રાષ્ટ્રાય સ્વાહા : ૯૨ ઉચ્ચ શિક્ષિત યુવાનોએ પોતાનું જીવન રાષ્ટ્રને સમર્પિત કર્યું

    ૧૮-એપ્રિલ-૨૦૧૮


 

આજના ચમક-દમકવાળા સમયમાં દેશ-વિદેશની યુનિવર્સિટીઓમાંથી અલગ-અલગ ક્ષેત્રોમાં ઉચ્ચ અભ્યાસ કર્યા પચી જો કોઈ યુવાન કે યુવતી સંન્યાસ લેવાની ઇચ્છા કરી લે તો ઘર-પરિવાર સહિત સમાજ તરફથી જે પ્રતિક્રિયાઓ મળે છે કંઈક રીતે હોય છે. ખૂબ મહેનત કરવાથી ભાગતો હતો એટલે સંન્યાસી બની ગયો, તો કોઈ કહે છે કે પરિવારની જવાબદારીઓથી બચવા માટે સંન્યાસી બને છે. તો કોઈ કહે છે કે લગ્ન કરીને અને પરિવારને સાથે લઈને પણ સમાજનું કામ કરી શકાય છે. એટલે કે ઉદાહરણોથી લઈને લોભ-લાલચ આપવામાં કોઈ કસર બાકી નહીં રાખે. એવામાં કોઈ એકાદ વ્યક્તિ એવી હશે જે સંન્યાસી જીવનને શ્રેષ્ઠ કાર્ય માની દેશ-સમાજસેવામાં દૃઢતાપૂર્વક લાગવા માટે સહર્ષ રજામંદી અને આશીર્વાદ આપે.

પરંતુ રામનવમીના દિવસે ઉત્તરાખંડના હરિદ્વારમાં હર કી પૌડી પર ગંગાકિનારેનું દૃશ્ય એનાથી ઊલટું જોવા મળ્યું. યોગગુરુ સ્વામી રામદેવના ૨૪મા સંન્યાસ દિવસે માહિતી ટેક્નોલોજીથી લઈને કાયદો, ડૉક્ટર અને કોમ્પ્યુટર સાયન્સમાં ઉચ્ચ શિક્ષા પ્રાપ્ત તથા વેદ-વેદાંત દીક્ષિત ૪૧ વિદુષી બહેનો અને ૫૧ બ્રહ્મચારી જ્યારે ભગવા વસ્ત્રમાં એક સાથે સંન્યાસ દીક્ષા લઈ રહ્યા હતા ત્યારે તેમના પરિવારજનો માત્ર ગૌરવ અનુભવતા હતા, પરંતુ પોતાના દીકરા-દીકરીઓને ગળે લગાવી. ઋષિ-મુનિઓની સંસ્કૃતિને આગળ વધારવા માટે આશીર્વાદ આપી રહ્યા હતા. ચારેય બાજુથી તેમના ઉપર પુષ્પવર્ષા થઈ રહી હતી. ગંગાકિનારેનું ભાવવિભોર દૃશ્ય માત્ર અદ્ભુત હતું, પરંતુ ભ્રમને પણ તોડી રહ્યું હતું કે મજબૂરીમાં કોઈ સાધુ-સંન્યાસી બને છે. અત્રે ઉલ્લેખનીય છે કે યોગ-ઋષિ સ્વામી રામદેવે ૨૦૫૦ સુધી ભારતને આધ્યાત્મિક મહાશક્તિ બનાવવાના સંકલ્પને કેન્દ્રમાં રાખી ૧૦૦૦ ઉત્તરાધિકારી સંન્યાસી તૈયાર કરવાની ઘોષણા કરી છે, જેના ભાગ‚પે પહેલીવાર ૯૨ સંન્યાસીઓ તેમણે દેશને સમર્પિત કર્યા છે. ૨૦ માર્ચથી પતંજલિ યોગપીઠના આચાર્ય કુલમની ધરતી પર નવનિર્મિત ઋષિ ગ્રામમાં ચાલી રહેલ ચતુર્વેદ મહાપરાયણ યજ્ઞ બાદ દીક્ષાર્થીઓનો મુંડન સંસ્કાર કરવામાં આવ્યો. ત્યાર બાદ ગંગાકિનારે સફેદ વસ્ત્રનો ત્યાગ કરાવી ભગવાં વસ્ત્ર ધારણ કરાવવામાં આવ્યાં અને સ્વામી રામદેવ સહિત મુખ્ય સંતોની છત્રછાયામાં દીક્ષાર્થીઓના માથા ઉપર પુરુષ સૂક્તના મંત્રોથી ૧૦૮ વાર ગંગાજળથી અભિષેક કરી સંન્યાસ દીક્ષાનો કાર્યક્રમ વિધિપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો.

