વિશ્વપ્રવાહ : અમેરિકા-ચીનની ટ્રેડ વોર : ભારત માટે ખતરો છે તો તક પણ છે

    ૨૮-માર્ચ-૨૦૧૮


 

દુનિયા ફરી એક વાર કોલ્ડ વોર તરફ ધકેલાઈ રહી છે તેવી ચેતવણી લાંબા સમયથી અપાતી હતી ને ચેતવણી સાચી પડી રહી હોય તેવી મોટી ઘટના તાજેતરમાં બની ગઈ. દુનિયામાં અત્યારે અમેરિકા અને ચીન બે સૌથી મોટી આર્થિક તાકાત છે. બંને દેશો વચ્ચે જંગી વેપાર થાય છે. બંને દેશોનો તેમાં ફાયદો છે પણ સાથે સાથે બંને દેશો દુનિયા પર પોતાનું વર્ચસ્વ જમાવવા માટે પણ મથ્યા કરે છે. મથામણના ભાગરૂપે અમેરિકાએ ચીનથી અમેરિકામાં આવતા માલ પર ૬૦ અબજ ડૉલરનો જંગી ટેક્સ ઠોકી દીધો. સામે ચીને પણ વળતો પ્રહાર કરીને અમેરિકાની ૧૨૮ પ્રોડક્ટ પર કરવેરો ૧૫ ટકાથી શરૂ કરીને ૨૫ ટકા સુધીનો ટેક્ષ ઝીંકી દીધો છે. ચીને તો વધુમાં એવી ધમકી પણ આપી છે કે અમેરિકા ચીનનાં ઉત્પાદનો ઉપર લાદેલો ટેક્સ ઓછો નહીં કરે તો અમે તમામ અમેરિકી પ્રોડક્ટ પર ટેક્સ ઠોકીશું. ટેક્સનો રેટ પણ ઊંચો હશે ને અત્યારે જે ટેક્સ ઠોકવામાં આવ્યો છે તેનો રેટ હજુ ઊંચો કરવામાં આવશે. અમેરિકા અને ચીને એકબીજાના માલ પર ટેક્સ ઠોક્યા તેના કારણે ટ્રેડ વોર શરૂ થઈ ગઈ છે ને ટ્રેડ વોર અંતે તો કોલ્ડ વોરમાં પરિણમશે નક્કી છે.

અમેરિકા વર્સીસ ચીનની ટ્રેડ વોરના મૂળમાં શું છે તે સમજવું જરૂરી છે. અમેરિકામાં લાંબા સમયથી એવો અસંતોષ વકરી રહ્યો છે કે, ચીન, ભારત, દક્ષિણ કોરિયા, જાપાન સહિતની એશિયાના દેશોની કંપનીઓ અમેરિકામાં પોતાનો માલ સસ્તા ભાવે પધરાવીને અમેરિકનોની રોજી છીનવે છે. ડૉનાલ્ડ ટ્રમ્પે અસંતોષનો લાભ લઈને એશિયન કંપનીઓ પર લગામ કસીને અમેરિકનોનાં આર્થિક હિતો સાચવવાનું વચન આપેલું. ટ્રમ્પ દિશામાં લાંબા સમયથી આગળ વધી રહ્યા છે ને સમયાંતરે એશિયન દેશોને ચીમકી આપ્યા કરતા હતા. ટ્રમ્પે થોડા સમય પહેલાં ચીની પ્રોડક્ટની ગેરકાયદે આયાત સામે આકરાં પગલાં ભરવાનો સંકેત આપ્યો હતો. પછી ટ્રમ્પે અમેરિકા-ચીનના વેપારમાં રહેલી અસમાનતા સામે પણ લાલ બત્તી ધરી હતી. અમેરિકા-ચીન વચ્ચે વરસે ૫૭૮ અબજ ડૉલરનો દ્વિપક્ષીય વેપાર ચાલે છે. વેપારમાં ચીન ફાયદામાં છે કેમ કે ચીન અમેરિકામાં વધુ રકમની ચીજવસ્તુઓ ઠાલવે છે. ચીન વર્ષે ૩૭૦ અબજનો માલ અમેરિકામાં ઠાલવે છે. સામે અમેરિકાનો ૨૦૮ અબજ ડૉલરનો માલ ચીનમાં જાય છે. ટ્રમ્પે અગાઉ તફાવત અંગે પણ ટકોર કરતાં કહ્યું હતું કે, વેપાર બંને પક્ષે સરખો હોવો જોઈએ. જો કે ચીન પોતાનો ફાયદો જોવા ટેવાયેલું છે તેથી તેણે વાત કાને ના ધરી એટલે ટ્રમ્પે તેને નાથવા હવે જંગી ટેક્સ લગાવી દીધો. તેના કારણે ટ્રેડ વોર શરૂ થઈ ગઈ છે.

