શું Facebook ડીલિટ કરવાનો સમય આવી ગયો છે?

    ૨૨-માર્ચ-૨૦૧૮

 
પાંચ કરોડ યુઝર્સનો ફેસબુક ડેટા લીક થયાની ઘટનાના પડઘા ભારતમાં પણ પડ્યા છે. ફેસબુકની જ માલિકી ધરાવતી ઇન્સટ્ન્ટ મેસેજિંગ એપ કંપની વૉટ્સએપના કો-ફાઉન્ડર બ્રાયન એક્ટને એક ટ્વિટ કર્યુ છે જે ટ્રેન્ડ કરી રહ્યું છે. કેમ્બ્રિજ એનેલિટિકા નામની એક કંપનીએ ફેસબુકમાંથી લોકોનો ડેટા ચોરીને તેનો ઉપયોગ કર્યાના સમાચારે ડિજિટલ દુનિયામાં તોફાન મચાવી દીધું છે. આ અંગે કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે ફેસબુકને ચેતવણી આપી છે કે જો આવી ફરિયાદ ભારતના સંદર્ભમાં મળશે તો આકરી કાર્યવાહી કરવામાં આવશે અને જરૂર પડશે તો ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગને ભારત પણ બોલાવવામાં આવશે.
 
 
 
આ વધાની વચ્ચે બીજો એક ધડાકો થયો છે. આ ધડાકો કર્યો છે ફેસબુકની જ માલિકીવાળા વૉટ્સએપના કો-ફાઉન્ડર બ્રાયન એક્ટએ. તેણે એક ટ્વિટ કર્યુ છે જે ટ્રેન્ડ કરી રહ્યું છે. તેમણે પોતાના ટ્વિટમાં કહ્યું છે કે હવે ફેસબુક ડિલિટ કરવાનો સમય આવી ગયો છે. પાંચ કરોડ યુઝર્સનો ફેસબુક ડેટા લીક થયાની ઘટનાના પડઘા ભારતમાં પણ પડ્યા છે, તેવામાં જો વોટ્સએપના સહ સંસ્થાપક જ ફેસબુક ડિલિટ કરવાનું કહે તો લોકો ફેસબુક પર સવાલ ઉઠાવશે. જો કે તેણે માત્ર એક લાઈન લખી છે. એ વધારે શું કહેવા માંગે છે તે તો સમય જ બતાવશે. પણ હાલ આ એક ટવીટથી જ ફેસબૂકના શેર ગગડી ગયા છે અને એક દિવસમાં જ ફેસબૂકના માલિક ઝકરબર્ગને કરોડોનું નુકશાન થયું છે…
ઉલ્લેખનીય છે કે 2014માં સોશિયલ મીડિયા દિગ્ગજ ફેસબુકે વોટ્સેપ 19 મિલિયન ડોલરમાં ખરીદી લીધું હતું. વોટ્સએપ બનાવનાર બે શખ્સ બ્રાયન એક્ટન અને જેન કુમ છે.