સંપૂર્ણ આયોજનના વિષયમાં સ્વામી રામદેવજીએ કહ્યું કે, ‘હંમેશા લોકો મને પ્રશ્ર્ન કરે છે કેબાબા રામદેવ અને બાલકૃષ્ણ પછી કોણ ઉત્તરાધિકારી હશે ? તો એવાં ભાઈ-બહેનોને પ્રામાણિક સંન્યાસી મારો જવાબ છે. સંન્યાસી મારી જેમ દેશમાં યોગ, સંસ્કાર, શિક્ષણ અને ભારતીયતાને આગળ વધારશે. તેઓ કહે છે, ‘મને પોતાના ઉત્તરાધિકારીની ચિંતા રહેતાં ઋષિ-મુનિઓના ઉત્તરાધિકારીઓની ચિંતા વધારે છે. આપણે ગૌતમ, કણાદ, પાણિની, રામકૃષ્ણ, મહર્ષિ દયાનંદના વંશજો છીએ. પરંપરા કેવી રીતે આગળ વધે એની અમને ચિંતા છે. એને ધ્યાનમાં રાખીને અમે આઠ-નવ વર્ષ પહેલાંથી અનુષ્ઠાન મૌન ‚પથી શરુ કર્યું હતું. હવે અનુષ્ઠાનમાં જે પરિપક્વ થઈ ચૂક્યા છે, જેમના ઉપર હવે અમને સંપૂર્ણ ભરોસો થઈ ગયો છે કે હવે તેઓ મુશ્કેલમાં મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ પોતાના માર્ગેથી ભટકશે નહીં, એવા લોકોને સંન્યાસ દીક્ષા આપવાનું કામ કર્યું છે. સંન્યાસ દીક્ષાના કાર્યક્રમમાં આકર્ષણનું કેન્દ્ર એવાં યુવક-યુવતીઓ હતા જે અતિ આધુનિક દુનિયાને તિલાંજલિ આપીને એવા કાંટાળા પથ ઉપર ચાલવાનો સંકલ્પ લઈ ચૂક્યાં હતાં, જે તમામ સંકટોથી ભરેલો છે. કોઈ સારી એવી નોકરી છોડીને તો કોઈ વિદેશનો અભ્યાસ છોડીને સંન્યાસ લઈ રહ્યા છે. પરંતુ તેમના ચહેરા ઉપર કોઈ વાતનું દુ: જોવા મળતું હતું. ઊલટાનું તેઓ તો એવાં ખુશ હતાં જાણે કોઈ મનપસંદ વસ્તુ મળી ગઈ હોય, જેની એમને વર્ષોથી શોધ હતી.’