અમેરિકન પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પે ચીની પ્રોડક્ટ પર ૬૦ અબજ ડૉલરનો જંગી ટેક્સ લગાવ્યો હતો તે માટે ચીન પર અમેરિકાની ઈન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી એટલે કે બૌદ્ધિક સંપદાને અયોગ્ય રીતે નુકસાન પહોંચાડવાનો આરોપ મૂક્યો છે. ડૉનાલ્ડ ટ્રમ્પ વતી વ્હાઈટ હાઉસે બહાર પાડેલા સત્તાવાર નિવેદનમાં એવું કહેવાયું કે ચીની પ્રોડક્ટના કારણે અમેરિકામાં ૨૦ લાખ નોકરીઓનો ભોગ લેવાયો છે. અમેરિકામાં ચીની પ્રોડક્ટ્સની આયાત ઉપરાંત પ્રોડક્ટ્સની માર્કેટમાં ગેરકાયદે ઘૂસણખોરીને પણ અમેરિકામાં ૨૦ લાખ નોકરીઓનો ભોગ લેવા માટે કારણભૂત ગણાવાઈ છે.

અમેરિકામાં ટ્રમ્પના પગલા પર લોકો વારી ગયા છે ને અમેરિકી નિષ્ણાતો ટ્રમ્પના બચાવમાં ઊતર્યા છે. તેમનું કહેવું છે કે, ચીન અમેરિકામાં જે ચીજ-વસ્તુઓની નિકાસ કરે છે એના કારણે ચીનમાં ૨૦ લાખ નોકરીઓનું સર્જન થયું છે અને સામે અમેરિકામાં એટલી નોકરીઓ ઘટી છે. આમ બંને દેશોના વેપારના કારણે ચીન ફાયદામાં રહે છે તેથી ટ્રમ્પે બરાબર કર્યું છે.

અમેરિકાએ ચીની પ્રોડક્ટ્સ પર ૬૦ અબજ ડૉલરનો કર લગાડયો તેના જવાબમાં ચીને પણ અમેરિકન પ્રોડક્ટ્સ પર ટેક્સ લગાવીને ઈંટનો જવાબ પથ્થરથી આપ્યો છે. ચીને ચીમકી પણ આપી છે કે, અમેરિકા ચીનની પ્રોડક્ટ્સ પર લાગેલો કરવેરો નહીં ઘટાડે તો ચીન પણ વધુ ટેક્સ લગાવશે. ચીને અત્યારે તો અમેરિકાથી આયાત થતી માંસ, પાઈપ, વાઈન, સ્ટીલ, અખરોટ, ફળો સહિત ૧૨૮ પ્રોડક્ટ્સ પર ટેક્સ લગાવ્યો છે પણ પ્રોડક્ટ્સની સંખ્યા વધે ને તમામ ચીજો પર ટેક્સ લગાડાય તેવી ચીમકી પણ આપી છે. ચીને અમેરિકાને બે દિવસનો સમય આપ્યો છે. ચીને અમેરિકાને વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનની કોર્ટમાં લઈ જવાની ધમકી પણ આપી છે. ચીનનો આક્ષેપ છે કે અમેરિકાએ બંને દેશો વચ્ચે થયેલા વેપારના કરારો તોડયા છે અને માટે અમે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનમાં અમેરિકા સામે લડત આપીશું. અમેરિકા અને ચીન બંને માતેલા સાંઢ જેવા દેશ છે. બંને કોઈ પણ ભોગે પોતાનું વર્ચસ્વ જાળવી રાખવાની માનસિકતા ધરાવે છે તે જોતાં કોઈ નમતું જોખે તેવી શક્યતા નથી. તેના કારણે દુનિયામાં નવી ટ્રેડ વોર ખતરનાક સ્વરૂપ પકડશે નક્કી છે.

