દૂર રહેતા દેશો પણ ભારતની નજીક આવવા લાગ્યા છે અને ભારત સાથેના સંબંધો મજબૂત બનાવવા માટે ગંભીર પ્રયત્નો કરે છે.

કિંગ અબ્દુલ્લાની ભારતયાત્રા ખાસ કેમ ?

દુનિયાભરના દેશો નરેન્દ્ર મોદીને પોતાને ત્યાં આવવા નિમંત્રણ આપી રહ્યા છે અને સંખ્યાબંધ દેશોના વડા ભારતની યાત્રાએ આવી રહ્યા છે. સિલસિલાને આગળ ધપાવતાં હમણાં જોર્ડનના રાજા અબ્દુલ્લા ભારતની ત્રણ દિવસની યાત્રાએ આવી ગયા. પહેલા કિંગ અબ્દુલ્લા ૨૦૦૬માં ભારત આવેલા પણ વખતે તેમની યાત્રા ઘણાં કારણોસર ખાસ બની રહી. મોદી પોતે ગયા મહિને જોર્ડન ગયા હતા ને બહુ ટૂંકા ગાળામાં કિંગ અબ્દુલ્લા ભારત આવ્યા તેના પરથી જોર્ડન ભારત સાથેના સંબંધોને નવું સ્વ‚ આપવા કેટલું આતુર છે તે સ્પષ્ટ થાય છે. કિંગ અબ્દુલ્લાની યાત્રાથી ભારત-જોર્ડનના સંબંધોમાં એક નવા યુગનો ઉદય થયો, ખાસ કરીને ભારતની આતંકવાદ સામેની લડાઈમાં જોર્ડન એક મજબૂત અને ભરોસાપાત્ર સાથી તરીકે ઊભરી રહ્યું છે તેવો સ્પષ્ટ સંદેશ યાત્રાએ આપ્યો.

નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા. પછી ભારત એવા મુસ્લિમ દેશો સાથે પોતાના સંબંધ વધારી રહ્યું છે જે કટ્ટરતા અને આતંકવાદના વિરોધી છે. જોર્ડનના કિંગ અબ્દુલ્લા આતંકવાદ સામેની લડાઈમાં મોખરે છે અને લડાઈમાં ભારત માટે મદદગાર થઈ શકે છે. તેના કારણે તેમની ભારતયાત્રા મહત્ત્વની હતી ને કિંગ અબ્દુલ્લાની ભારતની યાત્રા દરમિયાન સૌથી નોંધપાત્ર ઘટના વિજ્ઞાન ભવનમાં યોજાયેલી કોન્ફરન્સ રહી. ઇસ્લામિક સેન્ટર દ્વારા આયોજિત કાર્યક્રમમાં ઉદાર ઈસ્લામ વિષય પર કિંગ અબ્દુલ્લા અને નરેન્દ્ર મોદી બંનેએ પોતાના વિચારો મૂક્યા ને વિચારોએ દુનિયાને સ્પષ્ટ રીતે બે મેસેજ આપી દીધા. પહેલો મેસેજ કે આતંકવાદનો કોઈ ધર્મ નથી ને બીજો મેસેજ કે, આતંકવાદ સામેની લડાઈમાં ભારત અને જોર્ડન સાથે છે.

ભારતને કઈ રીતે મદદરૂ થઈ શકે ?

નરેન્દ્ર મોદીએ બહુ સ્પષ્ટતાથી કહ્યું કે ઈસ્લામની વિરાસતને વ્યક્ત કરી શકાય, પરંતુ તેને અનુભવી શકાય છે. માનવતાની વિરુદ્ધ જુલમ કરનારાઓ નથી જાણતા કે જેના માટે તેઓ લડવાનો દાવો કરે છે એથી તેમના ધર્મનું પણ નુકસાન થાય છે. કિંગ અબ્દુલ્લાએ બહુ સ્પષ્ટ શબ્દોમાં ઈસ્લામના નામે ચાલતા આતંકવાદને ઝાટક્યો. અબ્દુલ્લાએ કહ્યું કે ઈસ્લામમાં નફરતનું કોઈ સ્થાન નથી. આતંકવાદને તેની સાથે જોડવો જોઈએ. જોર્ડનના કિંગ અબ્દુલ્લા ઈસ્લામને આધુનિક બનાવવા વરસોથી મથ્યા કરે છે ને મોદીએ પ્રયત્નોની પ્રશંસા કરતાં કહ્યું કે, ઇસ્લામની સાચી ઓળખ બનાવવામાં જોર્ડનની મહત્વપૂર્ણ ભૂમિકા છે અને અમે ઇચ્છીએ છીએ કે મુસ્લિમોના એક હાથમાં કુરાન અને બીજા હાથમાં કોમ્પ્યુટર હોય. વાત કરીને મોદીએ ઈસ્લામના આધુનિકીકરણની તરફેણ પણ કરી દીધી.

