જબ તક સૂરજ ચાંદ રહેંગા, કાર્તિક તેરા નામ રહેગા….૮ બોલ ૨૯ રન અને ૧ બોલમાં ૫ રન….

    ૧૯-માર્ચ-૨૦૧૮

 
 
શ્રીલંકામાં રમાયેલી ભારત-બાંગ્લાદેશ-શ્રીલંકા વચ્ચેની ટી/૨૦ સીરીઝ તો નાગિન ડાન્સથી યાદ રહેશે જ પણ ભારત બાંગ્લાદેશ વચ્ચે રમાયેલી ફાઈનલ મેચ તો દિનેશ કાર્તિકની જોરદાર બેટીંગથી જ દુનિયાના ક્રિકેટપ્રેમીઓ યાદ રાખશે. આ બેટીંગથી માત્ર ૧૦ મિનિટમાં કાર્તિકે હારેલી મેચ જીતાડી દીધી. જરૂર હતી ત્યારે અને જ્યારે સામે ઉભો રહેલો વિજય શંકર જ્યારે પીચ પર સ્ટ્રગલ કરી રહ્યો હતો ત્યારે ૮ બોલમાં ૨૯ રન દિનેશ કાર્તિકે ફટકાર્યા અને ભારતીય ટીમને જીત અપાવી. આથી પણ વધારે મહત્વનું એ કે છેલ્લા બોલે પાંચ રન કરવાના હતા અને કાર્તિકે ઓફમાં કવરની ઉપરથી સિક્સર ફટકારી… શાનદાર બેટીંગ…જે ક્રિકેટ રમતા હાશે તેને ખ્યાલ હશે કે ઓફમાં આ રીતે સિક્સર ફટકારવી કેટલી અઘરી છે. કાંડામાં તાકાત અને મનમાં વિશ્વાસ જોઇએ. આ બન્ને દિનેશ કાર્તિકે બતાવ્યા અને ટીમને જીત અપાવી….
 
બીજી નોંધવાજેવી વાત એ છે કે આટલી જોરદાર બેટીંગ કરી ટીમને જીત અપાવ્યા પછી કાર્તિકે સાંત રહીને જે રીતે જીતનો આનંદ વ્યક્ત કર્યો. આવા સમયે કોઈ પણ ખેલાડી ખૂસીનો માર્યો પોતાના પરનો કાબૂ ખોઈ બેશે પણ કાર્તિકે માત્ર બે હાથ ઉંચા કરી આનંદની સ્માઈલ સાથે જીતની ખુશી મનાવી… આ જીત અપાવ્યા પછી કાર્તિકે પોતાની સ્પીચમાં પણ જે કહ્યું તે દીલ જીતીલે છે…
 

 
 
તેણે કહ્યું કે આજે હું ખુશ છું. આ મેચ જો અમે હારી ગયા હોત તો દુઃખ વધારે થાત. આ મેચ પહેલા મે આ માટે ખૂબ પ્રેક્ટીસ કરી હતી. હું મન બનાવીને જ પીચ પર ગયો હતો. ટીમ ઈન્ડિયામાં જગ્યા મળવી અઘરી છે ત્યારે મને આવો મોકો મળ્યો અને મારા અનુભવથી ટીમને જીત અપાવવાનો પ્રયત્ન કર્યો….
 
મહત્વની વાત એ છે કે જેના કારણે દિનેશ કાર્તિકને અત્યાર સુધી ટીમમાં જગ્યા નહોતી મળી તે મહેન્દ્રસિંહ ધોનીને પણ કાર્તિકે યાદ કર્યો. તેણે કહ્યું કે શાંત રહેવાનું ધોની પાસેથી શિખ્યો છું. તેણે આખી ટીમના સભ્યોનો આ માટે આભાર માન્યો…આ બતાવે છે કે કાર્તિકનુ મન ખૂબ મોટું છે…
 

 
 
હવે વાત થોડી માહિતીપ્રદ…
 
દિનેશ કાર્તિકે છેલ્લા બોલે સિક્દર ફટકારી ટીમને જીત અપાવી પણ આવું ક્રિકેટ જગતમાં પહેલી વખત નથી બન્યું. એક દિવસીય ક્રિકેટમાં તો આવું અનેક વાત બન્યું છે પણ સૌથી પહેલી વાર ભારત સામે જવેદ મિયાદાંદે છેલ્લા બોલે સિક્સર મારી પાકિસ્તાનને જીત અપાવી હતી…
 
એ જ રીતે આંતરરાષ્ટ્રીય ટ્વેન્ટી20માં દિનેશ કાર્તિક અગાઉ શ્રીલંકાના ચમારા કાપુગેદેરા (વિ. ભારત, 2010), ઇંગ્લેન્ડના ઓઇન મોર્ગન (વિ. ભારત, 2012), પાકિસ્તાનના ઝુલ્કરનૈન બાબર (વિ. વેસ્ટ ઇન્ડીઝ, 2013), ઝિમ્બાબ્વેના વુસી સિબાન્દા (વિ. નેધરલેન્ડ્સ, 2014) આ કમાલ કરી ચૂક્યા છે.
 
તમે હકેશો કે મહેન્દ્રસિંહ ધોનીનું નામ આમા રહી ગયું પણ વાત જાણે એમ છે કે એક બોલમાં ટીમને પાંચ કે છ રન જોયતા હોય અને ત્યારે સિક્સર ફટકારી ધોનીએ ટીમને જીત નથી અપાવી. હા આઈપીએલમાં બે ત્રણ રન જોયતા હોય અને ધોનીએ સિક્સર ફટકારી છે. જોકે અહિં ધોની બેકાર છે એવું કહેવનો અર્થ નથી. તે મહાન ક્રિકેટર છે.

જુવો એ ૧૩ મિનિટની કાર્તિકને બેટીંગ...