છણાવટ : ઈરાન અને ઈરાનીઓ મુસ્લિમ નથી....

    ૩૦-માર્ચ-૨૦૧૮


 

૨૦૧૫માં મક્કામાં હજ દરમિયાન ધક્કામુક્કીમાં સૌથી વધુ મરનાર ઇરાનના શિયાઓ હતા. જેનો વિરોધ ઇરાનના અલી ખોમેનીએ નોંધાવ્યો ત્યારે સાઉદીના ટોચના ધર્મગુરુ અબ્દુલ અઝીઝ અલ શેખે પત્રકારોને કહ્યું હતું કેઆપણે સમજી લેવું જોઈએ કે લોકો (ઇરાની મુસ્લિમો) મુસ્લિમો નથી. તેઓ માગીના (પારસીઓના) સંતાનો છે અને તેમની મુસ્લિમો પ્રત્યેની વેરવૃત્તિ કુખ્યાત અને પુરાણી છે, ખાસ કરીને સુન્ની લોકો પ્રત્યે. (//૧૬ ગુજરાત સમાચાર)

ઇરાનના ૫૦૦૦ વર્ષની ઊજવણી ગઈ સદીમાં ઉજવાઈ ત્યારે ઈરાનના શાહે પહેલા "આર્યમિહિરનું બિરુદ ધારણ કર્યું હતું. ઈરાનના રાજાઓ પોતાને આર્યપ્રજાના વંશજો માનતા. ઉજવણી દરમિયાન ૫૦૦૦ વર્ષ પહેલાં સૈનિકો જે પહેરવેશ પહેરતા તેવો પહેરવેશ પહેરાવી પરેડ કરાવેલી અને પ્રાચીન સંસ્કૃતિને જીવંત કરી ઈરાનના લોકોને પોતાના આર્યમૂળનો અહેસાસ કરાવ્યો હતો. ( ઉત્સવનો વિગતવાર લેખ હિન્દી સાપ્તાહિકધર્મયુગમાં પ્રગટ થયેલો.) પરંતુ કટ્ટર ધર્મગુરુ ખોમેનીના આવ્યા બાદ આર્ય-મૂળનો વિચાર ખતમ કરી ઝનૂની ધર્માંધતાની લહેર ઈરાનમાં પ્રસરાવી પરિણામે ઇરાનના શાહને ઈરાનમાંથી ભાગી જવું પડેલું અને યુરોપમાં આસરો લેવા મજબૂર થવું પડેલું.

ઈરાનની સરહદો કાળક્રમે વધતી-ઘટતી રહી છે. - આજનું ઈરાન પ્રાચીન કાળના ઈરાનથી ખૂબ અલગ છે. ઈરાનની ઓળખ પહેલાં પારસ્ય દેશના રૂપમાં હતી. એના પહેલાં તેને આર્યાના કહેવાતું હતું. પ્રાચીનકાળમાં પારસ દેશ આર્યોની એક શાખાનું - નિવાસસ્થાન હતું. વૈદિક યુગમાં તો પારસથી લઈને ગંગા, સરયૂ નદીના કિનારા સુધીની સંપૂર્ણ ભૂમિ આર્ય ભૂમિ હતી, જે અનેક પ્રદેશોમાં વિભક્ત હતી. જે રીતે ભારતવર્ષમાં પંજાબની આજુબાજુના ક્ષેત્રને આર્યાવર્ત કહેવામાં આવતું હતું. એવી રીતે પ્રાચીન પારસમાં પણ આધુનિક અફ્ઘાનિસ્તાન સાથે જોડાયેલ પૂર્વ પ્રદેશ અરિયાન અથવા એર્યાન (યૂનાની એરિયાના) કહેવાતું હતું, જેને સમય જતાં પાછળથી ઈરાન શબ્દ બન્યો.

ઈરાન ઉપર પહેલો હુમલો

સેન્ટ ઍન્ડ્રયુઝ વિશ્ર્વવિદ્યાલય સ્કૉટલૅન્ડના પ્રૉફેસર અલી અંસારીના કહેવા મુજબ પ્રાચીન ઈરાની અકેમેનિડ સામ્રાજ્યની રાજધાની પર્સેપૉલિસની ખંડેરોની મુલાકાત લેવા જતા તમામ પ્રવાસીઓને ત્રણ વાતો બતાવવામાં આવે છે કે આને ડેરિયસ મહાને બનાવ્યું હતું, તેને એના પુત્ર જેરક્સસે આગળ વધાર્યું, પરંતુ એને માણસેતબાહ કરી નાખ્યું, જેનું નામસિકંદરહતું.

સન ૫૭૬ ઈસા પૂર્વ તથા સામ્રાજ્યની સ્થાપના કરનાર હતો. "આઈરસ મહાન (ફારસી-કુરોશ) જેહક્કામાનિસવંશનો હતો. વંશના સમ્રાટ "દારયવઉશ પ્રથમ જેને "દારા અથવા "ડેરિયસ પણ કહેવામાં આવે છે, તેના શાસનકાળ (૫૨૨-૪૮૬ ઈસા પૂર્વ)ને પારસીક સામ્રાજ્યનો ચરમોત્કર્ષ કાળ કહેવામાં આવે છે.