મોદીએ જે વલણ લીધું છે તે યોગ્ય છે તે કહેવાની રૂ નથી. ભારત માટે આતંકવાદ મોટો પડકાર છે અને પડકારને ભારત પહોંચી વળવા ભારતને પોતાના જેવા વિચારો ધરાવતા દેશોના સાથની રૂ છે . જોર્ડન તેમાંથી એક દેશ છે કહેવાની રૂ નથી. જોર્ડન માત્ર એકાદ કરોડની વસતી ધરાવતો દેશ છે અને અત્યંત સમૃદ્ધ છે પણ તેનું અર્થતંત્ર એટલું મોટું નથી કે આપણને બહુ ફાયદો થાય. દક્ષિણ પશ્ર્ચિમ એશિયામાં અકાબા ખાડ઼ીની નીચે સીરિયાઈ રણપ્રદેશના દક્ષિણી ભાગમાં આવેલો અરબ દેશ જોર્ડન બીજા આરબ દેશોની જેમ સમૃદ્ધ છે પણ બીજા આરબ દેશોની જેમ પેટ્રોલિયમમાંથી કમાણી નથી કરતો. જોર્ડન પોતાને ત્યાંથી વીકળતા પેટ્રોલિયમનો ઉપયોગ પોતાના માટે કરે છે. તેના કારણે આપણે તેની પાસેથી પેટ્રોલિયમની આશા ના રાખી શકીએ. જોર્ડનનો મોટાભાગનો વિસ્તાર રણપ્રદેશ છે, વિશેષ રૂપે આરબ રણપ્રદેશ. જોકે, વાયવ્ય ક્ષેત્રમાં આવેલી જોર્ડન નદીનો મુખત્રિકોણ પ્રદેશ ઉપજાઊ ક્ષેત્ર મનાય છે તેથી જોર્ડનમાં સમૃદ્ધિ છે. દેશની રાજધાની અમ્માન ઉત્તર પશ્ર્ચિમમાં સ્થિત છે અને વિસ્તાર પણ ફળદ્રુપ છે. બધું તેના પોતાના લોકોને સુખી રાખવા પૂરતું છે પણ બીજા દેશોને જોર્ડન આર્થિક રીતે બહુ મદદરૂ થઈ શકે તેમ નથી. સંરક્ષણ માટે જોર્ડન અમેરિકા પર નિર્ભર છે તેથી સંરક્ષણ ક્ષેત્રે પણ તેની સાથે બહુ સહકાર સંભવ નથી પણ ઈસ્લામ જગતમાં તેનો પ્રભાવ અને ખાસ તો તેના ઉદાર વિચારોના કારણે તે ભારતને બહુ મદદરૂ થઈ શકે તેમ છે.

બીજા આરબ દેશોથી અલગ છે જોર્ડન

જોર્ડન સત્તાવાર રીતે કિંગડમ ઑફ જોર્ડન તરીકે ઓળખાય છે. જોર્ડનની ઉત્તરમાં સીરિયા, ઉત્તર-પૂર્વમાં ઇરાક, પશ્ર્ચિમમાં પશ્ર્ચિમી તટ અને ઇઝરાયલ અને પૂર્વ અને દક્ષિણમાં સઉદી અરેબિયા આવેલાં છે. જોર્ડન, ઇઝરાયલ સાથે મૃત સમુદ્ર અને અકાબા ખાડ઼ીની તટરેખા ઇઝરાયલ, સઉદી અરેબિયા અને ઇજીપ્ત સાથે જોડાયેલી છે. રીતે જોર્ડન આરબ દેશોમાંનો એક છે પણ જોર્ડન બીજા આરબ દેશો કરતાં ઘણી રીતે અલગ છે. જોર્ડન અલગ છે તેનું શ્રેય તેના શાહી પરિવારને જાય છે. જોર્ડનના કિંગ અબ્દુલ્લા દ્વિતીય ઈસ્લામને મજબૂત બનાવનારા મોહમ્મદ પયગંબર સાહેબની ૪૧મી પેઢીએ વારસ છે. જેરુસલેમ સ્થિત ઇસ્લામના ત્રીજા સૌથી મોટા પવિત્ર સ્થળ અલ-અક્સા મસ્જિદના સંરક્ષક કિંગ અબ્દુલ્લાએ ઇસ્લામના નામ પર ચાલી રહેલા કટ્ટરપંથને નાબૂદ કરવા વૈશ્ર્વિક સ્તરે પ્રયાસ કર્યા છે. ઈસ્લામમાં આધુનીકરણની તરફેણ કરનારા કિંગ અબ્દુલ્લા અને જોર્ડન શાંતિપૂર્ણ અને ઉદાર ઈસ્લામની તરફેણ કરતા રહ્યા છે. જોર્ડન અશાંત રહેતા પેલેસ્ટાઈન ક્ષેત્રમાં રાજકીય સ્થિરતા માટે મથામણ કરે છે. મોટા ભાગના મુસ્લિમ દેશો ઈઝરાયલ સાથે દુશ્મનાવટ રાખે છે ત્યારે જોર્ડન એવા ગણ્યાગાંઠ્યા મુસ્લિમ દેશો પૈકી એક છે જેના ઈઝરાયલ સાથે રાજદ્વારી સંબંધો છે. મધ્ય-પૂર્વ એશિયામાં ભારતના સૌથી મજબૂત સહયોગી ઈઝરાયલ સાથે જોર્ડન સંબંધ ધરાવે છે તેથી ભારત માટે જોર્ડન ઘણી રીતે ઉપયોગી સાબિત થઈ શકે.

