સોશિયલ મીડિયા પર અટલ બિહારી વાજપેયીજીના અવસાનની ફેલાઈ અફવા

    ૩૦-માર્ચ-૨૦૧૮

 
પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીના અવસાનની અફવા હાલ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહી છે. જેમાં કહેવામાં આવી રહ્યું છે કે અટલજીનું અવસાન ૨૯ માર્ચના રોજ થયું છે. અનેક લોકો આ અફવા પછી તેમને શ્રદ્ધાંજલિ આપવા લાગ્યા છે. આ અફવામાં કહેવામાં આવી રહ્યું છે કે ખૂદ બીજેપીએ જ આ ખબરની જાણકારી આપી છે.
 
પરંતુ હકિકત એ છે કે આ ન્યુઝ ફેક છે. આ ખોટા સમાચાર છે. આવી કોઈ પણ માહિતી ભાજપ દ્વારા આપવામાં આવી નથી. આ માત્ર એક અફવા જ છે. માટે અફવા પર ધ્યાન ન આપો.
ઉલ્લેખનીય વાત એ છે કે અટલજી ડિમેંશિયા નામની બિમારી છે. તેઓ વર્ષ ૨૦૦૯થી વ્હીલ્ચેયર પર છે. હમણા જ ભારત સરકારે તેમને ભારતરત્નથી સમ્માનિત પણ કર્યા છે.