યુક્રેનમાં ૫૦૦૦ કરતા વધારે લેનિનની મૂર્તિઓ કેમ તોડી પડવામાં આવી?

    ૦૭-માર્ચ-૨૦૧૮

 
ત્રિપુરામાં લેનિનની મૂર્તિ તોડી પાડવામાં આવી અને મીડિયામાં લેનિનની વિચાધારાની ચર્ચા થવા લાગી છે. લિનિનવાણીમાં વિશ્વાસ રાખતા લોકોને આ ગમ્યું નહિ પણ એવા અનેક લોકો દુનિયામાં છે જેને લિનિનવાણી ગમતી નથી. એની સાબિતિ તમને નેટ પર કે યુટ્યુબ પર મળી જશે. માત્ર ત્રિપુરામાં જ નહી દુનિયાના અનેક દેશોમાં લિનિનની મુર્તિ તોડવામાં આવી છે. આવો જાણીએ…
 
બૉલ્શેવિક ક્રાંતિ વિશે થોડું…
 
લિનિને ૧૯૧૭માં શસસ્ત્ર ક્રાંતિ કરી રશિયાના રાજતંત્રને નાબૂદ કરી સત્તા પ્રાપ્ત કરી. આ ક્રાતિને બૉલ્શેવિક ક્રાંતિ તરીકે ઓળખવામાં આવી. આ ક્રાંતિ પછી લિનિન આખી દુનિયામ પ્રખ્યાત થઈ ગયા. અને તેની વિચાધારેને પસંદ કરના દુનિયાના અનેક લોકોએ પોતાના દેશમાં તેની મૂર્તિઓ લગાવી. પરતું દરેક જ્ગ્યાએ લિનિનની વિચારધારાને પસંદ ન કરનારા પણ છે. આથી આવા લોકોને જ્યારે જ્યારે તક મળી તેમણે લિનિનની મૂર્તિ તોડી પાડી છે, જુવો કેટલાંક ઉદાહરણ…
 
ત્રિપુરાથી શરૂ કરીએ!
 
ત્રિપુરામાં છેલ્લા ૨૫ વર્ષથી વામપંથીઓ એટલે કે લિનિનવાદી સરકાર હતી. હવે થોડા દિવસમાં ત્યાં ભાજપની સરકાર બનશે. પરિણામ આવી ગયા ના થોડા દિવસ પછી જ અહિ લેનિનની મુર્તિ તોડી પાડવામાં આવી છે. આ મુર્તિ ૨૦૧૬માં ત્યાંના કોર્પોરેશન દ્વારા લગાવવામાં આવી હતી. ઍટલે કે સરકારી પૈસે એ મૂર્તિ લગવાઈ હતી. હવે ૨૫ વર્ષ પછી અહિં લિનિનની વિચારધારાને ન પસંદ કરાતા લોકોએ આ મૂર્તિ તોડી પાડી છે.
 
યુક્રેન
 
# યુક્રેનમાં લિનિનની એક નહિ અનેક મૂર્તિઓ લગાવવામાં આવી છે અને અહિં તેની એક બે નહિ અનેક મૂર્તિઓને તોડી પણ પાડવામાં આવી છે. વર્ષ ૧૯૯૧માં યુક્રેનમાં લિનિનની લગભગ ૫૦૦૦ મૂર્તિઓ હતી. જે ૨૦૧૩ થી ૨૦૧૫માં જ અહિં લેનિનની ૫૦૦ જેટલી મૂર્તિઓ તોડી પાડવામાં આવી છે. વર્ષ ૨૦૧૩માં રાષ્ટ્રપતિનો વિરોધ કરનારા લોકોએ અહિં લિનિનની મૂર્તિ તોડી પાડી હતી પછી લિનિન વિશે રાષ્ટ્રપતિ વધુ ગંભીર બન્યા…
 
જુવો વીડિઓ...
 
 
 
# સપ્ટેમ્બર ૨૦૧૪માં યુક્રેનના ખરકોવ શહેરમાં લાગેલી લિનિનની મૂર્તિ તોડી પાડવામાં આવી. જેનું લાઈવ બ્રોડકાસ્ટ થયું, દુનિયા ભરના લોકોએ તે લાઈવ જોયું. લગભગ ૩૦૦૦ કરતા વધારે લોકોએ “ખર્કોવ-આ યુક્રેન છે” ના નારા સાથે આ મૂર્તિ પાસે જમા થયા અને મૂર્તિ તોડી પાડવવામાં આવી. ઉલ્લેખનીય છે કે આ બનાવ પછી અહિંના રાષ્ટ્રપતિએ ૧૫ મે ૨૦૧૫ના રોજ લિનિનની મૂર્તિઓ હટાવવા માટેનો કાયદો બનાવ્યો. અને ઓગષ્ટ ૨૦૧૭ સુધીમાં યુક્રેનમાંથી લિનિનની બધી મૂર્તિઓ હટાવી લેવાઈ…
 
જર્મની
 
જર્મનીમાં ૧૯ એપ્રિલ ૧૯૭૦ના રોજ એટલે કે લિનિનના ૧૦૦ માં જન્મદિવસના ૩ દિવસ પહેલા લિનિનની મૂર્તિ મુકવામાં આવી. જેને જોવા તે દિવસે લગભગ ૨ લાખ લોકો ભેગા થયા. પરંતું ૧૯૯૧માં બર્લિનના મેયરે આ મૂર્તિ હટાવવાનો આદેશ આપી દીધો. મેયરનું માનવું હતુ કે એવી કોઇ પ્રતિમા ન હોવી જોઇએ જે તાનાશાહીનું દર્શન કરાવતી હોય…
 

 
 
ઇથોપીયા
 
ઈથોપીયાના તાનાશાહ Mengistu Haile Mariam જ્યારે દેશ છોડીને ભાગી ગયો તો ત્યાર પછી ૨૩ મેં ૧૯૯૧ના રોજ લોકોએ લિનિનની મૂર્તિ તોડી પાડી. અહિંના લોકો લેનિનને તાનાશાહીનું પ્રતિક માનતા હતા. હજારો લોકો ત્યારે આ દ્રશ્યને જોવા અહિ હાજર હતા. આ મૂર્તિને ધરાશાઈ કરવા વેલ્ડીંગ મશીનનો પણ ઉપયોગ લોકોએ કર્યો હતો…
 
હવે ભારતની વાત…
 
હમણા જ ત્રિપુરામાં લોકોએ લેનિનની મૂર્તિ તોડી પાડી. ભારતમાં પણ અનેક જ્ગ્યાએ લિનિનની મૂર્તિઓ લગાવવામાં આવી છે. પણ મૂર્તિ તોડી પાડવી એ વિકલ્પ નથી. ભારતમાં મૂર્તિઓ તોડવાનો દોર શરૂ ન થાય તે જ દેશના હિતમાં છે. આ લોકશાહી દેશ છે. લોકશાહીનું માન રાખી આગળ વધવું જોઇએ…