દલિત યુવકને પોતાના ખભે બેસાડી મંદિરમાં લઈ ગયા પૂજારી

    ૧૯-એપ્રિલ-૨૦૧૮

 
હૈદરાબાદમાં એક મંદિરના પૂજારીએ સમગ્ર સમાજને પ્રેરણા આપી. એક દલિત યુવકને પોતાના ખભે બેસાડી અને અહીંના શ્રી રંગનાથ મંદિરના ગર્ભગૃહ સુધી લઈ ગયા હતા. હૈદરાબાદનાં ચિલ્કુરબાલાજી મંદિરના પૂજારી સીએસરંગ રાજને જણાવ્યું હતું કે, આમ કરવાથી તાજેતરમાં જ દેશભરમાં દલિતો સાથે થયેલા ભેદભાવ અને હિંસા સામે મજબૂત સંદેશ જશે.
 
આ પરંપરા લગભગ 3000 વર્ષ જૂની છે. તમિલનાડુમાં પણ પુજારી દ્વારા દલિત યુવકને ખભે બેસાડી મંદિરમાં લઈ જવાની પરંપરા છે. ત્યાં આ પ્રથા મુનિ વાહન સેવા તરીકે ઓળખાય છે. મંદિરનાં પૂજારી કહે છે કે સમય એ 3000 વર્ષ જૂની પરંપરાને પુનઃજીવિત કરવાનો છે. આમ થવાથી સમાજનાં તમામ વર્ગોમાં સમાનતાનો સંદેશ જશે. જે દલિત યુવકને ખભે બેસાડી મંદિરમાં પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. તે 25 વર્ષીય આદિત્ય પારાસરી કહે છે કે, આ પરિવર્તનની શરૂઆત છે અને મને વિશ્વાસ છે કે લોકોની માનસિકતા જરૂરથી બદલાશે.
 

 
 
મંદિરની અંદર પહોંચી પૂજારી દલિતને ભેટી પડ્યા
 
પૂજારી સીએસરંગ દલિત યુવક આદિત્ય પરાસરને પોતાના ખભે બેસાડી વાજતે-ગાજતે ગર્ભગૃહમાં કરાવ્યા બાદ યુવકને નીચે ઉતારી ભેટી પડ્યા હતા.