ટ્રંપના ઘરની બહાર ૭૦૦૦ બાળકોના બૂટા-ચપ્પલ કેમ મૂકવામાં આવ્યા?

    ૧૬-માર્ચ-૨૦૧૮

 
 
મંગળવારે અમેરિકાની સંસદની બહાર ૭૦૦૦ બૂટ-ચપ્પલ મૂકવામાં આવ્યા. તેના ફોટા પણ હાલ સોશિયલ મીડિયા પર વાઈરલ થયા છે. આ ફોટા પાછળનું સત્ય જાણવા - સમજવા જેવું છે. હકિકતમાં આ એક મુહિમ છે. આ બૂટ-ચપ્પલ અમેરિકાની સત્તાને કઈક કહેવા માટે મુકવામાં આવ્યા હતા.
 
આ ૭૦૦૦ બુટ-ચપ્પલ તે બાળકોના છે જે છેલ્લા આઠ વર્ષમાં અમેરિકાના “ગન કલ્ચર”માં માર્યા ગયા છે. અમેરિકામાં અંધાધુનિ ફાયરિંગ થવી આમ બાબત છે અને આવી ફાયરિંગમાં જ આ બાળકો માર્યા ગયા છે. અમેરિકાના ઇન્ટરનેશનલ એડવોકેસી ગ્રુપ દ્વારા આ બાળકોના બુટ-ચપ્પલ ભેગા કરી અમેરિકાના વાઈટ હાઉસ સામે મુકવામાં આવ્યા હતા અને અપીલ કરવામાં આવી કે અમેરિકામાં ગન કલ્ચર ખતમ કરવામાં આવે અને સરકાર આ માટે યોગ્ય પગલાં ભરે. અત્રે ઉલ્લેખનીય છે કે અમેરિકામાં દર વર્ષે આવી ફાયરિંગમાં લગભગ ૧૩૦૦ બાળકોનો જીવ જઈ રહ્યો છે. અમેરિકામાં હાલ હથિયારો પર નિયત્રંણ રાખવાની અને આ સંદર્ભે કાયદો વધારે કડક બનાવવાની માંગ પણ શરૂ થઈ છે…