ક્રિસ ગેલે ૪ બોલમાં ૪ સિક્સર મારી રશિદ ખાનને કહ્યું બાય…બાય…કહ્યું કિંગ ઇસ હીયર…

    ૨૦-એપ્રિલ-૨૦૧૮

 
૧૯ એપ્રિલે કિગ્સ ઇલેવન પંજાબ (KXIP) અને સન સાઈસ હૈદરાબાદ (SRH) વચ્ચે ટી૨૦ મેચ હતી. જેમાં KXIP એ ક્રિસ ગેલની આક્રમક સદી થકી 194 રન બનાવ્યા હતા જેનો પીછો કરતા SRH ની ટીમ ૧૮૯ રન જ કરી શકી હતી અને કિગ્સ ઇલેવન પંજાબે આ મેચ ૧૫ રનથી જીતી લીધી હતી.
 
આ મેચનો હિરો રહ્યો ક્રિસ ગેલ. જેણે ૧ ચોગ્ગો અને ૧૧ સિક્સરની મદદથી ૬૩ બોલમાં અણનમ ૧૦૪ રન બનાવ્યા. આ ૧૧ સિક્સરમાંથી સળંગ ૪ સિક્સર તેને બેસ્ટ સ્પીનર રાશિદ ખાનની ઓવરમાં ફટાકારી હતી. એવા અહેવાલો છે કે ક્રિસ ગેઈલે પોતાની સાથે ગુસ્તાખી કરનારા SRHના બોલર રાશિદ ખાન સાથે બરાબરનો બદલો લેવા ચાર સિક્સર મારી હતી. બન્યું એવું હતું કે રાશિદે 4થી ઓવરમાં ગેઈલના શોટ પર દડાને ફોલોથ્રુમાં પકડીને ગેઈલ ક્રિસમાં હોવા છતાં તેની પર થ્રો ફેંક્યો હતો. આ કારણે ગેઈલ ઉશ્કેરાયો હતો
 
આ સદી બેટને હાથમાં જુલાવી ક્રિસ ગેલે તેની દિકરીને અર્પણ કરી હતી….
 
વીડિઓ જોવા આ લિંક પર ક્લિક કરો...
 
https://www.iplt20.com/video/122469/gayle-says-goodbye-rashid?tagNames=indian-premier-league