ત્રીજું વિશ્ર્વયુદ્ધ થાય તો શું બોલવું ? બ્રિટનના રાણીએ સિક્રેટ સ્પીચ તૈયાર રાખી છે !!

    ૩૧-માર્ચ-૨૦૧૮


 

પહેલાં ઉત્તર કોરિયા અને અમેરિકા અને હવે બ્રિટન અને રશિયા વચ્ચેના વિવાદને પગલે ફરી ત્રીજા વિશ્ર્વયુદ્ધના ભણકારા વાગી રહ્યા છે. ત્રીજા વિશ્ર્વયુદ્ધ વિશે કહેવું અસ્થાને હશે પણ બ્રિટનનાં રાણીએ જો ત્રીજું વિશ્ર્વયુદ્ધ થાય તો સ્પીચ પણ તૈયાર રાખી છે. શીતયુદ્ધની પરાકાષ્ઠાએ ૧૯૮૩માં લખાયેલી સિક્રેટ સ્પીચના મોટા ભાગના અંશો તે વખતે હતા એટલા આજેય પ્રસ્તુત છે. તેની શરૂઆત રાણીના પરંપરાગત નાતાલ સંબોધનથી થાય છે જેમાં કહે છે કે હવે યુદ્ધનો ઉન્માદ ફરી દુનિયાભરમાં ફેલાઈ રહ્યો છે અને આપણા બહાદુર દેશે તમામ મુશ્કેલીઓ સામે ટકવા ફરી તૈયાર રહેવું પડશે, તેમાં બીજા વિશ્ર્વયુદ્ધની કેટલીક ઘટનાઓ ભૂલી શકાય એનુંય વર્ણન છે. આપણે આશા રાખીએ કે સ્પીચની કદી નોબત આવે અને તે સિક્રેટ રહે !!