૭૦ જાનૈયાઓથી ભારેલી ટ્રક પુલ પરથી નીચે ખાબકતાં ૨૫ થી વધુનાં મોત

    ૦૬-માર્ચ-૨૦૧૮

 
મંગળવારે વહેલી સવારે ભાવનગર-રાજકોટ હાઈવે પાસેના રંધોળા પાસે જાન લઈને જઈ રહેલ ટ્રક પુલ પરથી નીચે ખાબકી પડતા હચમચાવે દે તેવા અમંગળ સમાચાર સામે આયા છે. આ ટ્રક પુલ પરથી નીકે ખાબકતાં ૨૫થી વધુ લોકોનાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં છે. જ્યારે ૪૦થી વધુ લોકો ઘાયલ થયા છે. એક અંદાજ પ્રમાણે આ ટ્રકમાં 60 લોકો સવાર હતા. એવું કહેવાય છે કે જે પુલ પરથી આ ટ્રક નીચે પડ્યો તે પુલનું કામ પાંચ વર્ષથી ચાલે છે. અહિં અચાનક સ્ટેરીંગ પરથી ડ્રાઈવરનો કાબુ ગુમાવતાઅ આ ટ્રક નીચે ખબક્યો હતો. ટ્રક નીચે ખાબકતાં જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી. જ્યારે પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. તમામ ઘાયલ લોકોને ભાવનગર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આજે સવારથી જ આ અમંગળા સમાચાર સોશિયલ મીડિયા પર વાઈરલ થયા છે. સરકાર પણ આ અકસ્માત પછી હરકતમાં આવી છે. ભાવનગર જિલ્લાની અને બોટાદ જિલ્લામાંથી 108ની 5 ટીમો ઘટનાસ્થળે પહોંચીને બનાવ કામગીરી કરીને ઘાયલોને સિહોર અને પાલિતાણાની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. મળતા સમાચાર પ્રમાણે સરકારે આ અકસ્માતમાં મ્રુત્યુ પામેલા લોકોને ૪-૪ લાખ આપવાની જાહેરાત પણ કરી છે.