આમ તો અનેક છે પણ આ પાંચ સ્થાનોમાં તમને અનુભવાશે ખૂશ્બુ ગુજરાત કી…!

    ૨૯-માર્ચ-૨૦૧૮

 
પ્રવાસન ક્ષેત્રે ગુજરાત સતત વિકસતું અને ધબકતું રહ્યું છે. ગુજરાતના એકે એક શહેરમાં અનેક જોવા લાયક સ્થળો છે. ગુજરાતની ભૂમિના ખૂણે ખૂણે અનેક ઐતિહાસિક, ધાર્મિક અને ફરવા લાયક સ્થલો આવેલા છે અને એ તમામે તમામ અત્યંત મહત્ત્વના પણ છે.
 
અહીં ગુજરાતના પાંચ એવા સ્થાનો દર્શાવ્યા છે જે જોઈને તમે ખુશ્બુ ગુજરાત કી અનુભવી શકશો…

 
ગીર રાષ્ટ્રીય ઉદ્યાન :
 
ગીર રાષ્ટ્રીય ઉદ્યાન જૂનાગઢ પાસે આવેલું છે. આ એક વન્ય અભયારણ્ય છે. આ સ્થાન ગુજરાત માટે એટલા માટે મહત્ત્વનું છે કારણ કે દક્ષિણ આફ્રિકા સિવાય વિશ્ર્વનું આ એક માત્ર એવું સ્થાન છે જ્યાં સિંહોને પ્રાકૃતિક આવસામાં જોવા મળે છે. જંગલના રાજા સિંહ માટે અંતિમ આશ્રયના સ્થાન સ્વરુપમાં ગીરનું જંગલ, ભારતના મહત્ત્વપૂર્ણ વન્ય અભ્યરાણ્યોમાંથી એક છે. ગીરના જંગલને વર્ષ 1969માં વન્ય જીવી અભ્યારણ્ય બનાવવામાં આવ્યું હતું અને ત્યાર બાદ છ વર્ષ બાદ તેને 140 વર્ગ કિલોમીટરના વિસ્તારમાં ફેલાવીને રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે જાહેર કરવામાં આવ્યું હતું.
 

 
 
અડાલજની વાવ :
 
આ વાવ ગાંધીનગરથી 15 કિલોમીટરના અંતરે આવેલી છે. વાવનું બાંધકામ અત્યંત મનોરમ્ય છે. વાસ્તુકલા અને બારીક નકશીકામ માટે આ વાવ જાણીતી છે. ઈ.સ. 1499માં મુસ્લિમ બાદશાહ મોહમ્મદ બેગડાએ વાઘેલા પ્રમુખ વીર સિંહની પત્ની રુદાબાઈ માટે આ વાવ બનાવી હતી. વાવની દિવાલો પર દેવી-દેવતાઓના ચિત્રો અંકિત કરવામાં આવ્યા છે. વરસો પહેલાં આસપાસનાં ગ્રામીણ વિસ્તારના લોકો અહીં પાણી ભરવા આવતા ત્યારે એ દેવી દેવતાઓની પૂજા પણ કરતાં હતા. આ ગુજરાતનું એક ઉત્તમ નજરાણું છે.
 

 
 
કિર્તિમંદીર :
 
આ સ્થાનનું નામ કિર્તી મંદીર છે. પણ એક કોઈ ધાર્મિક સ્થાન નથી. એ ભારતવર્ષના ઇતિહાસ પુરુષ મહાત્મા ગાંધીનું જન્મસ્થાન છે. કિર્તિમંદિર પોરબંદરમાં આવેલું છે. ઈ.સ. 1869માં ૨ ઓક્ટોબરના દિવસે મોહનદાસ કરમચંદ ગાંધીએ આ ત્રણ માળના મકાનમાં જન્મ લીધો હતો. એ મહાત્માએ તેમના દેશસેવાના કાર્યોથી પોતાના જન્મ સ્થાનને કિર્તિ મંદીરમાં પરિવર્તિત કરી દીધું. આ જગાએ આજે મહાત્મા ગાંધીના જીવન પર આધારિત એક સંગ્રહસ્થાનના છે. જેમાં મહાત્મા ગાંધીની કેટલીક ઐતિહાસિક તસવીરો, તેમની દૂર્લભ ચીજો અને અન્ય વસ્તુઓ છે. આ કિર્તિ મંદીરના દર્શન કરવા એ મહાત્માના દર્શન કરવા બરાબર છે.
 
 
 
જંગલી ઘુડખર અભયારણ્ય 
 
ગુજરાતના કચ્છના રણમાં જંગલી ઘુડખર અભયારણ્ય આવેલું છે. આ અભયારણ્ય ભારતનું સૌથી મોટું વન્યજીવ અભયારણ્ય છે. કુલ 4954 કિલોમીટરમાં તે ફેલાયેલું છે અને તેમાં અલગ અલગ પ્રજાતિના અનેક પ્રકારના પક્ષીઓ અને જંતુઓ જોવા મળે છે. આ અભયારણ્યમાં એશિયાની વિશાળ નિલગાય પણ જોવા મળે છે. લગભગ 3000 જેટલી નીલગાયો અહીં વસે છે. ઉપરાંત અહીં ચિંકારા અને કેરાકલ્સ પણ ઉપલબ્ધ છે.
 

 
ધોળાવીર :
 
હડપ્પાનું શહેર ધોળાવીર એ ફરવા માટેનું ગુજરાતનું અત્યંત મહત્ત્વનું અને મનોરમ્ય શહેર છે. ભૂજથી 250 કિલોમીટરના અંતરે આવેલું ધોળાવીર પ્રાચીન હડપ્પા શહેરનું ખંડેર છે. આ સ્થળ સિંધુ ઘાટીની સભ્યતા હેઠળ જીવતું સ્થળ છે. આ જગાની શોધ 1967-68 દરમિયાન કરવામાં આવી હતી. આજે આ સ્થળ ભારતીય ઉપમહાદ્વિપનું પાંચમું સૌથી મોટું હડપ્પાકાલિન સ્થળ છે. સો એકરમાં સમાયેલું આ સ્થળ જોવું એ ગુજરાતની સંસ્કૃતિના દર્શન સમાન છે