યુવતીએ મુકેશ અંબાણીને પૂછયું તે 100 કરોડ રૂપિયા કમાતા યુવકને પરણવા માગે છે શું કરુ?

    ૧૯-એપ્રિલ-૨૦૧૮

 
 
વિશ્વ વિખ્યાત ઉધોગપતિ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીનો 19મી એપ્રિલને ગુરુવારના રોજ એટલે જે આજે જન્મદિવસ છે. સોશિયલ મીડિયા પર હાલ તેમને અભિનંદન વરસાદ થઈ રહ્યો છે જેમામ એક નવી વાત પણ વાઈરલ થઈ રહી છે. એક યુવતીએ મુકેશ અંબાણીને પ્રશ્ન પૂછીયો છે અને અંબાણીએ તેનો જવાબ આપ્યો છે, મુકેશ અંબાણીના આ જવાબ ચારે બાજુએથી પ્રસંશા મેળવી રહ્યો છે. આવો જાણીએ…
 
એક પોસ્ટમાં યુવતીએ મુકેશ અંબાણીને પૂછયું કે, તે વર્ષે 100 કરોડ રૂપિયા કમાતા યુવકને પરણવા માગે છે. આ લાલચી નથી પણ જે ઈચ્છે છે તે પ્રામાણિકતાથી બધાની સામે જણાવી રહી છે. આ યુવાતીનું નામ પૂજા ચૌહાણ છે. તેણે આવા અનેક પ્રશ્ન પૂછ્યા છે જેનો જવાબ મુકેશ અંબાણીએ આપ્યો છે….
 
મુકેશ અંબાણીએ આપ્યો આ જવાબ....
 
"મેં તમારી પોસ્ટને સારી રીતે વાંચી. મને લાગ્યું કે, તમારા જેવા પ્રશ્નો અન્ય યુવતીઓને પણ થતા હશે જેના જવાબ હું પ્રોફેશનલ રોકાણકાર તરીકે આપીશ. મારી આવક 100 કરોડ કરતા વધારે છે અને તે તમારી માંગને બંધ બેસતી છે. તેનો અર્થ એવો થાય છે કે હું અહીં ટાઈમપાસ કરવા માટે નથી આવ્યો. એક બિઝનેસમેન તરીકે તમારી સાથે લગ્ન કરવા એ નુકસાનનો સોદો સાબિત થશે. તેનું કારણ એકદમ સામાન્ય અને સરળ છે. તમે સુંદરતા વેચી રહ્યાં છો પૈસાના બદલે. જોકે તમારી સુંદરતા સમય સાથે ઓછી થતી જશે. જ્યારે કે મારા પૈસા સાથે એમ નહીં થાય. યોગ્ય નિર્ણય સાથે મારા પૈસામાં વધારો થતો રહેશે. આ જ કારણે હું એક મહત્વપૂર્ણ મિલકત છું અને તમે એક મોટો ઘસારો સાબિત થઈ શકો છો. તમારી સુંદરતાની કિંમત 10 વર્ષ બાદ ઘણી ઘટી જશે. તેથી તમારે 100 કરોડ ધરાવતા મૂર્ખ કુંવારા કરોડપતિ યુવકને પરણવાને બદલે જાતે જ આગળ વધવું જોઈએ. જેથી તમે પોતે વર્ષે 100 કરોડની આવક ધરાવતા થઈ જાવ."