સમાચાર : હિન્દુઓના વિભાજનના ષડયંત્ર સામે સંઘ સ્વયંસેવકનો આત્મદાહ

    ૧૮-એપ્રિલ-૨૦૧૮


 

રાજસ્થાનનાં રઘુવીર શરણ નામના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકને તાજેતરનાં દલિત આંદોલન અને તે દરમિયાન રાજકીય પક્ષો દ્વારા હિન્દુ સમાજમાં ભાગલા પાડવાના ષડયંત્રથી એટલી હદે લાગી આવ્યું કે, તેઓએ આના વિરુદ્ધમાં આત્મવિલોપન કરી લીધું હતું. રઘુવીર શરણ પોતાના શરીર પર આગ લગાડી ભારત માતા કી જયના જયકારા સાથે ૧૦૦ મીટર દોડ્યા હતા. દરમિયાન તેમનું ૮૦ ટકા શરીર દાઝી ગયું હતું. બાદમાં તેમને સારવાર અર્થે હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પોતાના મૃત્યુની ઘડીએ પણ સ્વયંસેવક કોંગ્રેસને હિન્દુઓના ભાગલા પડાવવાની લાગણીસભર અપીલ કરી રહ્યા હતા. સારવાર દરમિયાન સ્વયંસેવકનું મૃત્યુ થયું છે.

પાકિસ્તાનમાં આતંકીઓની નવી ફોજ તૈયાર થઈ રહી છે

એક તરફ પાકિસ્તાન આતંકવાદના મુદ્દે સમગ્ર વિશ્ર્વ આગળ પોતે પાક. સાફ હોવાનો દાવો કરી રહ્યું છે ત્યારે તેના દેશના અગ્રણી અખબાર એક્સપ્રેસ ટ્રિબ્યુનલે પોતાના તંત્રીલેખમાં ચેતવણી આપી છે કે, જો કટ્ટરપંથી અને આતંકી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલાં સંગઠનો વિરુદ્ધ કૂણું વલણનો દૃષ્ટિકોણ બદલવામાં નહીં આવે તો પાકિસ્તાનમાં આતંકવાદની નવી ફોજ ઊભી થઈ શકે છે. અખબારે દાવો કર્યો છે કે મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની વચ્ચે રહે છે. ઓસામા બિન લાદેનનો ઉત્તરાધિકારી અયમન અલ ઝવાહિરી પણ ત્યાં રહે છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની આતંકીઓ અંગેની તાજેતરની યાદીને ટાંકી અખબારમાં લખાયું છે કે, યાદીમાંના ૧૩૯ આતંકવાદીઓ પાકિસ્તાન સાથે સંકળાયેલા છે.


 

મદ્રેસામાં ઉર્દૂની સાથે સંસ્કૃત પણ ભણાવાય છે

ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં એક મદ્રેસા એવી છે. જ્યાં આધુનિક શિક્ષણના ભાગરુપે સંસ્કૃત પણ ભણાવવામાં આવે છે. દારુલ ઉલૂમ હુસૈનિયા નામના મદ્રેસામાં સંસ્કૃત ભણાવવાથી સૌથી વધુ ખુશ અહીંની વિદ્યાર્થિનીઓ છે. તેઓ કહે છે કે, અમને સંસ્કૃત ભણવાની ખૂબ મજા આવે છે. અમે ઘરે પણ માતા-પિતાની મદદથી સંસ્કૃત વાંચીએ છીએ. મજાની વાત છે કે, મદ્રેસામાં સંસ્કૃત વિષય મુસ્લિમ શિક્ષકો ભણાવે છે. તેઓ કહે છે કે સંસ્કૃતને વળી હિન્દુ-મુસ્લિમ સાથે શો સંબંધ ? અમે શાળામાં સંસ્કૃત પણ ભણ્યા છીએ. અમને પણ સંસ્કૃત ભણાવવાની મજા આવે છે.

બાંગ્લાદેશમાં સરકારી નોકરીમાં અનામત પ્રથા બંધ

બાંગ્લાદેશમાં સરકારી નોકરીઓમાં અનામતના વિરોધમાં હજારો વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલા દેખાવો બાદ સરકારી નોકરીઓમાં અનામત પ્રથા બંધ કરી દેવામાં આવી છે. બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ અંગેની જાહેરાત કરી હતી. બાંગ્લાદેશમાં અમુક ખાસ જૂથો માટે નોકરીઓમાં અમુક જગ્યા ખાલી રાખવામાં આવતી હતી. અંગે હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ રસ્તા પર ઊતર્યા હતા. વિદ્યાર્થીઓએ દેખાવો કરતાં ઢાકાના મુખ્ય રસ્તાઓને બ્લોક કરી દીધા હતા જેના કારણે ટ્રાફિક વ્યવહાર થંભી ગયો હતો. ઢાકા યુનિવર્સિટી ખાતે મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. અહીં થયેલી અથડામણમાં ૧૦૦થી વધારે વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા.

