સંજય દત્તના જીવન પર આધારિત ફિલ્મ 'સંજુ'નું Teaser આવી ગયુ છે…

    ૨૪-એપ્રિલ-૨૦૧૮

 
 
સંજુ….સંજય દત્તનું જીવન હવે ફિલ્મ રૂપે મોટા પડદા પર જોવા મળશે. આજે જ તે ફિલ્મનું ટ્રીઝર યુ-ટ્યુબ પર રીલિઝ થયુ છે. એક દિવસમાં નંબર વન ટ્રેડિંગમાં હશે. ટ્રીઝર છે જ એવું ધમાકેદાર. ટીઝરની શરૂઆતમાં જ સંજય દત્ત બનેલો રણબીર કપૂર જેલમાંથી નીકળે છે અને ધમાકેદાર દાયલોગ ફટકારે છે.  સંજય દત્તના જીવનમાં આમ તો ઘણાં વળાંક છે પણ રાજકુમાર હિરાણીએ આ ફિલ્મની વાર્તાને અનોખા અંદાજમાં રજૂ કરી છે જેની ઝલક ટીઝરમાં જોવા મળે છે. સામન્ય રીતે બાયોપિક બોરીંગ હોય છે પણ આ ટ્રીઝર પરથી લાગે છે કે આ ફિલ્મ રાજકુમાર હિરાનીની સ્ટાઈલમાં બન્યું છે, બોરીંગ નહિ લાગે. રણબીર કપૂરની એક્ટીંગ પણ ધારદાર છે. રણવીર અસલ સંજય દત્તા જેવો જ લાગે છે. 
 
આ ફિલ્મ 29 જુને રિલીઝ થવાની છે. વિધુ વિનોદ ચોપડા તેમજ રાજકુમાર હિરાણીના પ્રોડક્શનમાં બનેલી આ ફિલ્મની વાર્તા તેમજ ડિરેક્શન બંનેની જવાબદારી રાજકુમાર હિરાણીએ લીધી છે. આ ટીઝ 80 સેકન્ડનું છે અને સ્ટાર નેટવર્કની તમામ ચેનલ્સ પર ટેલિકાસ્ટ થશે. આ ટીઝર આઇપીએલ દરમિયાન પણ દેખાડવામાં આવશે.