અમેરિકા અને ચીનની ટ્રેડ વોર ભારત માટે ખતરાની ઘંટી છે. તેનું કારણ કે ચીનની જેમ ભારત પણ અમેરિકાના વોચ લિસ્ટમાં છે. ટ્રમ્પે અમેરિકામાં આઉટસોર્સિંગ કરતી ભારતીય આઈટી કંપનીઓ સામે કડકાઈ બતાવી છે. હવે બીજી કંપનીઓનો પણ વારો આવશે. અમેરિકા દર વર્ષે સુપર ૩૦૧ રીપોર્ટ બહાર પાડે છે. તેમાં કયા કયા દેશોના ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી લો અમેરિકાનાં હિતોને નુકસાન કરે છે તેની વાત હોય છે. ભારત દેશોમાં વરસોથી છે ને અમેરિકાએ ભારતને કાયદા સુધારવા ચીમકી આપી છે. ભારતને કરવું પરવડે તેમ નથી, કેમ કે તેના કારણે ભારતીય કંપનીઓનાં હિતો જોખમાય. સંજોગોમાં ભારતનો પણ વારો આવશે. અલબત્ત ભારત માટે કાળા વાદળમા એક રૂપેરી કોર જેવી વાત છે કે, ભારતમાં અમેરિકાની આયાત વધારે છે. ભારત અમેરિકા માટે ખતરો પણ નથી તેના કારણે અમેરિકા ભારત સામે ચીન જેવું આકરું વલણ ના અપનાવે એવું પણ બને. ચીન સામેની નારાજગીનો લાભ લઈને ભારત માટે અમેરિકામાં પોતાની નિકાસ વધારવાની તક પણ છે.

ભારત તકનો કેવો લાભ લે છે તે જોવાનું રહે છે.

ફેસબુકનો ચોરાયેલો ડેટા ચૂંટણીને કઈ રીતે અસર કરે ?

અમેરિકામાં ૨૦૧૬માં બ્રિટિશ ડેટા મેનેજમેન્ટ કંપની કેમ્બ્રિજ એનાલિટિકાએ ફેસબૂકના કરોડ અમેરિકી યુઝર્સના ચોરેલા ડેટાનો ઉપયોગ ટ્રમ્પના ચૂંટણીપ્રચાર માટે કર્યો હતો ને તેના જોરે ડૉનાલ્ડ ટ્રમ્પ જીતી ગયા તે મામલો ચગ્યો છે. ભારતમાં મામલે રાજકીય આક્ષેપબાજી બરાબર જામી છે. સામાન્ય લોકોને રાજકીય આક્ષેપબાજી કરતાં વધારે રસ ફેસબુકનો ડેટા ચોરી થયો તેમને કઈ રીતે નુકસાન કરી શકે તે જાણવામાં છે. લોકોને બીજો એક સવાલ સતાવી રહ્યો છે કે, ફેસબુકનો ડેટા ચૂંટણી પર કઈ રીતે અસર પાડી શકે ?

સવાલ થવો સ્વાભાવિક છે કેમ કે આપણે ત્યાં લોકોને ડેટાના પાવરની ખબર નથી, ઈન્ટરનેટ કે સોશિયલ મીડિયા શું કરી શકે તેનો તેમને અંદાજ નથી. આપણે ડેટાની વાત કરીએ એટલે મોબાઈલ ફોનમાં વપરાતા ડેટા વિશે વિચારીએ છીએ પણ ડેટા એટલે કોઈ પણ વ્યક્તિની અંગત માહિતી. વ્યક્તિનું નામ, ઠામ, જન્મતારીખ, -મેઈલ, ફોન નંબર, સરનામું, ફ્રેન્ડ્સ વગેરે માહિતી ઉપરાંત તમે -મેલ કે ચેટ દ્વારા જે પણ કોમ્યુનિકેશન કરો છો બધું ડેટા કહેવાય.