અનામત અંગે શેખ હસીનાએ બાંગ્લાદેશની સંસદમાં નિવેદન આપતાં જણાવ્યું હતું, વિદ્યાર્થીઓની નારાજગી જોતાં અનામત પ્રથાને બંધ કરી દેવામાં આવશે. જો કે, તેમણે એવું પણ કહ્યું હતું કે સરકાર ખૂબ પછાત વર્ગ તેમજ કામ કરવા સમર્થ હોય તેવા લોકો માટે નોકરીની ખાસ જોગવાઈ કરશે.

મારો દીકરો આતંકવાદી હોય તો તેને મારી નાખો

અસમનો કમર ઉજમાન નામનો એક યુવક કાશ્મીરના આતંકવાદી સંગઠન હિજબુલ મુજાહિદ્દીનમાં સામેલ થતાં યુવકની માએ કહ્યું હતું કે કમર ઘરેથી કાશ્મીરમાં જઈ ધંધો શરુ કરવાનો છું કહી નીકળ્યો હતો. પરંતુ પાછલા દસ મહિનાથી તેનો સંપર્ક થઈ શક્યો નથી. હવે ખબર આવી છે કે તે આતંકવાદી બની ગયો છે માટે સરકારે તેને મારી નાખવો જોઈએ. તે દેશનો દુશ્મન છે. તેની લાશ જાનવરોની સામે નાખી દેવી જોઈએ મારે એવો દીકરો જોઈએ. તેને જીવિત રહેવાનો અધિકાર નથી.


 

અમદાવાદ ખાતે સર્વરોગ આયુર્વેદ નિદાન સારવાર કેમ્પ

ડૉ. હેડગેવાર સ્મારક સમિતિ ગુજરાત, જાયન્ટ ગ્રુપ ઑફ અમદાવાદ નોર્થ તથા સરકારી અખંડાનંદ આયુર્વેદ હોસ્પિટલ, ભદ્ર, અમદાવાદ દ્વારા અમદાવાદ ખાતેસર્વરોગ આયુર્વેદ નિદાન સારવાર કેમ્પયોજવામાં આવ્યો હતો. ૧૫ એપ્રિલનાં રોજ અમદાવાદનાં વસ્ત્રાલ ખાતેની અર્પણ શાળામાં આયોજિત સારવાર કેમ્પમાં ૪૪૦ લોકોએ સારવાર લીધી હતી. જેમાં સંઘના પ્રબંધકો, જાયન્ટ ગ્રુપના તેમજ સમિતિની બહેનો મળીને કુલ ૮૦ લોકોએ સેવા આપી હતી.

ગુજરાતી ફિલ્મને રાષ્ટ્રીય ઍવોર્ડ

તાજેતરમાં દેશનાં ૬૫મા રાષ્ટ્રીય ફિલ્મ ઍવોર્ડ જાહેર થયાં હતા. જેમાં મનિષ સૈનીનીફિલ્મને સર્વશ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મનો ઍવોર્ડ મળ્યો હતો. શાળાના ત્રણ વિદ્યાર્થીઓ પર આધારિત ફિલ્મ હજી સિનેમા ઘરોમાં રજૂ થવાની બાકી છે. ફિલ્મ અમદાવાદ સ્થિત ભવન્સ કૉલેજમાં ઊભા કરાયેલ સેટ સતત પર ૧૨-૧૨ કલાક કામ કરી તૈયાર કરવામાં આવી હતી. જેમાં એનઆઈડીના ભૂતપૂર્વ વિદ્યાર્થી મનિષ સૈનીનું દિગ્દર્શન છે. ફિલ્મમાં નસિરુદ્દિન શાહ એક જાદુગરની ભૂમિકામાં છે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રુપાણીએ શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મ તરીકે જાહેર થયેલફિલ્મના નિર્માતા-દિગ્દર્શક અને બાળ કલાકારોને ગુજરાત સરકાર અને રાજ્યની જનતા જનાર્દન વતી અભિનંદન પાઠવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે ૨૦૧૭માંરોન્ગ સાઈડ રાજૂને પણ બેસ્ટ ગુજરાતી ફિલ્મનો રાષ્ટ્રીય ઍવોર્ડ મળ્યો હતો.

