સ્ટીફન હોકિંગ્સ : બ્રહ્માંડનો વ્યક્તિ હવે ખરા અર્થમાં "બ્રહ્માંડવાસી"

    ૧૪-માર્ચ-૨૦૧૮

 
 
વિશ્વ પ્રસિદ્ધ મહાન વૈજ્ઞાનિક અને બેસ્ટસેલર રહેલા પુસ્તક 'અ બ્રીફ હિસ્ટ્રી ઓફ ટાઈમ'ના લેખક સ્ટીફન હોકિંગ્સનું 76 વર્ષની વયે નિધન થયું છે. શારીરિક અક્ષમતાઓને માત આપીને તેમણે એ સાબિત કરી દીધું કે જો ઈચ્છા શક્તિ હોય તો વ્યક્તિ કંઈ પણ કરી શકે છે. કાયમ વ્હીલ ચેર પર રહેનારા હોકિંગ્સ કોઈ પણ સામાન્ય વ્યક્તિ કરતા અલગ દેખાતા હતા. કોમ્પ્યુટર અને વિવિધ ઉપકરણો દ્વારા પોતાના શબ્દોને વ્યક્ત કરીને તેમણે ભૌતિક વિજ્ઞાનના ઘણા સફળ પ્રયોગો પણ થયા છે. બ્રહ્માંડને બરાબર સમજનારો એક પ્રેરણાત્મ વ્યક્તિ હવે આપણી વચ્ચે રહ્યો નથી ત્યારે આવો જાણીએ તેના કેટલાંક પ્રેરણાત્મક વિચાર…..
સ્ટીફન હોકિંગ્સ : બ્રહ્માંડનો વ્યક્તિ હવે ખરા અર્થમાં "બ્રહ્માંડવાસી"
બ્રહ્માંડને બરાબર સમજનારો એક પ્રેરણાત્મ વ્યક્તિ હવે આપણી વચ્ચે રહ્યો નથી
 
સ્ટીફન હોકિંગ્સના અનમોલ વિચાર
 
# સ્ટીફન હોકિંગ્સ ને 21 વર્ષની વયે ડોક્ટરે કહ્યું'તું- 'જીવન જીવવા માત્ર 2-3 વર્ષ છે' તે માણસ ૭૬ વર્ષનું પ્રેરણાત્મ જીવન જીવ્યો
 
# જીવન ગમે તેટલું મુશ્કેલ લાગે પણ તમે હંમેશાં કઈ ને કઈ કરી જ શકો છો અને સફળ પણ થઈ શકો છો…
 
# જે વ્યક્તિ પોતના આઈ.ક્યુની જ વાતો કરતા હોય છે તે અસફળ વ્યક્તિ જ હોય શકે
 
# જો તમે હંમેશાં ગુસ્સામા રહેશો કે ફરિયાદ કરતા રહેશો તો લોકોને તમારા માટે સમય નહિ હોય
 
# બ્રહ્માંડથી મોટું અને જૂનું કઈ પણ નથી
 

 
  
# હંમેશાં ઉપર આકાશ તરફ જોવાનું રાખો પોતાના પગ તરફ નહિ
 
# જે લોકો એવું માને છે કે બધું જ પહેલાથી નક્કી છે આપણે તેમાં કંઈ ન કરી શકીયે, તે લોકો પણ રોડ ઓળંગતા પહેલા આજુ બાજુ જોઇ લે છે
  
# વિકલાંગ લોકોને કહેવાનું કે આત્મા અને શરીર બન્નેથી વિકલાંગ ન બનતા…
 
# હું એક બાળક જ છું જે ક્યારેય મોટું નથી થયું
 
# કાર્ય તમને ઉદ્દેશ આપે છે તેના વગર જીવન અધૂરું ગણાય
 
# મારી જોડે ઘણું બધુ કામ છે જે હું કરવા માગું છું, મને સમય બર્બાદ કરવાથી નફરત છે
 
# એવું કઈ પણ નથી જે હંમેશાં રહેશે… 
 
# મારું લક્ષ્ય સ્પષ્ટ છે, મારે બ્રહ્માંડને સંપૂર્ણ રીતે સમજવું છે
 
# કોલેજકાળમાં હું સારો વિદ્યાર્થી ન હતો હું ત્યારે મજામાં વ્યસ્ત હતો
 
# આપણા હંમેશાં મહત્વનું કામ હોય કરવાની કોશિશ કરવી જોઇએ
 
# હું મૃત્યુંથી ડરતો નથી પણ મારી પાસે આ જીવનમાં કરવા જેવા અનેક કામ છે
 
જુવો વીડિયો....