ગુજરાતના યુવાન પણ રાષ્ટ્ર સમર્પિત થયા

ગુજરાતના રાજકોટના વતની સ્મિત ૯૨ લોકોમાંના એક છે, જેમણે ગંગાકિનારે સંન્યાસ લીધો. સંન્યાસ લીધા બાદ તેમનું નામ સ્વામી આત્મદેવ થઈ ગયું છે. ઓસ્ટ્રેલિયામાંથી માહિતી ટેક્નોલોજીમાં સ્નાતક અને અનુસ્નાતક કરી ચૂકેલા આચાર્ય આત્મદેવના ઘરમાં માતા-પિતા ઉપરાંત એક મોટો ભાઈ છે. પિતાજી પ્રાથમિક શિક્ષક છે, પરંતુ નેત્રહીન છે. તેઓ માહિતી ટેક્નોલોજીના વિદ્યાર્થીથી લઈ એક સંન્યાસીની યાત્રા શરુ કરવાના વિષયમાં બતાવે છે. વર્ષ ૨૦૧૨માં મેં અનુસ્નાતક કર્યું. તે સમયે દેશમાં ભ્રષ્ટાચાર, અનાચારની વિરુદ્ધ દેશમાં એક વાતાવરણ બન્યું હતું. સ્વામી રામદેવજી આખા દેશમાં પ્રવાસ કરી ભ્રષ્ટાચારની વિરુદ્ધ અલખ જગાવી રહ્યા હતા. હું ઓસ્ટ્રેલિયાથી યુ-ટ્યુબના માધ્યમથી માત્ર આખા આંદોલનને નજીકથી જોઈ રહ્યો હતો, પરંતુ શિક્ષણથી લઈને સંસ્કૃતિના વિષયમાં ચિંતન કરતો હતો. ઘણીવાર સ્વામીજી પોતાનાં ભાષણોમાં કહેતા હતા કે જે દેશમાં આપણે જન્મ્યા, ભણી-ગણીને મોટા થયા, જ્યાંનું અન્ન જળ ગ્રહણ કર્યું પછી આપણે કોઈ બીજા દેશમાં જઈ સેવાઓ આપીએ તો માતૃભૂમિ-પ્રત્યે ઘોર વિશ્ર્વાસઘાત થઈ જાય છે. ભાષણ બાદ મેં સમયે સંકલ્પ કર્યો કે હું જે પણ કરીશ પોતાના દેશ અને માટી માટે કરીશ.

હું ડિસેમ્બર ૨૦૧૨માં ભારત આવી ગયો અને જુલાઈ, ૨૦૧૩થી સ્વામીજીના સંપર્કમાં છું. તેઓ કહે છે કે, એક વાત મને હંમેશા ખટકતી હતી અને સ્વામીજી પણ કહેતા હતા કે દેશમાં ભગતસિંહ અને ચંદ્રશેખર આઝાદ તો જન્મ લે પણ આપણ ત્યાં નહીં પરંતુ પડોશીના ઘરમાં. વાતને લઈને હું જ્યારે વિચારતો ત્યારે મન કહેતું કે જેટલું તું કહી શકે છે. એટલું કર. મેં પતંજલિમાં વૈદિક શિક્ષણ લીધું, કારણ કે શિક્ષણ છે જેને રામકૃષ્ણએ પણ ગ્રહણ કર્યું. આપણા ઋષિ-મુનિઓએ ગ્રહણ કર્યું અને સ્વામીજીએ ગ્રહણ કર્યું અને દેશ નહીં વિશ્ર્વમાં એક અદ્ભુત વ્યક્તિના રુપમાં ઓળખ બનાવી. તો પછી હું આવું શિક્ષણ પ્રાપ્ત કરવાથી વંચિત કેમ રહું ? બસ, કારણને ધ્યાનમાં રાખી હું સંન્યાસ ધર્મના માર્ગ પર ચાલી પડ્યો.

આવા બીજા તીસ વર્ષના સ્વામી ગોવિંદદેવ છે, જે ઉત્તરપ્રદેશના જલારામપુરના રહેવાસી છે. માહિતી ટેક્નોલોજીમાંથી બી.ટેક્.ની ડિગ્રી કર્યા બાદ તેમણે પણ સંન્યાસનો માર્ગ પસંદ કર્યો. આધુનિક ચકાચૌંધના યુગમાં સંન્યાસ લેવાનો વિચાર કેવી રીતે આવ્યો ? એના વિશે તેઓ કહે છે કે, ‘હું ‚આતના દિવસોથી સ્વામી વિવેકાનંદ સહિત અન્ય મહાપુરુષોને વાંચી રહ્યો હતો. અહીંથી વિચાર મનમાં પેદા થયા હતા અને પ્રશ્ર્નોના જવાબ પણ મળતા હતા. હું વર્ષ ૨૦૧૧માં સ્વામી રામદેવજીના સંપર્કમાં આવ્યો અને ૨૦૧૪માં વિધિવત્ ગુરુકુલ શિક્ષણ પરંપરામાં ભણીને લાગ્યું કે ભલે મેં બી.ટેક કર્યંું હોય પરંતુ વાસ્તવિક જ્ઞાનથી હું દૂર છું. હા, આર્થિક સધ્ધરતા માટે તો ઠીક છે, પરંતુ વાસ્તવિકતા છે કે જે શાંતિ અને સુખ માટે દરેક વ્યક્તિ આમ તેમ ભટકે છે તેનું રહસ્ય વૈદિક શિક્ષણમાં છે. મેં અહીં આવીને વ્યાકરણ, અષ્ટાધ્યાયી, લિંગાનુંશાસન વગેરેનો અભ્યાસ કર્યો. - વર્ષની ગુરુકુલ યાત્રા બાદ મેં સમજી-વિચારીને તેની મુશ્કેલીઓ જાણી સંન્યાસ લેવાનો નિર્ણય કર્યો છે.’