ભારતીયની રેસ્ટોરાંને એશિયાની સર્વશ્રેષ્ઠ રેસ્ટોરાંનું સન્માન

થાઈલેન્ડ સ્થિત એક લોકપ્રિય ભારતીય વ્યંજનોના ભોજનાલયને સતત ચોથી વખત એશિયાના સર્વશ્રેષ્ઠ રેસ્ટોરાંનું સન્માન મળ્યું છે. બેંગકોકમાં ગાગન આનંદ દ્વારા સંચાલિત ગાગન રેસ્ટોરાંને ચીનનાં મકાઉ શહેરના વિન્ન પેલેસેઝ ગ્રેડ થિયેટરમાં આયોજિત વાર્ષિક એશિયાઝ ૫૦ બેસ્ટ રેસ્ટોરન્ટ નામની સ્પર્ધામાં સન્માન મેળવી ઇતિહાસ રહ્યો છે.

શ્રી વિષ્ણુ કોકજે વિશ્ર્વ હિન્દુ પરિષદનાં નવા અધ્યક્ષ

૧૪ એપ્રિલનાં રોજ ગુરુગ્રામમાં યોજાયેલી ચૂંટણીમાં વિશ્ર્વ હિન્દુ પરિષદનાં નવા અધ્યક્ષ તરીકે હિમાચલ પ્રદેશનાં પૂર્વ રાજ્યપાલ શ્રી વિષ્ણુ સદાશિવ કોકજેજીની પસંદગી થઈ છે. વિહિપ દ્વારા ૫૪ વર્ષ બાદ યોજાયેલ આંતરરાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીમાં વિહિપનાં ૨૭૩માંથી ૧૯૨ પ્રતિનિધિઓએ મતદાન કર્યું હતું. જેમાંથી કોકજેજીને ૧૩૧ મત મળ્યાં હતા. શ્રી વી.એસ. કોકજેજીનું પૂરું નામ શ્રી વિષ્ણુ સદાશિવ કોકજે છે. તેઓશ્રી મધ્યપ્રદેશનાં ધાર જિલ્લાનાં છે. તેઓ શ્રી ૧૯૯૦થી લઈ ૧૯૯૫ સુધી મધ્યપ્રદેશ હાઈકોર્ટનાં જજ રહી ચૂક્યા છે. સિવાય તેઓ ૧૯૯૫થી ૨૦૦૧ સુધી રાજસ્થાન હાઈકોર્ટનાં પણ જજ રહી ચૂક્યા છે. ૨૦૦૧-૨૦૦૨માં તેઓશ્રી ૧૧ મહિના સુધી રાજસ્થાન હાઈકોર્ટનાં કાર્યવાહક ચીફ જસ્ટિસ રહી ચૂક્યા છે. નિવૃત્તિ બાદ તેઓશ્રી વાજપેયી સરકારમાં હિમાચલ પ્રદેશનાં રાજ્યપાલ બન્યા હતા. તેઓશ્રી મે, ૨૦૦૩થી ૧૯ જુલાઈ, ૨૦૦૮ સુધી રાજ્યપાલ તરીકે રહ્યા હતા. ૨૦૧૪માં તેઓને વિશ્ર્વ હિન્દુ પરિષદના ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા હતા સાથે શ્રી આલોક કુમારજીની આંતરરાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ, શ્રી અશોકરાવ ચોગુલેજીની વિદેશ વિભાગ કાર્યાધ્યક્ષ, શ્રી મિલિંદ પરાંડેજીની મહામંત્રી, શ્રી વિનાયકરાવ દેશપાંડેની સંગઠન મહામંત્રી, શ્રી ચંપતરાયજી ઉપાધ્યક્ષ, શ્રી કોટેશ્ર્વર રાવજીની સંયુક્ત મહામંત્રી અને ડૉ. શ્રી સુરેન્દ્ર જૈનની સંયુક્ત મહામંત્રી તરીકે નિમણૂક થઈ છે.

RSS - ગાંધીનગર દ્વારા ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતી નિમિત્તે પુષ્પાંજલિ

સમાજ ઉદ્ધારક, ભારતીય બંધારણના ઘડવૈયા અને ભારતરત્ન ડૉ. ભીમરાવ રામજી આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે સેક્ટર-૦૬, ગાંધીનગર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા ભાવસભર પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. પ્રસંગે RSSના પ્રાંત પ્રચારક ડૉ. ચિંતનભાઈ ઉપાધ્યાય, છજજ - ગાંધીનગર વિભાગના સંઘ ચાલક ડૉ. ભરતભાઈ પટેલ, સહિત નગરમાંથી ૭૩ જેટલા સ્વયંસેવકો ઉપસ્થિત રહીને ડૉ. બાબાસાહેબને પુષ્પ અર્પણ કરીને પુષ્પાંજલિ અર્પી હતી.