ડેટાનો ઉપયોગ તમને આર્થિક રીતે ફટકો મારવા થઈ શકે. અત્યારે નેટ-બેન્કિંગનો જમાનો છે. તેના કારણે બધા વ્યવહાર મોબાઈલ ફોન કે કોમ્પ્યુટરના માધ્યમથી થાય છે. તમારા નેટ-બેન્કિંગના પાસવર્ડ, બેંક એકાઉન્ટ ડીટેઈલ્સ, ક્રેડિટ કાર્ડ ડીટેઈલ્સ વગેરે મોબાઈલ ફોન કે કોમ્પ્યુટરમાં હોય . ડેટા ચોરનાર પાસે તમારો ડેટા હોય તેથી તમારા વતી આર્થિક વ્યવહારો કરી શકે અને તમને ફટકો મારી શકે. તમારા બિઝનેસની ડીટેઈલ્સના આધારે પણ ભેજાબાજો નુકસાન કરી શકે. તમારી અંગત માહિતીમાં કશુંક એવું હોય તો તેના આધારે તમને બ્લેકમેઈલ પણ કરી શકાય. ડેટાનો ઉપયોગ કઈ રીતે થાય છે તેના પર બધો આધાર હોય છે તેથી મામલે સતર્કતા ‚રી છે. ડેટાનો ઉપયોગ ફેસબુક સહિતનાં સોશિયલ મીડિયા લોકોની રાજકીય માન્યતાઓ અને નિર્ણયો લેવા માટે કઈ રીતે કરી શકે તે પણ સમજવા જેવું છે. ફેસબુક પાસે તમારો ડેટા હોય એટલે તમારા ફ્રેન્ડ્સની માહિતી પણ હોય. ફેસબુક કે બીજાં સોશિયલ મીડિયા સીધી રીતે કોઈ રાજકીય પક્ષનો પ્રચાર કરવાના બદલે ચોક્કસ રાજકીય પક્ષ માટે તમારા મનમાં હકારાત્મકતા ઊભી થાય ને વિરોધ પક્ષ માટે નકારાત્મકતા ઊભી થાય તેવી પોસ્ટ સતત મોકલ્યા કરે. તેના કારણે તમારા માનસ પર અસર થાય ને તમારા મનમાં ચોક્કસ રાજકીય પક્ષ માટે સારો અભિપ્રાય બંધાય, વિરોધપક્ષ માટે ખરાબ અભિપ્રાય બંધાય.

પોલિટિકલ પોસ્ટનો મારો ચલાવાય તેની બધાં પર અસર થાય જરૂરી નથી. તેના આધારે બધા લોકો મતદાન ના કરે પણ દસ-પંદર ટકા મતદારો પર પણ તેની અસર થાય તો મોટો ફરક પડી જાય. આપણી વાત કરીએ તો આપણે ત્યાં બે ટકા મતદાર આમ-તેમ થાય તેમાં પરિણામો બદલાઈ જતાં હોય છે સંજોગોમાં આટલા મોટા વર્ગના નિર્ણયને પ્રભાવિત કરાય તો મોટો ફરક પડી જાય. ફેસબુક અને સોશિયલ મીડિયા પર મોટા ભાગે યુવા મતદારો હોય છે. મતદારો ચંચળ મનના હોય છે તેથી તેમને ગમે તેની તરફ વાળી શકાય ને રીતે સોશિયલ મીડિયા ધારે તેને જીતાડી શકે, સોશિયલ મીડિયા ધારે તેની સરકાર રચી શકે. અમેરિકામાં થયું છે ને દુનિયાના ગમે તે દેશમાં થઈ શકે. આવતા વર્ષે ભારતમાં લોકસભાની ચૂંટણી છે ને તેમાં ખેલ થઈ શકે. દુનિયામાં ફેસબૂકના સૌથી વધુ યુઝર્સ ભારતમાં છે. બીજી તરફ કેમ્બ્રિજ એનાલિટિકા પણ ભારતમાં કામ કરે છે અને કોંગ્રેસ સાથે તેનાં કનેક્શન છે. તેના કારણે ફેસબૂક પરથી ચોરાયેલો કે લીક થયેલો ડેટા ભારતની ચૂંટણીમાં વપરાય ને ચૂંટણી નિષ્પક્ષ ના રહે ખતરો છે .