કોઇ પણ પરીક્ષા પાસ કરવાનો સાધારણ નિયમ…

    ૦૬-માર્ચ-૨૦૧૮

 
 
જેટલા પણ ટોપર્સ છે એ બધાની સફ્ળતાનું રાજ શું છે? તેમની સફળતાની વાતો સાંભળશો અથવા તેમની મીડિયામાં આવેલી વાતો જાણશો તો એક વાત બધાની કોમન હોય છે અને એ વાત એ છે કે તેમને પરીક્ષાનો ડર ક્યારેય લાગ્યો જ નથી. માટે કોઇ પણ પરીક્ષા હોય પહેલા તે પરીક્ષાનો ડર મનમાંથી કાઢી નાખો. અને પછી આટલું યાદ રાખો…
 
# શોર્ટ કટ નથી…
 
કોઇ પણ પરીક્ષા પાસ કરવાનો કોઇ શોર્ટ કટ નથી. મહેનત તો તમારે કરવી જ પડશે. તમે જાણતા જ હશો કે માત્ર મહેનત કરનારા પણ સફળ થતા નથી. માટે મહેનત કરો પણ સ્માર્ટ મહેનત કરો.
 
હંમેશાં હેલ્દી ખાવાનું ખાવ
 
પરીક્ષાની તૈયારી કરતા હોવ ત્યારે હંમેશાં હેલ્દી ખાવાનું ખાવ. બહું તીખુ, તળેલું, વધું પડતું સુગરવાળુ ખાવાનું ટાળો. ફાસ્ટફૂડને તો દૂર જ રાખો. આ બધુ ખાવાથી આળસ આવશે અને તમે વધું વાચી નહિ શકો. તો હંમેશાં હેલ્દી ખાવ. ભૂખ કરતા ઓછું ખાવ…
 
# થોડી કસરત…
 
શરીર સારું રાખવા થોડી કસરત કરો. અહિં કસરત એટલે જીમમા જઈ વજનીયા ઉપાડવા કે પુસઅપ કરવા એવો નથી. કસરત એટલે તમને જે ગમતું હોય તે કરો, ચાલો, ફરો, યોગા કરો, ધ્યાન કરો, સાયકલ ચલાવો, ગીતો સાંભળો. ટૂંકાં જેમાં મજા આવતી હોય તે કામ કરો…આનાથી મગજ હળવું થશે અને તમે તાજગી અનુભવશો, જેની અસર તમારા વાંચન પર સારી પડશે…
 
# પૂરતી ઊંઘ જરૂરી છે
 
રાત દિવસ વાચવાથી કંઈ નહિ થાય. મગજને તાજગીભર્યુ રાખવા ઊંઘ જરૂરી છે. તમે ફ્રેસ હશો તો જે કામ આખો દિવસમાં પૂર્ણ થયુ હશે તે અડધો દિવસમાં પૂર્ણ થઈ શકે છે. યાદ રાખો દુનિયાના એક પણ ટોપર રાત દિવસ વાંચતો નથી. તે બીજા ગ્રહમાંથી આવ્યો નથી. તે તમારા, મારા જેવો જ છે. તે ઓછો સમય વાંચે છે પણ ખૂબ જ ધ્યાનથી વાંચે છે. તે ધ્યાનથી વાચી શકે છે કેમ કે તે શરીરને પૂરતો આરામ પણ આપે છે.
 
# વ્યસન, સ્મોકિંગથી તો દૂર જ રહો…
 
વ્યસનની અસર તમારા મગજ પર પડે છે. બને તો ચા, કોફીથી પણ દૂર રહો. આપણો ભ્રમ છે કે ચા, કોફી પીવાથી ફ્રેસ થઈ જવાય છે. વ્યસનની સાથે સાથે ચાની અસર પણ આપણી યાદશક્તિ પર પડે છે.
 

 
 
બસ, આટલું કરો અને આયોજન પૂર્વક વાંચો. તમે આરામથી કોઈ પણ પરીક્ષા પાસ કરી શકશો. તમને આ બાબતો ખોટી લાગતી હોય તો ગૂગલ પર રોમન શૈની નામના ટોપર વિશે સર્ચ કરી જુવો…આ બધી વાતો તેને પણ સાચી લાગે છે. રોમન શૈની એટલે ભારતનો સૌથી નાની ઉમરમાં UPSCની પરીક્ષા પાસ કરનાર. તેણે આવી અનેક પરીક્ષા પાસ કરી છે. તેની સફળતાના કિસ્સાથી યુટ્યુબના વીડિઓ ભરેલા છે. તેને સાંભળી જોજો…
 
તે ખૂદ કહે છે કે આ સાધારણ વાતો સાથે તમે આગળ વધશો તો કોઇ પણ પરીક્ષા પાસ કરતા તમને કોઇ નહિ રોકી શકે…