ઈસા પૂર્વ ૩૩૦માં સિકંદરના આક્રમણની સામે સામ્રાજ્ય ટકી શક્યું. સન ૨૨૪ . .માં જોરોસ્ત્રિયન-ધર્માવલંબીઅરદાશીર’ (અર્તકશિરા) પ્રથમ દ્વારા એક બીજા વંશસેસેનિયનની સ્થાપના થઈ અને વંશનું શાસન લગભગ ૭મી સદી સુધી ચાલુ રહ્યું. ૭મી સદીના પ્રારંભિક કાળમાં ઈરાનમાં ઇસ્લામ પ્રવેશ કરી ગયું.

ઇસ્લામિક આક્રમણ અને પારસિયોનો સંઘર્ષ

ઇસ્લામની ઉત્પત્તિ પહેલાં પ્રાચીન ઈરાનમાં જરથુષ્ટ્ર ધર્મનો ફેલાવો હતો. ૭મી સદીમાં તુર્કો અને આરબોએ ઈરાન ઉપર ભયંકર આક્રમણ કર્યું અને કત્લેઆમની તમામ સીમાઓ તોડી નાખી. પારસીઓને જબરદસ્તી ઇસ્લામમાં ધર્મપરિવર્તન કરાવવામાં આવ્યાં અને જે મુસલમાન બનવા નહોતા માંગતા તેમની હત્યા કરી દેવામાં આવતી. ‘સેસેનિયનસામ્રાજ્યના પતન બાદ મુસ્લિમ આક્રમણકારીઓ દ્વારા હેરાનપરેશાન કરતા હતા અને તેનાથી બચવા માટે પારસી લોકો પોતાનો દેશ છોડીને ભાગવા લાગ્યા. ઇસ્લામિક ક્રાંતિના કાળમાં કેટલાક ઈરાનીઓએ ઇસ્લામ સ્વીકાર્યો અને તેઓ એક જહાજમાં બેસી ભારત તરફ ભાગી આવ્યા.

જ્યારે પારસ ઉપર અરબના મુસલમાનોનું રાજ સ્થપાઈ ગયું અને પારસીઓને મુસલમાન બનાવવામાં આવ્યા કે બનવા લાગ્યા ત્યારે પારસી શરણાર્થીઓનો પહેલો જથ્થો - મધ્ય એશિયાના ખુરાસાન (પૂર્વ ઈરાન ઉપરાંત આજે પ્રદેશ અનેક રાષ્ટ્રોમાં વહેંચાઈ ગયો છે.)માં આવીને રહ્યા. ત્યાં તેઓ લગભગ ૧૦૦ વર્ષ સુધી રહ્યા, જ્યારે ત્યાં પણ ઇસ્લામિક ઉપદ્રવ શરૂ થયા, ત્યારે પારસની ખાડીના નજીક આવેલ ઉરમુજ ટાપુમાં તેમાંથી કેટલાક ભાગી આવ્યા અને ત્યાં ૧૫ વર્ષ રહ્યા.

આગળ જતાં ત્યાં પણ મુસ્લિમ આક્રમણકારીઓની નજર પડી ગઈ ત્યારે અંતમાં તેઓ એક નાનકડા - જહાજમાં સવાર પોતાની પવિત્ર અગ્નિ અને ધર્મપુસ્તકોને લઈ પોતાની અવસ્થાઓની ગાથાઓને ગાતાગાતા-ખંભાતની ખાડીમાં ભારતના દીવ નામના ટાપુમાં આવીને ઊતર્યા. જે તે સમયે પોર્ટુગલોના કબજામાં હતું, ત્યાં પણ તેમને પોર્ટુગાલીઓએ શાંતિથી રહેવા દીધા, ત્યારે તે સન ૭૧૬-.ના લગભગ દમણના દક્ષિણ ૨૫ માઈલ પર રાજા યાદવ રાણાના રાજ્યક્ષેત્રસંજાણનામના બંદરે આવીને વસ્યા.

પારસી શરણાર્થીઓએ પોતાની પહેલી વસાહતનું સંજાણ નામ આપ્યું, કારણ કે નામનું એક શહેર - તુર્કમેનિસ્તાનમાં છે, જ્યાંથી તેઓ આવ્યા હતા. થોડાંક વર્ષો પછી બીજો સમૂહ (ખુરસાની કે કોહિસ્તાની) આવ્યા, જે પોતાની સાથે ધાર્મિક સામાન લાવ્યા. જમીનમાર્ગેથી એક ત્રીજા સમૂહના આવવાની પણ જાણકારી છે. રીતે જે પારસીઓએ ઇસ્લામનો સ્વીકાર કર્યો તેઓ માર્યા ગયા અથવા તો તેમણે ભારતમાં શરણ લીધું.

