ભારતની પ્રથમ મહિલા અવકાશયાત્રી કલ્પના ચાવલાના પ્રેરણાત્મક વિચાર

    ૧૭-માર્ચ-૨૦૧૮

 
ભારતની પ્રથમ મહિલા અવકાશયાત્રી કલ્પના ચાવલાનો આજે જન્મ દિવસ છે. કલ્પના ચાવલા (૧ જુલાઇ, ૧૯૬૧ - ૧ ફેબ્રુઆરી, ૨૦૦૩) એક ભારતીય-અમેરિકન અવકાશયાત્રી હતા. તેમના પ્રેરણાત્મક વિચારો આજે આપણા સૌ માટે આદર્શ બની શકે છે….
 
# જો તમે કંઇક મેળવવા માંગો છો તો હંમેશા તમારું ધ્યાન તેના પર રહેવું જોઇએ
 
# તમે જે કામ કરવા ઇચ્છો છો તે કરો જરૂર પછી ભલે તે કામ તમારી શક્તિ બહારનું લાગે, જરૂર સફળતા મળશે…
 
#જ્યારે તમે આકાશગંગાઓ અને તારાઓ તરફ જુવો છો તો એવું લાગે છે કે આપણું અસ્તિત્વ કોઇ વિશષ ભૂમિના કારણે નહિ પણ સૌર મંડળના કારણ છે.
 
# સપનું અને સફળતા સુધીનો માર્ગ છે પણ તમારી પાસે તે શોધવાની ઇચ્છા છે?
 
# આ માર્ગ શોધ્યા પછી તેને મેળાવવા તે માર્ગ પર ચાલવાની હિંમત તમારામાં છે?
 
# આ માટે તમારે સંપૂર્ણ રીતે દ્રઢ બનવું પડે તો જ મંજિલ સુધી પહોંચાય
 
# કંઈક એવું કરો તે સાચે જ તમને પસંદ હોય…
 

 
 
# કોઈ કામ કરવામાં મજા ન આવતી હોય અને તે જ તમારું લક્ષ્ય હોય તો તમે તેમાં લગભગ સફળ નહિ થાવ.
 
# મજા આવે તેનું કામ ન કરી તમે તમારી જાત સાથે વિશ્વાસઘાત કરો છો
 
# જો તમારી પાસે સપનું છે તો તેને સાકાર કરવાનો પ્રયત્ન કરો.
 
# હું હંમેશાંથી દ્રઢ નિશ્ચયવાળી રહી છું, હું ક્યારેય નિરાશ થતી નથી
 
# મને હંમેશાં અતંરિક્ષ ક્ષેત્રે રસ હતો. દસમાં ધોરણમાં જ મે નક્કી કરી લીધું હતું કે હું આ ક્ષેત્રે આગળ વધવા માંગુ છું
 
# જે સૌથી સરળ માર્ગ દેખાતો હોય તે જરૂરી નથી કે સારો અને સરળ માર્ગ જ હશે.
 
# જે પણ જીવનમાં કરો તેનો ભરપૂર આનંદ લો.
 
# મને હંમેશાં મહાન વ્યક્તિઓના જીવનચરિત્રમાંથી પ્રેરણા મળી છે. તેમની આત્મકથા વાંચો તેમાંથી પ્રેરણા લો
 
# કોઈ ફરક પડતો નથી કે તમે મહિલા છો, ભારતમાં રહો છો કે વિદેશમાં…સપનું જોયુ છે તો તેને સાકાર કરવા મહેનત કરો…
 
જુવો વીડિયો....