રોહિંગ્યા વ્યક્તિ પાસેથી મળ્યું આધાર, મળી બે વર્ષની સજા

    ૨૯-માર્ચ-૨૦૧૮

 
 
હૈદરાબાદ (તેલંગાના)ની એક અદાલતે મોહમ્મદ તોહિર નામના રોહિંગ્યા શરણાર્થીને બે વર્ષની જેલની સજા ફટકારી છે. તેનો ગુન્હો એ છે કે એણે એક વ્યક્તિની મદદથી નકલી આધાર કાર્ડ બનાવી ગેરકાનૂની રીતે ભારતમાં રહેવાની કોશિશ કરી હતી. જે પકડાઈ જતા અદાલતે તેને બે વર્ષની જેલની સજા ફટકારી છે. આ ઉપરાંત આ વ્યક્તિને મદદ કરનાર વ્યક્તિને પણ એક વર્ષની સજા કરવામાં આવી છે..