સંન્યાસનો માર્ગ કષ્ટોથી ભરેલો હોય છે ? પ્રશ્ર્નો જવાબ આપતાં તેમણે કહ્યું કે, કષ્ટ આપણને ત્યારે થાય છે કે જ્યારે આપણે કોઈ વસ્તુને ઇચ્છા કે મન વગર કરીએ છીએ, પરંતુ જ્યારે કોઈ કામ મનથી કરીએ છીએ. તો તેમા ખુશી અને આનંદ મળે છે. આથી કષ્ટની ચિંતા નથી થતી. હું દેશસેવાના પથ ઉપર નીકળ્યો છું. હવેથી એક લક્ષ્ય છે. દેશનાં અંતરિયાળ ક્ષેત્રોમાં રહેનારાઓ આપણા દેશવાસીઓની વચ્ચે આધુનિક શિક્ષણની સાથોસાથ વૈદિક શિક્ષણની જ્યોત જલાવવી. ૨૯ વર્ષના નૂતન દીક્ષાર્થી દીક્ષા પ્રાપ્ત કર્યા બાદ, સ્વામી વિદેહદેવ થઈ ગયા છે. અલ્મોડાના રહેવાસી વિદેહદેવ એમબીએ છે અને વિદેશની અનેક જાણીતી કંપનીઓમાં કામ કરી ચૂક્યા છે. તેઓ કહે છે કે વર્ષ ૨૦૧૨માં દેશમાં ભ્રષ્ટાચારની વિરુદ્ધ એક માહોલ બન્યો હતો. હું તે સમયે પતંજલિ આવી ગયો અને સ્વામીજીની જે મહત્ત્વાકાંક્ષી યોજના આચાર્ય કુલમ હતી એના પ્રથમ આચાર્ય કુલમમાં સહયોગ કર્યો હતો. સ્વામીજીની સાથે દેશભરની પરિવર્તન યાત્રામાં પણ સાથે રહ્યો. ત્યાર બાદ વ્યાકરણ, ષડદર્શનમાં ચાર દર્શન અને ઉપનિષદો, ગીતા, વેદ વગેરેનો ગહન અભ્યાસ કર્યો. આધુનિકતાથી ભરેલા યુગમાં સંન્યાસનો ભાવ ક્યાંથી આવ્યો ? પ્રશ્ર્નના જવાબમાં વિદેહદેવે કહ્યું કે, સંન્યાસના વિષયમાં વિચારવું અને લેવામાં ઘણું અંતર છે. હું વર્ષોથી પ્રકારે જીવન જીવી રહ્યો છું અને જ્યારે પરિપક્વ થયો ત્યારે સંન્યાસ લઈ રહ્યો છું.

જોકે વાત તો સાચી છે કે સંન્યાસીનું જીવન જીવવું ઘણું કપરું કાર્ય છે. પણ આજના સમયમાં પરંતુ એટલી સાચી હકીકત પણ છે કે સંન્યાસી બનવું જીવનની સૌથી મોટી ઉપલબ્ધિ, સફળતા, ગૌરવ અને જવાબદારી છે. સ્વામી રામદેવના શબ્દોમાં કહું તો માત્ર ભગવાનની કૃપાથી કોઈ સંન્યાસી બને છે અને જે બને છે તેનું જીવન ધન્ય થાય છે. પરંતુ અને જે બને છે તેનું જીવન ધન્ય થાય છે, પરંતુ દેશ સમાજમાં અનેકોનું જીવન ધન્ય બનાવી દે છે.