જ્યારે શ્રીલંકાના બોલરે મનીષ પાંડે સામે બોલને રૂમાલમાં લપેટીને બોલીંગ કરી….!

    ૧૫-માર્ચ-૨૦૧૮

હાલ શ્રીલંકામાં ભારત-શ્રીલંકા-બાગ્લાદેશ વચ્ચે ટી૨૦ સીરીઝ ચાલી રહી છે. અહિ વાત છે ૧૨ માર્ચના રોજ રમાયેલી ભારત શ્રીલંકા વચ્ચેની મેચની. નિદહાસ ટ્રોફીની આ ચોથી મેચ હતી. આ મેચ તો ભારતે જીતી લિધી પણ આ મેચમાં ઘટેલી એક વાત હાલ સોશોયમ મીડિયા પર ફરી રહી છે.
 
થયુ એવુ કે મેચની સાતમી ઓવરમાં મનીષ પાંડે બેટીંગ કરી રહ્યો હતો અને બોલર હતો શ્રીલંકાનો નુવાન પ્રદીપ. વાત એમ છે કે નુવાને જ્યારે બોલ ફેંક્યો ત્યારે બોલ તેના નેપકીન સાથે મનીષ પાંડે પાસે પહોચ્યો. કો જો કે તેણે બોલને નેપકીનમાં પકદીને નાખ્યો ન હતો. હાથ ફરાવતી વખતે નુવાનની પાચાર ભરાયેલું નેપકીન બોલ સાથે હાથમાં ભરાય ગયું અને મનીષ પાંડે પાસે બોલ અને નેપકીન બન્ને ગયા.
 

 
 
આવું થતા થોડીવાર તો મનીષ પણ ચોંકી ગયો. જોકે તેણે તે બોલ પર એક રન ફટકાર્યો. તેને આ બોલ પછી તરત એમ્પાયર સામે પણ જોયુ પણ એમ્પાયરે તેની નોંધ ન લીધી, એટલે આ બોલ ન તો ડેડ બોલ જાહેર કર્યો કે ન એક્સ્ટ્રા રન મળ્યો…જો કે આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર આની ખૂબ ચર્ચા થઈ રહી છે.