ગુજરાતના દીવ-દમણની પાસેના ક્ષેત્રના રાજા-જાડી રાણાએ તેમને શરણ આપ્યું અને તેમના અગ્નિ મંદિરની સ્થાપના માટે જમીન અને અનેક પ્રકારની મદદ પણ કરી. સન ૭૨૧ .માં પ્રથમ પારસી અગ્નિ મંદિર બન્યું. ભારતીય પારસી પોતાના સંવતનો પ્રારંભ પોતાના અંતિમ રાજા યજદજદે- ના પ્રભાવકાળથી લે છે.

૧૦મી સદીના અંત સુધી તેમણે ગુજરાતના અન્ય ભાગોમાં પણ વસવાટ કરવાનું શરૂ કર્યું. ૧૫મી સદીમાં ભારતમાં પણ ઈરાનની જેમ ઇસ્લામિક ક્રાંતિના કારણેસંજાણઉપર મુસલમાનો દ્વારા આક્રમણ કરવાના કારણે ત્યાંના - પારસીઓ જીવ બચાવીને પવિત્ર અગ્નિને સાથે લઈ નવસારી ચાલ્યા ગયા. અંગ્રેજોનું શાસન હોવાના કારણે પારસી ધર્મના લોકોને ત્યાં થોડી રાહત મળી.

૧૬મી સદીમાં સૂરતમાં જ્યારે અંગ્રેજોએ ફૅક્ટરીઓ શરૂ કરી ત્યારે ત્યાં મોટી સંખ્યામાં પારસી કારીગર અને વ્યાપારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. અંગ્રેજો પણ તેમના માધ્યમથી વેપાર કરતા હતા, જેના માટે તેમને દલાલ તરીકે રાખવામાં આવવા લાગ્યા હતા. સમય જતાં "બોમ્બે અંગ્રેજોના હસ્તક લાગી ગયું અને તેના વિકાસ માટે કારીગરો વગેરેની ‚રિયાત હતી. વિકાસની સાથો-સાથ પારસીઓએ મુંબઈ તરફ પ્રયાણ કર્યું. રીતે પારસી ધર્મના લોકો દીવ અને દમણ બાદ ગુજરાતના સુરતમાં વેપાર કરવા લાગ્યા અને પછી તે મુંબઈમાં આવીને વસ્યા. વર્તમાનમાં ભારતમાં પારસીઓની વસ્તી લગભગ માંડ ૯૦ હજાર છે, જેના ૭૦% મુંબઈમાં રહે છે.

ઈરાન એક માત્ર દેશ છે, જ્યાં શિયા રાષ્ટ્રીય ધર્મ છે, તે ઉપરાંત ઈરાક અને બહેરીનમાં શિયા બહુમતીમાં છે. ધાર્મિક મતભેદના કારણે સાઉદી અરબ અને ઈરાનની વચ્ચે વૈચારિક મતભેદ અને ટક્કર સૌથી ખરાબ દોરમાં હાલ છે. સાઉદી અરબના સૌથી મોટા ધર્મગુરુ મુફ્તી - અબ્દુલ અજીજ અલ શેખ મુજબ ઈરાની લોકો મુસ્લિમ નથી. અબ્દુલ - અજીજ સાઉદી કિંગ દ્વારા સ્થાપિત ઇસ્લામિક ઑર્ગેનાઈઝેશનના ચીફ છે, તેમણે કહ્યું કે ઈરાનના લોકો "જોરોસ્ત્રિયન એટલે કે પારસી ધર્મના અનુયાયી રહ્યા છે.

તેમણે કહ્યું હતું, "આપણે લોકોએ સમજવું જોઈએ કે ઈરાની લોકો મુસ્લિમ નથી, કારણ કે તેઓ મેજાય(પારસી)ના બચ્ચા છે. એમની મુસ્લિમો અને ખાસ કરીને સુન્નીઓ સાથે જૂની દુશ્મની રહી છે. સાઉદી અરબવાળા હજુ પણ સ્વયંને વાસ્તવિક મુસલમાન માને છે, જેમને લાગે છે કે ઈરાની લોકો પારસીમાંથી મુસ્લિમ બન્યા છે. ઈરાનીઓએ હંમેશાં અરબો કે મુસલમાનો સાથે શત્રુતા રાખી હતી. જોકે જ્યારે ૧૯૭૯માં ઈરાનમાં અયાતુલ્લા ખૌમૈનીના નેતૃત્વમાં - ઇસ્લામિક ક્રાંતિ થઈ ત્યારે ઈરાનીઓએ પોતાના બચેલા પ્રાચીન સ્મારક, મંદિર અને મૂર્તિઓને પણ તોડી નાખી હતી. અર્થાત્ તેમણે સ્વયંએ પ્રાચીન પારસી ધર્મને નામશેષ કરી મિટાવી દીધું હતું.

***

(સાભાર : હિન્દુ વિશ્ર્વ)