ભારત - જોર્ડન વચ્ચે સહયોગ

નરેન્દ્ર મોદીના પ્રયત્નોના કારણે ભારત અને જોર્ડન વચ્ચે ઘણાં ક્ષેત્રોમાં સહયોગ થયો છે. ઓક્ટોબર ૨૦૧૫માં ભારત અને જોર્ડન વચ્ચે પરસ્પર માહિતી અને ટેકનોલોજી અને ઇલેક્ટ્રોનિક્સના ક્ષેત્રમાં સહયોગ વધારવા તથા પ્રોત્સાહન આપવા માટે એક સમજૂતી કરાર (એમઓયુ) કરાયા હતા. એમઓયુના કારણે બન્ને દેશ વચ્ચે માહિતી અને ટેકનિકલ તથા ઇલેક્ટ્રોનિક્સના ક્ષેત્રમાં ઔદ્યોગિક, ટેકનોલોજી અને વાણિજ્યિક સહયોગમાં વધારો થયો છે. હાલમાં કરારનો અમલ થઈ રહ્યો છે ને કરારના માધ્યમથી બન્ને દેશો વચ્ચેની ભાગીદારીને કાયમ રાખવા માટે સંસ્થાનિક અને ક્ષમતા નિર્માણના ક્ષેત્રમાં સહયોગ કાર્યક્રમોનો અમલ થઈ રહ્યો છે. કરારના કારણે ભારત અને જોર્ડને ક્ષમતા નિર્માણના ક્ષેત્રોની ઓળખ કરવાની દિશામાં નોંધપાત્ર કામગીરી કરી છે. ખાસ કરીને જોર્ડનના આઈટી સેક્ટર, ડિઝાઈન, યોજનાને ધ્યાનમાં રાખીને આઈટી ક્ષેત્રમાં ક્ષમતા નિર્માણ કાર્યક્રમોનો અમલ અસરકારક રીતે થયો છે. ઉપરાંત બંને દેશો વચ્ચે રોકાણ તથા વેપારને પ્રોત્સાહન આપવા માટે બન્ને દેશોની જાહેર ક્ષેત્રની તથા ખાનગી ક્ષેત્રની કંપનીઓ વચ્ચે સહયોગ વધારાયો છે. -એજ્યુકેશન, -ગવર્નન્સ, એમ-ગવર્નન્સ, આરોગ્ય, ટેલિમેડિસિનના ક્ષેત્રમાં સહકાર વધ્યો છે. આંતરરાષ્ટ્રીય પ્રતિયોગી આઈટી એન્ડ -મેન્યુફેકચરિંગ અને સેવા ઉદ્યોગના વિકાસ પર ખાસ ભાર આપીને નિયામક નીતિ અને સંસ્થાનિક માળખા માટે સર્વાધિક ઉપયોગી પદ્ધતિઓને પરસ્પર વહેંચવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. બન્ને દેશો આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોનું આયોજન થાય છે અને એક્સપર્ટ્સ વચ્ચે જ્ઞાનનું આદાન-પ્રદાન થઈ રહ્યું છે.

ભારત સાથે જોર્ડનના સંબંધો છેક ૧૯૫૯થી છે અને દરમિયાન જોર્ડન ભારત માટે ભરોસાપાત્ર સાથી સાબિત થયો છે. બીજા મુસ્લિમ રાષ્ટ્રોના ચાવવાના અને બતાવવાના જુદા જુદા છે. રાષ્ટ્રો ભારત સાથે મિત્રતાનો દંભ કરે છે પણ કાશ્મીર મામલે ખુલ્લેઆમ પાકિસ્તાનની તરફદારી કરે છે. ઈસ્લામિક કોન્ફરન્સમાં કાશ્મીર મામલે પાકિસ્તાન ભારતવિરોધી ઠરાવ લાવે ત્યારે દેશો પાકિસ્તાનની તરફેણમાં મતદાન કરતા હોય છે. જો કે કશ્મીર મામલે પણ હજી સુધી જોર્ડનનું વલણ નિષ્પક્ષ જોવા મળ્યું છે. ઈસ્લામિક કોન્ફરન્સમાં જોર્ડન ભારતની વિરુદ્ધ ગયું નથી ને કાશ્મીર વિવાદનો ઉકેલ ભારત અને પાકિસ્તાને મંત્રણાથી લાવવો જોઈએ તેવી તરફેણ કરતું રહ્યું છે. ભારત માટે પણ સારો સંકેત છે ને તેના કારણે પણ ભારત જોર્ડન પર ભરોસો કરી શકે છે.