@@INCLUDE-HTTPS-REDIRECT-METATAG@@ હવે વાયરલેસ પાવર બેંક પણ આવી ગયું છે, તેની ખાસિયત, કિંમત જાણવા જેવી છે

હવે વાયરલેસ પાવર બેંક પણ આવી ગયું છે, તેની ખાસિયત, કિંમત જાણવા જેવી છે


 
જો તમે સ્માર્ટ ફોન વાપરતા હો તો પાવર બેંકનું મહત્વ તમે જાણતા જ હશો. આજે દુનિયા ભરની ટેકનોસેવી કંપનીઓ મોબાઈલબની બેટરી લાંબી ચાલે તે માટે અવનવા સંશોધન કરી ગ્રાહકોને સેવા પૂરી પાડી રહી છે ત્યારે આ સંદર્ભે એક નવા સમાચાર આવ્યા છે. ટેક કંપની ટોરેટોએ વાયરલેશ ચાર્જર બનાવીને હમણાં જ લોંચ કર્યુ છે. Zest Pro નમનું આ પાવર બેંક વાયરલેસ છે. આ પાવર બેંક વડે તમે ખૂબ સરળતાથી કોઇ પણ કેબલ વિના તમારો મોબાઈલ ચાર્જ કરી શક્શો.
 
આ પાવરબેંકની ૧૦,૦૦૦ mahની બેટરી છે. વજનમાં હલકું અને દેખાવમાં સાનદાર છે. આ પાવરબેકની બીજી એક ખાસિયત એ છે કે તમે માત્ર વાઈ ફાઈથી જ નહિ પણ કેબલ વડે પણ મોબાઈલ ચાર્જ કરી શકો છો.
 
આ પાવરબેંકમાં ૨ યુએસબી પોર્ટસ છે. એટલે કે એક સાથે બે મોબાઈલ ચાર્જ કરી શકાશે. હાલ આ પાવર બેંકની કિંમત ૨૯૯૯ રુપિયા રાખવામાં આવી છે. જે મોબાઈલ શોપ પર કે ઓનલાઈન મળશે…