જ્યોતિર્લિંગ સોમનાથ

    ૧૭-એપ્રિલ-૨૦૧૮

 

 
 
તા. ૨૦ એપ્રિલ - સોમનાથ પ્રતિષ્ઠાદિન નિમિત્તે
સોમનાથ જ્યોતિર્લિંગની ઉત્પત્તિ

મહાત્મા દક્ષે પોતાની સત્તાવીશ ક્ધયાઓ ચંદ્રને પરણાવી હતી. તેઓ ચંદ્રને સ્વામી તરીકે મેળવી વિશેષ શોભી રહી હતી. ચંદ્ર પણ તેમને મેળવી નિરંતર શોભી રહ્યો હતો. સોનું જેમ મણિ વડે અને મણિ જેમ સોના વડે શોભે છે. તેમ તેઓ પરસ્પરથી શોભી રહ્યા હતા. સમય જતાં ચંદ્ર તેના સ્વભાવ પ્રમાણે દક્ષની એક કન્યા રોહિણીને સુખ આપતો હતો. તેની સાથે પ્રેમાલાપ કરતો હતો અને બાકીની છવીસ ક્ધયાઓનો અનાદર કરતો હતો. તેથી તેઓ દુ:ખી થવા માંડી હતી. ચંદ્રના આવા વર્તનથી દુ:ખી ક્ધયાઓ પિતા દક્ષની પાસે જાય છે. પોતાના દુ:ખનું વર્ણન કરે છે. દીકરીઓનું દર્દ સહન થતાં પ્રજાપતિ દક્ષ ચંદ્ર પાસે જાય છે.

મહાત્મા દક્ષે કહ્યું : ‘હે ચંદ્ર ! તમે મારા જમાઈ છો. તમારે મારી પુત્રીઓ સાથે સમાન ભાવથી વ્યવહાર કરવો જોઈએ. તમે અગાઉ ઘણા દુષ્ટકર્મો કર્યાં છે. તમે બૃહસ્પતિને ઘેર જઈ તેમની પત્ની તારાને હરી લીધી હતી. બૃહસ્પતિએ દૈત્યોનો આશ્રય લઈ તમારી સાથે યુદ્ધ કરી તારાને છોડાવી હતી. તમે તમારા મોહક સ્વરુપને કારણે અનેકને માયાજાળમાં ફસાવી ઘણાં દુષ્ટકર્મો કર્યાં છે. મારી વિનંતી છે કે તમે મારી ક્ધયાઓને સુખેથી રાખો.’ આમ કહી દક્ષ પોતાના રાજ્યમાં પરત ફરે છે. દક્ષની વિનંતી છતાં ચંદ્રના વર્તનમાં કંઈ સુધારો જણાયો નહીં. તેણે દક્ષનું વચન માન્યું નહીં. તે રોહિણીમાં આસક્ત રહ્યો. બીજી પત્નીઓને સત્કારી નહીં. દક્ષ ફરીથી ચંદ્ર પાસે આવે છે. દક્ષ સત્યપરાયણ હતા. તેમણે ચંદ્રને શાપ આપ્યો. દક્ષ બોલ્યા : હે ચંદ્ર ! સાંભળો. મેં ઘણી વાર તમને સમજાવ્યા પણ તમે માન્યા નહીં. આથી તમને ક્ષયરોગ લાગુ પડશે.

દક્ષના શાપથી ચંદ્રને ક્ષય થવા માંડ્યો. ચંદ્ર ક્ષયરોગી બની ગયો. ચંદ્રના પ્રકાશનો ક્ષય થવાથી હાહાકાર મચી ગયો. દેવો તથા ઋષિઓ પણ વિહ્વળ બની દુ: પામ્યા કેહવે શું કરવું ?’ ચંદ્રે પણ ઇન્દ્ર આદિ બધા દેવોને વિનંતી કરી. ચંદ્ર અને દેવો વસિષ્ઠ આદિ ઋષિઓને લઈ બ્રહ્મા પાસે ગયા. બ્રહ્માએ શાપનું નિવારણ બતાવ્યું. બ્રહ્માએ કહ્યું : પ્રભાસ નામના ઉત્તમ ક્ષેત્રમાં દેવોની સાથે ચંદ્ર જાય અને ત્યાં મૃત્યુંજય મંત્રનો જાપ કરી વિધિથી શિવજીનું આરાધન કરશે તો શિવ પ્રસન્ન થશે અને તેને ક્ષયરોગ રહિત કરશે.

