આ તો પ્રેરણાદાયક ખબર છે…

    ૨૯-માર્ચ-૨૦૧૮

 
 
કેરલના આ સમાચાર હાલના માહોલમાં પ્રેરણા દાયક છે. કેમ કે અહિંના ૧,૨૪,૧૪૭ જેટલા વિદ્યાર્થીઓએ શાળામાં એડમિશન કરાવતી વખતે જે દસ્તાવેજ રજૂ કર્યા તેમાં ક્યાય તેમણે પોતાની જાતિ કે ધર્મનો ઉલ્લેખ કર્યો નથી. જો કે આ કામ તેમના માતા પિતાએ કર્યું છે. આ ખબર ખૂદ કેરલના શિક્ષણમંત્રી સી. રવિન્દ્રનાથે જણાવી હતી. આ વાત સાંભળી મલયાલમ લેખક અને સામાજિક કાર્યકર્તા એમ. કરાસરે કહ્યું હતું કે આ તો હાલના માહોલમાં આવેલી સૌથી પ્રેરણાદાયી ખબર છે.