૧૯૨૫માં આ નનકડા ઓરડાંમાંથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંધની શરૂઆત થઈ હતી…

    ૧૯-માર્ચ-૨૦૧૮

ચૈત્ર સુદ એકમ એટલે ગુડી પડવો, વર્ષ પ્રતિપદા, સૃષ્ટિનો જન્મદિવસ. યુગાબ્દ (યુધિષ્ઠિર સંવત) 5119ની પૂર્ણાહુતિ અને 5120નો મંગળ પ્રારંભ. હિન્દુ સંસ્કૃતિમાં આ દિવસનું અનેરું મહત્ત્વ છે. આ દિવસ સાથે હિન્દુકાલગણના, હિન્દુ વિરાસત અને હિન્દુ સંસ્કૃતિ સંકળાયેલી છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના છ ઉત્સવોમાંનો એક ઉત્સવ એટલે વર્ષ પ્રતિપ્રદા. આ જ દિવસે સંઘના આદ્યસંસ્થાપક ડા. કેશવ બલિરામ હેડગેવારજી (ડાક્ટર સાહેબ)નો જન્મ થયો. સંઘમાં વર્ષપ્રતિપ્રદાની ઉત્સાહથી ઉજવણી થાય છે. અહિં નાગપુરના જે ઓરડામાંથી સંધની શરૂઆત થઈ હતી તે ઓરડાની અને ડૉક્ટરસાહેબના જન્મસ્થળની તસવીર ઝલક પર રજૂ કરવામાં આવી છે….