બ્રહ્માનું વચન સાંભળી દેવર્ષિઓ ચંદ્ર તથા મહાત્મા દક્ષમ પણ પ્રભાસતીર્થમાં આવે છે. સર્વે ભેગા મળી સરસ્વતી આદિ શ્રેષ્ઠતિર્થોનું આહ્વાન કરી પાર્થિવ શિવલિંગની સ્થાપના કરે છે. ચંદ્રે મહિના સુધી અસ્ખલિત તપ ચાલુ રાખ્યું અને મૃત્યુંજયના દસ કરોડ જપ કર્યા. પ્રભુ શંકર ચંદ્રના તપથી પ્રસન્ન થયા.

સદાશિવશંકર બોલ્યા : ‘હે ચંદ્ર ! તું વરદાન માગ. તારું કલ્યાણ થાઓ. ચંદ્રે કહ્યું : પ્રભુ ! મારા ક્ષયરોગનું નિવારણ કરો. શિવજીએ ચંદ્રના ક્ષયરોગનું નિવારણ કર્યું. તેમણે કહ્યું : ‘હે ચંદ્ર ! એક પખવાડિયામાં તારી કળાઓ દરરોજ ક્ષય પામશે, પણ બીજા પખવાડિયામાં નિરંતર તે કળાઓ દરરોજ વધ્યા કરશે. પ્રભાસતીર્થમાં જ્યાં ચંદ્રએ શિવજીનું આરાધન કર્યંુ હતું તથા પાર્થિવ શિવલિંગની સ્થાપના કરી હતી તે શિવલિંગસોમેશ્ર્વરનામે ત્રણે લોકમાં પ્રખ્યાત થયું. શિવસ્વરુપસોમેશ્ર્વરની આરાધનાથી ક્ષય, કોઢ જેવા રોગોનું નિવારણ થાય છે. ચંદ્ર (સોમ) દ્વારા સ્થાપિતસોમેશ્ર્વર સોમનાથ તરીકે પૂજાય છે. ભારતમાં બાર જ્યોર્તિલિંગ છે. તેમાં સોમનાથનું જ્યોર્તિલિંગ પ્રથમ પૂજાય છે.

સૌરાષ્ટ્રે સોમનાથ શ્રીશૈલે મલ્લિકાર્જુનમ્

ઉજ્જયિન્યાં મહાકાલં ઓમ્કારમમલેશ્ર્વરમ્

પરલ્યાં વૈદ્યનાથં ડાક્ધિયાં ભીમશંકરમ્

સેતુબન્ધે તુ રામેશં નાગેશં દારુકાવને

વારાણસ્યાં તુ વિશ્ર્વેશં ત્ર્યયબકં ગૌતમીતટે

હિમાલયે તુ કેદારં ધૃશ્મેશં શિવાલયે

એતાનિ જ્યોતિર્લિંગાની સાયં પ્રાત: પડેન્નર

સપ્ત જન્મકૃતં પાપં સ્મરણેન વિનશ્યતિ

ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથને ચંદ્રવંશી તથા પ્રતાપી રાજાઓએ રક્ષિત રાખ્યું છે. કાળક્રમે તે તીર્થનો ર્જીણોદ્વાર તથા નવનિર્માણ થયું છે. મુસ્લિમ રાજાઓ તથા પરધર્મીઓએ આક્રમણ કરી તેનો નાશ કરવા પ્રયત્ન કર્યો હતો, પણ વીર-શહીદ હમીરસિંહ જેવા યોદ્ધાઓએ પ્રાણની આહુતિ આપીને પણ પ્રભાસતીર્થના સોમનાથની રક્ષા કરી છે. આઝાદી પછી ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્રપ્રસાદ તથા ગૃહપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલે સોમનાથનો ર્જીણોદ્વાર કર્યો હતો. દેશમાં ૨૦મી એપ્રિલ સોમનાથ પ્રતિષ્ઠા દિન તરીકે ઉજવાય છે. દેશ-વિદેશમાંથી ભાવિક ભક્તો તથા શ્રદ્ધાળુઓ અહીં આવે છે. સોમનાથ મહાદેવની મહાપૂજા થાય છે. ગુજરાતનાં પ્રભાસતીર્થ સૌરાષ્ટ્રના સોમનાથ મહાદેવનાં દર્શનાર્થે દેશની મોટી હસ્તીઓ પણ આશીર્વાદ મેળવવા આવે છે. જ્યોતિર્લિંગ સોમનાથ હિન્દુ સનાતન ધર્મનું મહત્ત્વનું તીર્થધામ છે.