ગુજરાતી નાટક પરથી બનેલી આ ફિલ્મનું ટ્રેલર એક દિવસમાં ૭૨ લાખ લોકોએ જોયું

    ૨૯-માર્ચ-૨૦૧૮

 
 
ગુજરાતી લેખક સોમ્ય જોશીના નાટક પરથી બનીલી આ ફિલ્મનું ટ્રેલર એક દિવસમાં ૭૨ લાખ લોકોએ જોયું છે તેમે જોયુ કે નહિ? જે હાય યુ ટ્યુબ પર નંબર વન પર ટ્રેન્ડ કરી રહ્યું છે…
 
અમિતાભ બચ્ચન અને ઋષિ કપૂરનું ફિલ્મ “૧૦૨ નોટ આઉટા”નું ટ્રેલર રિલીઝ થયું છે. ટ્રેલરમાં અનેક ડાયલોગ છે જે આખી ફિલ્મની કાહાનીનો અંદાજ આપણી સામે મુકી દે છે. ફિલ્મમાં અમિતાભ બચ્ચન ૧૦૨ વર્ષના પિતા અને ઋષિ કપૂર તેનો ૭૫ વર્ષનો પૂત્ર બન્યો છે.
 
ફિલ્મમાં એક ડાયલોગ છે જે મજાનો છે. જેમાં અમિતાભ બચ્ચન ઋષિકપૂરને કહે છે કે “મૈં પૂત્ર કો વૃદ્ધાશ્રમ ભેજનેવાલા દુનિયા કા પહલા બાપ બનૂગાં”
 
મજાની આત એ છે કે ૨૬ વર્ષ પછી આ બે મોટા સ્ટાર એક સાથે આ ફિલ્મમાં જોવા મળશે. આ પહેલા આ જોડી એ અજૂબ, અમર અકબર એંથની, કભી-કભી, કૂલી અને નસીવ જેવી ફિલ્મમાં સાથે કામ કર્યુ હતું…
 
મહત્વની વાત એ છે કે આ ફિલ્મ ગુજરાતી લેખક સોમ્ય જોશીના નાટક પરથી બની છે. આ મન્ને કલાકાર પહેલી વખત ગુજરાતી પાત્રમા જોવા મળશે. આ ફિલ્મ આગામી ૪ મેંના રોજ રીલિઝ થવાની છે...
 
જુવો ટ્રેલર....